Home » ગ્રીષ્મા હત્યા કેસમાં ફરી એકવાર પડી મુદત, હવે આ તારીખે સંભળાવવામાં આવશે સજા
ગ્રીષ્મા હત્યા કેસમાં ફરી એકવાર પડી મુદત, હવે આ તારીખે સંભળાવવામાં આવશે સજા
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
48
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલો ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને આજે સજા સંભળાવવાની હતી. પરંતુ ફરી એકવાર તેમા મુદત પડી છે. આગામી 5 મેના રોજ ફેનિલ ગોયાણીને સજા સાંભળાવવામાં આવશે. આજે ફેનિલને પણ કોર્ટમાં લાવવામાં આવ્યો ન હતો. માત્ર બચાવ પક્ષના વકીલે હાજરી આપી હતી.
આરોપી ફેનિલને ક્યારે સજા મળે તેની ગ્રીષ્માના પરિવાર સહિત ગુજરાતના કરોડો લોકો રાહ જોઇ રહ્યા છે. જોકે, આજે તેને સજા સંભળાવવાની હતી પરંતુ એકવાર ફરી મુદત પડતા હવે તેને 5 મેના રોજ સજા સંભળાવાશે. આ કેસમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. તેમજ 12 ફેબ્રુઆરીએ સાંજના સમયે આ ઘટના બની હતી. જેમાં કામરેજ પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. આરોપી ફેનિલે જાહેરમાં ગ્રીષ્માની હત્યા કરી હતી. મહત્વનું છે કે, પાસોદરાની ગ્રીષ્મા વેકરીયાની હત્યા મામલે આરોપી ફેનિલે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતુ. જેમાં તેણે જણાવ્યું હતું કે, પ્રેમસંબંધનો ભાંડો ફૂટતાં વાતચીત બંધ થઈ હતી. તેમાં ગ્રીષ્માના મામાએ ફોટો જોતાં ફોન લઈ લીધો હતો. તથા પરિવારજનોના 5થી7 લોકોએ તેને માર માર્યાનો ફેનિલે દાવો કર્યો હતો. તેમજ ઘટનાથી લાગી આવતા હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં કામરેજના પાસોદરામાં ફેનિલ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયાની ગળું કાપી હત્યા કરી નાખી હતી. જેના સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને સમગ્ર રાજ્ય હચમચી ગયુ હતું. ફેનિલે ગ્રીષ્માની હત્યા બાદ ઝેરી દવા પી હાથની નસ કાપી હતી. ત્યારબાદ પોલીસે તેને સારવાર અર્થે સિવલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject