Home » કેરલની આ દુલ્હને કંઇક એ રીતે ખોલી તંત્રની પોલ, કે વિડીયો થઇ ગયો વાયરલ
કેરલની આ દુલ્હને કંઇક એ રીતે ખોલી તંત્રની પોલ, કે વિડીયો થઇ ગયો વાયરલ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
83
કેરલમાં એક યુવતીએ દુલ્હનના વસ્ત્રોમાં સજ્જ થઇ અનોખુ ફોટોશુટ કરાવ્યું છે. આ ફોટોશુટના માધ્યમથી આ યુવતીએ આ વિસ્તારની સમસ્યાઓ ઉજાગર કરી છે. યુવતી લગ્નના વસ્ત્રોમાં સજ્જ જોવા મળે છે. અને રસ્તાની વચ્ચોવચ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેની આસપાસ ખાડા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં ખાડાઓ વરસાદી પાણી ભરાયેલા છે. આ ફોટોશુટને સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવ્યું છે.
વિડીયોમાં જોઇ શકાય છે કે દુલ્હનના વસ્ત્રોમાં સજ્જ એક યુવતી રસ્તાની વચ્ચે ચાલી રહી છે.તેની આસપાસની રસ્તા માં અનેક ખાડાઓ જોઇ શકાય છે.અને આ ખાડાઓ પાણીથી ભરેલા છે. જે જગ્યાએ ફોટોશુટ કરવામાં આવ્યું છે તે સડક પર દુર-દુર સુધી ખાડા જ ખાડા જોવા મળે છે. દુલ્હન ખાડાઓથી બચતા-બચતા આગળ વધતી જોવા મળે છે. ફોટોગ્રાફર તેને આગળ વધવા માટે ઇશારા કરતો જોવા મળે છે.
આ ફોટોશુટનો વિડીયો અને ફોટો ઇન્ટાગ્રામ હેન્ડલ એરો વેડીંગ કંપની તરફથી શેર કરવામાં આવ્યો છે. આની સાથે એક કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે રસ્તા વચ્ચે દુલ્હનનો ફોટોશુટ. રસ્તાની વચ્ચેના ખાડાઓને આ રીતે દર્શાવાયા હોય તેવું પહેલીવાર બન્યું છે. જેને લીધે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રસ્તા પરના ખાડાઓને લીધે અનેકવાર અકસ્માતની ઘટનાઓ બને છે ત્યારે દુલ્હને ખુબજ સુંદર રીતે આ સમસ્યાને સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજાગર કરી છે
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject