Home » જુઓ લગ્નની છાબ લઇ જવાની અનોખી રીત, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
જુઓ લગ્નની છાબ લઇ જવાની અનોખી રીત, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
70
લગ્ન સમયમાં દરેક પરિવાર અલગ અલગ રીતે સેલિબ્રેશન કરતો હોય છે. પરંપરા સાથે સંસ્કૃતિનો સમન્વય દરેક સામાજીક પ્રંગોની ઓળખ છે. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડીયોમાં એક કુંટુંબમાં લેવાયેલા લગ્નની રીત રિવાજ બતાવે છે. ગુજરાતી કુટુંબના આ અનોખો વિડીયોમાં લગ્નની છાબ આપવાની રીત અનોખી રીતે નિભાવવામાં આવી રહ્યી છે.
નવવધૂ માટે સાસારી પક્ષ તરફથી સાજ શણગારની છાબ લઇ જવાની પ્રથા
વર્ષોથી હિંદુ વિધિથી યોજાતા લગ્નમાં આ એક અનોખો રિવાજ છે. આ પરંપરામાં નવવધૂ માટે સાસારી પક્ષ તરફથી સાજ શણગારની છાબ લઇ જવાની પ્રથા છે. જેમાં વર પક્ષના જાનૈયાઓ વાજતે ગાજતે આવનાર નવવધૂ માટે શણગાર લઇ જાય છે. જૂના જમાનામાં મહિલાઓ માથા પર થાળ સજાવીને છાબ લઇ જવાનો રિવાજ હતો. ત્યારે આજે આધુનિક સમયમાં ટેક્નોલોજી સાથે ટ્રિકનો ઉપયોગ કરી આ પરિવાર ટ્રોલી ટ્રેનમાં છાબ લઇ જતો નજરે પડે છે. જાણે પરિવાર નવવધૂને આવકારવાં છાબને વિશેષ રીતે શણગારીને લઇ જઇ રહ્યો છે.
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
By Harsh Bhatt
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject