Download Apps
Home » કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, હાથ છોડી કપિલ સિબ્બલ થયા સાયકલ પર સવાર

કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, હાથ છોડી કપિલ સિબ્બલ થયા સાયકલ પર સવાર

કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. શરૂઆતથી જ કોંગ્રેસને હાથમાં લઈને રાજનીતિ કરી રહેલા કપિલ સિબ્બલે પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે અને અખિલેશ યાદવની સાઈકલ પર સવાર થઈ ગયા છે. કપિલ સિબ્બલે રામ ગોપાલ યાદવ અને અખિલેશ યાદવ સાથે વિધાનસભામાં જઈને રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે (Kapil Sibal) પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સિબ્બલે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. તેમણે કહ્યું છે કે, મેં 16 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભા માટે નામાંકન ભર્યા બાદ સિબ્બલે મીડિયા સાથે વાતચીત દરમિયાન આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, “હું સમજું છું કે જ્યારે અપક્ષનો અવાજ બુલંદ થશે ત્યારે લોકોને લાગશે કે તેઓ કોઈ પક્ષના નથી. અમે વિપક્ષમાં રહીને ગઠબંધન કરવા માંગીએ છીએ જેથી અમે મોદી સરકારનો વિરોધ કરી શકીએ. સિબ્બલે કહ્યું, ‘અમે ઇચ્છીએ છીએ કે 2024માં એવું વાતાવરણ બનાવવામાં આવે કે મોદી સરકારની ખામીઓને લોકો સમક્ષ લાવી શકાય. હું તેનો પૂરો પ્રયત્ન કરીશ.’

કપિલ સિબ્બલે કહ્યું, ‘મેં રાજ્યસભા માટે અપક્ષ ઉમેદવાર તરીકે નોમિનેશન ભર્યું છે. મને સમર્થન આપવા માટે હું અખિલેશ યાદવ (Akhilesh Yadav)નો આભારી છું. હું આઝમ ખાન (Azam Khan)નો પણ આભાર વ્યક્ત કરું છું.’ આ પહેલા સપા પ્રમુખ અખિલેશ યાદવનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કહ્યું, ‘રાજ્યસભાના સભ્યપદ માટે સમાજવાદી પાર્ટી વતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ દ્વારા નામાંકન કરવામાં આવ્યું છે. તેઓ સમાજવાદી પાર્ટીના સમર્થનથી રાજ્યસભામાં જઈ રહ્યા છે. પ્રથમ નોંધણી હમણાં જ થઈ છે. રાજ્યસભા માટે અન્ય બે લોકોના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

મહત્વનું છે કે, કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે લખનૌમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલવામાં આઝમ ખાનની મોટી ભૂમિકા છે. સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં આઝમ ખાનનો કેસ લડ્યો હતો. આઝમ ખાનને જામીન અપાવવામાં કપિલ સિબ્બલનો મહત્વનો ફાળો છે. સપા પાસે હજુ રાજ્યસભાની વધુ બે બેઠકો બાકી છે, જેના પર શંકા યથાવત છે. આ બેઠકો માટે ડિમ્પલ યાદવ અને જાવેદ અલી ખાનના નામ મોખરે છે. અખિલેશ યાદવ પણ કપિલ સિબ્બલ સાથે વિધાનસભા પહોંચ્યા હતા.
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
By VIMAL PRAJAPATI
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
By Hardik Shah
Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ
Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ
By VIMAL PRAJAPATI
ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ!
ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ!
By Harsh Bhatt
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
By Harsh Bhatt
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ! આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો