Home » WhatsApp ઈન્ડીયાના પ્રમુખ અને Facebookમાં પબ્લિક પોલીસી ડિરેક્ટરનું રાજીનામું
WhatsApp ઈન્ડીયાના પ્રમુખ અને Facebookમાં પબ્લિક પોલીસી ડિરેક્ટરનું રાજીનામું
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
135
વ્હોટ્સ એપ (Whats App) ઈન્ડિયાના પ્રમુખ અભિજીત બોસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ફેસબુકમાં પબ્લિક પોલીસીના ડાયરેક્ટર રાજીવ અગ્રવાલે પણ કંપની છોડી દીધી છે. બોસને કોઈ પણ દેશ માટે પહેલી વખત વ્હોટ્સએપ હેડ બનાવ્યા હતા. તેમને આ પદ વર્ષ 2018માં આપવામાં આવ્યું હતું. તેમને ભારતમાં મેસેજિંગ એપની પહોંચ વધારવા અને વ્હોટ્સએપ પેમેન્ટ્સનો કારોબાર સંભાળવાનું કામ સોંપાયું હતું.
આ બંને અધિકારીઓના રાજીનામા બાદ હવે શિવનાથ ઠુકરાલને હવે વ્હોટ્સએપ ઈન્ડિયા સહિત મેટાની તમામ પ્લેટફોર્મના ડાયરેક્ટર પર હાલ નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. આ પહેલાં તેઓ વ્હોટ્સ એપ ઈન્ડિયાના પબ્લિક પોલીસૃી ડિપાર્ટમેન્ટના હેડ હતા. હાલમાં જ વ્હોટ્સ એપ અને ફેસબુની કંપની મેટાને હાલમાં જ પોતાના 11 હજાર કર્મચારીઓની છટણી કરી છે. જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ઈન્ડિયા (Meta India)ના ભારતના પ્રમુખ અજીત મોહને આ મહિનાની શરૂઆતમાં રાજીનામાની જાહેરાત કરી હતી.
વ્હોટ્સ એપમાં પબ્લિક પોલીસીના ડાયરેક્ટર શિવનાથ ઠુકરાલને હવે મેટાએ (Meta) પબ્લિક પોલીસીના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યાં છે. કંપન એ કહ્યું કેસ ઠુકરાલને કંપનીના તમામ ત્રણેય પ્લેટફોર્મ-વ્હોટ્સએપ ફેસબુક (Facebook) અને ઈન્સ્ટાગ્રામના (Instagram) પબ્લિક પોલીસીના હેડ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઠુકરાલને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે આ વાત હજુ સુધી સ્પષ્ટ નથી કે બોસનું સ્થાન કોણ લેશે.
વ્હોટ્સ એપના હેડ વિલ કેથકાર્ટે જણાવ્યું કે, તેઓ ભારતમાં વ્હોટ્સ એપના પહેલા હેડ તરીકે અભિજીત બોસના મહત્વના યોગદાન માટે આભાર માને છે. તેમના કૌશલ્યથી ટીમને નવી સેવાઓને ડિલિવર કરવામાં મદદ મળશે. જેનાથી કરોડો લોકો અને વ્યવસાયને ફાયદો થશે. ભારત માટે વ્હોટ્સ એપ ઘણું વધારે કરી શકે છે અને તે ભારતના ડિઝિટલ ફેરફારને આગળ વધારવામાં મદદ કરવા માટે ઉત્સુક છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject