Home » દૂધીના ઈન્સ્ટન્ટ ઢોકળા, જેમાં આથો લાવવાની પણ જરૂર નહીં પડે
દૂધીના ઈન્સ્ટન્ટ ઢોકળા, જેમાં આથો લાવવાની પણ જરૂર નહીં પડે
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
75
ચાલો જાણીએ કેવી રીતે બનાવીશું આ દૂધીના ઢોકળા
🔶 રીત : સૌ પ્રથમ મિક્સર જાર મા 1 કપ દૂધી, 1/2 કપ જેટલી કોથમીર,દહીં 1/2 કપ જેટલું, 2 નંગ લીલા મરચાં,મીઠું અને જરુરિયાત અનુસાર પાણી નાંખી ગ્રીન પેસ્ટ તૈયાર કરી લેવી.
🔶 હવે એક બાઉલમાં દોઢ કપ રવો લઈ તેમાં તૈયાર કરેલ ગી્ન પેસ્ટ,2 ચમચી ચોખા નો લોટ,1 – 2 ચમચી જેટલો ચણા નો લોટ નાખી જરૂર મુજબ જ પાણી ઉમેરીને ઢોકળાનુ બેટર રેડી કરવુ.પછી 1/2 કલાક આ બેટર ને રેસ્ટ આપવો.
🔶 હવે આ બેટર મા 1 ચમચી ગરમ તેલ ઉમેરવુ.
🔶 હવે ગેસ ઓન કરી એક તપેલામાં પાણી નાખી સ્ટેન્ડ મૂકી તપેલા ને પિ્- હીટ કરી લેવુ.
🔶 હવે જ્યારે ઢોકળા રેડી કરવા હોય ત્યારે જ તેમા ઈનો ઉમેરવો.લગભગ આ બેટર માથી બે થાળી ઢોકળા ની તૈયાર થશે તો તે બંને થાળીમા 1/2 ચમચી ,1/2 ચમચી ઈનો અને 1 ચમચી પાણી ઉમેરવું.
🔶 હવે તેલથી ગી્સ કરેલ થાળીમાં ઢોકળાનુ બેટર પાથરી અગાઉ થી પિ્-હીટ કરેલ તપેલામાં મૂકી ઢોકળા ને 10-12 મિનિટ સ્ટીમ થવા દેવુ. વચ્ચે- વચ્ચે ચપ્પુથી ચેક કરી લેવુ ઢોકળા તૈયાર થઈ ગયા છે કે નહી. તો આ રીતે તૈયાર છે દૂધીના ઢોકળા.
🔶 આ તૈયાર થયેલા દૂધીના ઢોકળા ને તમે ગી્ન ચટણી, લસણની ચટણી, મગફળીના તેલ સાથે સવૅ કરી શકો છો.
🔶 જો ઢોકળા ઉપર વધાર કરવો હોય તો 1 ચમચી ગરમ તેલ કરી તેમાં 1/2 ચમચી રાઈ,1/2 ચમચી જીરું ,લીમડાના પાન, ચપટી હીંગ, તલ ઉમેરી વધાર તૈયાર કરી તૈયાર ઢોકળા ઉપર રેડવો.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject