Download Apps
Home » તમારી પસંદગીનો વાહન નંબર ફરી મેળવી શકશો, ગુજરાતમાં પણ પોલિસી શરૂ

તમારી પસંદગીનો વાહન નંબર ફરી મેળવી શકશો, ગુજરાતમાં પણ પોલિસી શરૂ

ગુજરાતમાં વાહન નંબર માટે નવી પોલિસી
હવે તમે તમારી પસંદગીનો કે પછી ધાર્મિક, સામાજીક કે આંકડાકીય અથવા તમારી વ્યક્તિગત પસંદગી મુજબ પૈસા ખર્ચીને તમારા નવા વાહનનો નંબર લઈ શકો છો. છે. તમને તમારી પસંદગીનો નંબર તબદિલ કરેલા વાહન કે પછી સ્ક્રેપમાં ગયેલા વાહનનો નંબર નવા વાહનમાં મળી શકશે.
ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીના જણાવ્યા મુજબ ગુજરાતના નાગરિકોને તેમની પસંદગીનો નંબર હવે પાછો મળી શકે તે માટે રાજય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. વાહન ચાલકો હવે વાહનનો જુનો નંબર રિટેન કરી શકશે. વાહન સ્ક્રેપ થાય કે અન્યને વેચે તો પણ એ જ નંબર વાહન ચાલકોને ફાળવવામાં આવશે. વાહન માલિકો તેઓની અલગ-અલગ પ્રકારની વ્યક્તિગત, ધાર્મિક, સામાજીક કે ન્યુમરોલોજી વગેરે માન્યતાના આધારે તેઓના વાહન માટે ચોક્ક્સ નોંધણી નંબર મેળવવાનો આગ્રહ રાખતા હોય છે. વાહન માલિકોની તેઓના નંબર સાથે જોડાયેલ લાગણી અને માન્યતાને કારણે જુના વાહનોના નંબર રિટેન આપવાનો આગ્રહ રાખતા હોય છે જેને ધ્યાને રાખી આ નિર્ણય કરાયો છે. દિલ્હી,ઉત્તરપ્રદેશ તેમજ પશ્ચિમ બંગાળ બાદ હવે ગુજરાતના નાગરિકો પણ તેમના વાહનમાં પસંગીનો નંબર મેળવી શકે છે. 
પસંગીનો નંબર પાછો કેવી રીતે મેળવી શકાય?
વાહન વ્યવહાર દ્વારા અરજદારોની રજૂઆતો ધ્યાને લઇ દિલ્હી, ઉત્તરપ્રદેશ તથા પશ્ચિમ બંગાળની જેમ હવે ગુજરાતમાં પણ પસંગીના વ્હીકલ નંબરની પોલિસીને અમલમાં મુકવાનો નિર્ણય કરાયો છે. જોકે વાહન-નંબર રીટેન્શન માટે અગાઉની જેમ ચોઇસ નંબર માટે નિયત કરેલ ફીની જોગવાઈ મુજબની ફી ચૂકવવાની રહેશે. આ પોલીસીમાં વાહન માલિક બે વખત પોતાના વાહનમાં રિટેન્શનની પોલિસી કરી શકશે. વાહન માલિક જ્યારે વાહનની તબદીલીની અરજી કરે તે સમયે તે વાહનનો નંબર રિટેન કરી વાહન માલિક દ્વારા ખરીદાયેલા નવા વાહનને જે તે રિટેન કરેલ નંબર ફાળવવામાં આવશે. નવી પોલિસી અનુસાર, માલિકી તબદિલ થયેલ વાહનને અન્ય નવો નંબર ફાળવવામાં આવશે. તો વાહન સ્ક્રેપ પોલિસી પ્રમાણે વાહન માલિક દ્વારા નવા ખરીદાયેલા વાહન પર જુના વાહનનો નંબર રિટેન કરી શકાશે.  જુના સ્ક્રેપ થનાર વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે. આ પ્રમાણે તમામ લોકોની રજુઆતને ધ્યાને લઈ આ પોલિસી શરુ કરવામાં આવી છે. 
દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ
દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ
By Hardik Shah
શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન !
શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન !
By Vipul Sen
વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર
વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર
By Hardik Shah
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
By VIMAL PRAJAPATI
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
By Harsh Bhatt
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
By VIMAL PRAJAPATI
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
By Harsh Bhatt
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
By Vipul Sen
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન ! વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં ‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં