Download Apps
Home » શહેરના અનેક વિસ્તારોમાંથી ઈકો કારના સાયલેન્સર ચોરી કરતી ગેંગ ઝડપાઈ, જાણો કઈ રીતે ગુનાનો ભેદ ઉકેલાયો

શહેરના અનેક વિસ્તારોમાંથી ઈકો કારના સાયલેન્સર ચોરી કરતી ગેંગ ઝડપાઈ, જાણો કઈ રીતે ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી ઇકો ગાડીના સાયલેન્સર  ચોરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાતના સમયે ઇકો કાર માંથી સાયલેન્સર ચોરી થતી હતી. જોકે શહેરમાં સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં આ સાયલેન્સર  ગેંગ સક્રિય હતી. પોલીસે હાલ આ સાયલેન્સર ચોરતી ગેંગને પકડી પાડી છે. આ ગેંગની પૂછપરછમાં સાયલેન્સર  ચોરી કરવા માટેની પદ્ધતિ સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા થોડા સમય થી ઇકો ગાડીના સાયલેન્સર ચોરતી ટોળકી સક્રિય બની હતી. રાતના સમયે સીસીટીવી ના હોય તેવી જગ્યાએ પાર્ક કરેલી ઇકો કારના સાયલેન્સર  ચોરી કરવામાં આવતા હતા. આ  આરોપીઓ ત્રણ સ્ટેપમાં ચોરી કરતા હતા.

જેમાં  તેઓ સાયલેન્સર  ગેંગના સાત જેટલાં સભ્યો હતાં. જેથી બે સભ્યો સીસીટીવી નો હોય તેવી જગ્યાએ પાર્ક કરેલી ઇકો કાર પાર્ક કરેલી હોય તેની રેકી કરતા હતા. ત્યારબાદ બે સભ્યોની રેકી બાદ ઇકો કાર ની જગ્યા અન્ય ત્રણ સભ્યોને જણાવતા હતા. રાતના સમયે ત્રણ સભ્યો રેકી કરેલી ઇકો કારના સાયલેન્સર ની ચોરી કરતા હતા. આ ત્રણ સભ્યો કોઈ ગેરેજ કે અન્ય જગ્યાએ નોકરી કરેલા હતા કે જ્યાં તેણે સાયલેન્સર ખોલીને ફિટ કરતા શીખ્યું  હતું.સાયલેન્સર ચોરી થયા બાદ તેના વેચાણ માટે અન્ય બે સભ્યો કામ કરતા હતા. આ સભ્યો હાલ પોલીસ પકડ થી દુર છે. 

પોલીસેસાયલન્સર ચોર ગેંગ પાસેથી 13 જેટલા સાયલેન્સર , એક કટર અને એક બાઈક કબજે કર્યું છે. સાયલેન્સર ચોરી બાદ અંદાજે 8 થી 10 હજાર રૂપિયામાં તેને વેચવામાં આવતું હતું. મહત્વનું છે કે સાયલેન્સરની અંદર આવેલી માટીમાં ધાતુનું પ્રમાણ પણ હોય છે અને બજારમાં આ ધાતુની કિંમત ખૂબ ઊંચી હોય છે. જેથી ઇકોના નવા સાયલેન્સર પણ ખૂબ મોંઘા ભાવે મળે છે એટલે માટે ચોરી કરેલા સાયલેન્સર પણ 8 થી 10 હજારમાં વેચવામાં આવતા હતા. આ ઉપરાંત પોલીસે સાયલેન્સર  ચોર ગેંગના ઓનલાઇન ટ્રાંજેકશન પણ ચેક કરતા એક લાખ જેટલા રૂપિયા જમા થયા હોવાનું પણ સામે આવ્યું છે. જેના પરથી પોલીસને શંકા છે કે હજી વધુ સાયલેન્સર ની ચોરી કરવામાં આવી હોય શકે. પોલીસે સાયલેન્સર ચોર ગેંગના ઓનલાઇન ટ્રાંજેકશન પણ ચેક કરતા એક લાખ જેટલા રૂપિયા જમા થયા હોવાનું પણ સામે આવ્યું છે. જેના પરથી પોલીસને શંકા છે કે હજી વધુ સાયલેન્સરની ચોરી કરવામાં આવી હોય શકે. 
સાઈલેન્સર ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. શહેરના પૂર્વનાં રામોલ વિસ્તારમાં જ 12 જેટલી સાયલેન્સર  ચોરીનો ભેદ ઉકેલાયો છે અને એક અમરાઈવાડી વિસ્તારમાં થયેલી સાયલેન્સર ચોરીનો ભેદ ઉકેલાયો છે. ત્યારે હજી પણ નરોડા, રખિયાલ, નિકોલ, વાસણા સહિત અનેક પોલીસ મથકમાં આ પ્રકારની જ સાયલેન્સર  ચોરીની ફરિયાદ નોંધાઇ છે. જેના આ આરોપીઓની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે તેમજ અન્ય બે ફરાર આરોપીઓને શોધવા અલગ અલગ ટિમો બનાવી શોધખોળ હાથ ધરી છે.
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
By Hardik Shah
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
By Hardik Shah
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
By VIMAL PRAJAPATI
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
By Vipul Pandya
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
By Hiren Dave
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
By Vipul Sen
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ? COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો ‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક