Download Apps
Home » ઓસ્ટ્રેલિયાના PM ની સુરક્ષામાં ભારે ચુક, રનવે પર અચાનક ઘૂસી આવ્યું રખડતું શ્વાન

ઓસ્ટ્રેલિયાના PM ની સુરક્ષામાં ભારે ચુક, રનવે પર અચાનક ઘૂસી આવ્યું રખડતું શ્વાન

રખડતા શ્વાનથી સામાન્ય નાગરિકો પરેસાન છે પણ હવે તેનાથી અમદાવાદ એરપોર્ટ તંત્ર પણ પરેસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, જે સમયે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદથી ઓસ્ટ્રેલિયા પરત થવાના હતા તે પહેલા એરપોર્ટ પર એક શ્વાને એરપોર્ટ ઓથોરિટીની નાકમાં દમ કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનો અમદાવાદમાંથી પરત જવાના બિલકૂલ પહેલા રખડતું શ્વાન એરપોર્ટના રનવે પર દોડી આવ્યું હતું. જેણે એરપોર્ટ ઓથોરિટીને ખૂબ જ દોડાવી હતી. 
અમદાવાદ એરપોર્ટ પર હવે શ્વાનના આટાફેરા
ભારત-ઓસ્ટ્રેલિયા બંને દેશના PM ના આગમનને લઇ ચુસ્ત સુરક્ષા બંધોબસ્ત વચ્ચે સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાના PM ઓસ્ટ્રેલિયા પરત ફરવાના હતા તેના કલાક પહેલા જ રનવે પર કૂતરું દોડતું જોવા મળ્યું હતું. અમદાવાદ એરપોર્ટની સુરક્ષામાં પોલંપોલ સામે આવી. એક વિમાન સાથે કૂતરૂં અથડાતા રહી ગયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ગુરુવારે ઓસ્ટ્રેલિયાના PM જ્યારે ઓસ્ટ્રેલિયા પરત ફરવાના હતા તેના થોડાક સમય પહેલા જ એરપોર્ટ રન વે પર એક શ્વાન ધસી આવતા રીતસરની દોડાદોડ થઈ ગઈ હતી. એરપોર્ટ CCTV માં કૂતરું જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું વિમાન પાર્ક થયેલું હતું તે ગુજ સેલ તરફથી રનવે પર આવી પહોંચ્યું હતું અને તે CCTV માં નજરે ચડતા તેને પકડવા માટે ચાર ઝીપો દોડાવવામાં આવી હતી.
સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ
અમદાવાદ એરપોર્ટની જાળવણીમાં અવાર-નવાર ચૂક સામે આવે છે અને  ભારત-ઓસ્ટ્રેલિયા બંને દેશના PM ના આગમનને લઇ એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેવા સમયે જ કુતરુ એરપોર્ટ રન વે પર દોડતું જોવા મળ્યું જેને લઇને સિક્યુરિટી સામે અનેક સવાલો ઊભા થયા છે. ઘટનાક્રમ એવો છે કે, ઓસ્ટ્રેલિયાના PM ગુરૂવારે સવારે 11 વાગે રવાના થાય તે પહેલા સવારે એરપોર્ટના રેમ્પ પર એક કૂતરૂં ઘુસી જતા એરપોર્ટ પર ટેકઓફ માટે જઇ રહેલા વિમાનને ‘ડોગ હીટ’ થતા રહી ગયું હતું. આ કૂતરાંને ભગાડવા એરપોર્ટી ફોલો-મીની ચાર ઝીપો 30 મિનિટ સુધી દોડાવાઇ હતી.  જો કદાચ વિમાનને કૂતરૂં ટકરાઇ જાત તો અકસ્માત થવાનો પણ ભય હતો પણ ગંભીર ઘટના બનતા અટકી  હતી. આ ઘટનાને લઇ અન્ય સુરક્ષા એજન્સીઓ પણ દોડતી થઇ હતી. એરપોર્ટ પર કુતરાના આતંકને લઈને ડોમેસ્ટિકની બે મુંબઈ એક દિલ્હી અને એક બેંગલુરુ સહિત ચાર ફ્લાઇટો  20થી 30 મિનિટ મોડી પડી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 
ગંભીર બેદરકારી
ગુજસેલ તરફ પાર્ક થેયલા PMના વિમાન પાસે દોડતું હતુ ત્યાંથી આ કૂંતરૂ ડોમેસ્કિટ એરપોર્ટની સામે પાર્ક થયેલા વિમાન પાસે આવ્યું હતુ. ત્યાંથી કાર્ગો તરફથી પાછું રિર્ટન ગુજસેલ બાજુ આવી એટીસી ગેટ તરફ ગયું હતું, પણ કૂંતરુ રન-વે પર પહોંચી ન જાય માટે કાર્ગો તરફ કૂતરાને પકડવા સિક્યુરિટી સાથે ચાર જીપો દોડાવવામાં આવી હતી અને પછી કૂતરાને એરપોર્ટના કાર્ગો દરવાજા તરફથી બહાર કાઢવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ એનિમલ પકડવા માટે એરપોર્ટ પર ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે તેમ છતાં આ રીતે એરપોર્ટના હૃદય સમા રનવે પર કૂતરું ઘૂસી ગયું તે સિક્યુરિટીની ગંભીર બેદરકારી માનવામાં આવી રહી છે. જોકે સદનસીબે મોટી જાનહાની ટળી છે તેના કારણે કેટલીક ફ્લાઈટો મોડી પણ પડી છે. પરંતુ અવારનવાર આ પ્રમાણે એરપોર્ટમાં ઘટતી ઘટનાઓ ચિંતાનો વિષય બની છે.
PM મોદી અને PM એન્થોની વચ્ચે જોવા મળ્યું ખૂબ જ સારું બોન્ડિંગ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી અને અંતિમ મેચ રમાઈ રહી છે. વળી ભારત અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટને 75 વર્ષ થઇ રહ્યા છે. જેને લઇને સ્ટેડિયમમાં ઉજવણી પણ કરવામાં આવી. આ ક્ષણને વધુ ખાસ ભારતના વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે બનાવી હતી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન 4 દિવસની ભારત મુલાકાતે આવ્યા હતા. હોળી નિમિત્તે પહોંચેલા એન્થોનીએ ગુજરાતમાં જોરશોરથી હોળી રમી હતી અને ગુરુવારે તેઓ PM નરેન્દ્ર મોદી સાથે અમદાવાદ પહોંચ્યા. આ દરમિયાન બંનેનું ખૂબ જ સારું બોન્ડિંગ જોવા મળ્યું હતું. આટલું જ નહીં, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એક બિઝનેસ ડેલિગેશનને પણ સાથે લાવ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિસે થોડીવાર મેચ નિહાળી હતી. આ દરમિયાન તેમણે એકબીજા સાથે ચાની ચુસ્કીની પણ મજા માણી હતી. વળી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આ દરમિયાન PM મોદી સાથે સેલ્ફી લીધી હતી. જેના ફોટા વાયરલ થઇ રહ્યા છે.


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
By Hardik Shah
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
By Hardik Shah
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
By VIMAL PRAJAPATI
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
By Vipul Pandya
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
By Hiren Dave
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
By Vipul Sen
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ? COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો ‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક