Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Share Market : ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી, સેન્સેક્સ 74000 ને પાર

Share Market : આજે 1 એપ્રિલે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે શેરબજારમાં જોરદાર શરૂઆત થઈ હતી. શેરબજાર (Share Market) ખુલતાની સાથે જ 74,101ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. બજાર ખુલ્યાની 20 મિનિટની અંદર સેન્સેક્સ (Sensex)અને નિફ્ટીએ (Nifty)નવો રેકોર્ડ બનાવ્યો છે...
share market   ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી  સેન્સેક્સ 74000 ને પાર
Advertisement

Share Market : આજે 1 એપ્રિલે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે શેરબજારમાં જોરદાર શરૂઆત થઈ હતી. શેરબજાર (Share Market) ખુલતાની સાથે જ 74,101ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. બજાર ખુલ્યાની 20 મિનિટની અંદર સેન્સેક્સ (Sensex)અને નિફ્ટીએ (Nifty)નવો રેકોર્ડ બનાવ્યો છે અને આ બંને સૂચકાંકો સર્વકાલીન ઊંચાઈ પર પહોંચી ગયા છે.

Advertisement

સેન્સેક્સ અને નિફ્ટીએ ઐતિહાસિક ટોચને સ્પર્શી હતી

આજે શેરબજાર (Share Market) માટે નવા નાણાકીય વર્ષની શુભ શરૂઆત થઈ છે અને બજાર ખુલ્યા બાદ તરત જ સેન્સેક્સ અને નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ લેવલને વટાવીને નવી ઐતિહાસિક સપાટી બનાવી છે. NSE નો નિફ્ટી 22,529.95 ની નવી રેકોર્ડ ઉંચી સપાટીએ અને BSE નો સેન્સેક્સ 74,254.62 ની નવી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. આ બંને સૂચકાંકો હવે તેમના સંબંધિત ઓલ-ટાઇમ હાઈ ઝોનની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે.

Advertisement

સેન્સેક્સે 74,200ની ઊંચી સપાટી બનાવી છે

BSE સેન્સેક્સ આજે 74,208ની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે અને તેમાં 557 પોઈન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 2 જ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 28 શેરો ઉછાળા સાથે લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સના ટોપ ગેનર્સમાં JSW સ્ટીલ 2 ટકા અને ટાટા સ્ટીલ 1.70 ટકા વધીને ટ્રેડ કરી રહ્યાં છે. કોટક બેન્ક 1.55 ટકા અને HDFC બેન્ક 1.25 ટકા ઉપર છે. બજાજ ફિનસર્વ 1.15 ટકા અને એશિયન પેઇન્ટ્સ 1.11 ટકા ઉપર છે.

નિફ્ટી શેરની સ્થિતિ જાણો

BSE સેન્સેક્સ આજે તેની રેકોર્ડ ઊંચાઈને સ્પર્શ્યો એટલું જ નહીં, NSE નિફ્ટી પણ તેના સર્વોચ્ચ સ્તરે સ્વિંગ કરી રહ્યો છે. તેના 50 શેરોમાંથી 48 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 2 શેર જ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ટોપ ગેઇનર્સમાં JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, શ્રી રામ ફાઇનાન્સ, એપોલો હોસ્પિટલ્સ અને L&Tના શેરનો સમાવેશ થાય છે.

નિફ્ટીના ઘટતા શેરની સ્થિતિ

નિફ્ટીના બે ઘટી રહેલા શેરોમાં ભારતી એરટેલ અને બજાજ ઓટો જ એવા છે જે નબળાઈના રેડ ઝોનમાં છે. ભારતી એરટેલ 0.44 ટકા અને બજાજ ઓટો 0.15 ટકા ઘટ્યા હતા.

આ  પણ  વાંચો - Share Market Close : ભારતીય શેરબજારમાં તેજી,નિફ્ટી 22100 ને પાર

આ  પણ  વાંચો - Stock Market : શેરબજારમાં મોટો કડાકો,સેન્સેક્સ 736 પોઈન્ટ તૂટયો

આ  પણ  વાંચો - Stock Market Crash : સ્મોલકેપ-મિડકેપ શેરમાં રોકાણકારોના આટલા કરોડ ધોવાયા

Tags :
Advertisement

.

×