Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Share Market : નવરાત્રિના પહેલા દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળો,સેન્સેક્સ 75000 ને પાર

Share Market : આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને પહેલા જ દિવસે શેરબજારે (Share Market)તેનું સ્વાગત કરીને નવો રેકોર્ડ સર્જ્યો છે. મંગળવારે શેરબજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના સેન્સેક્સે (Sensex)જોરદાર ઉછાળો નોંધાવ્યો અને પ્રથમ વખત 75,000ના...
share market   નવરાત્રિના પહેલા દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળો સેન્સેક્સ 75000 ને પાર
Advertisement

Share Market : આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને પહેલા જ દિવસે શેરબજારે (Share Market)તેનું સ્વાગત કરીને નવો રેકોર્ડ સર્જ્યો છે. મંગળવારે શેરબજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના સેન્સેક્સે (Sensex)જોરદાર ઉછાળો નોંધાવ્યો અને પ્રથમ વખત 75,000ના આંકને પાર કર્યો. સેન્સેક્સની સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી ઈન્ડેક્સ પણ રોકેટની ઝડપે દોડ્યો હતો અને 22,700ની નવી ટોચે પહોંચ્યો હતો.

Advertisement

સેન્સેક્સ ખુલતાની સાથે જોરદાર ઉછાળો

મંગળવારે શાનદાર વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં (Stock Market)મજબૂત ગતિ સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું. બીએસઈ સેન્સેક્સે સવારે 9.15 વાગ્યે પ્રથમ વખત 75000નો આંકડો પાર કર્યો અને 75,124.28 પર ખુલ્યો અને આ તેનું સર્વકાલીન ઉચ્ચ સ્તર છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE સેન્સેક્સ 74,742.50 ના સ્તર પર બંધ થયો હતો. NSE નિફ્ટી પણ સેન્સેક્સની હિલચાલ સાથે મેળ ખાતી હોય તેવું લાગી રહ્યું હતું અને બજાર ખૂલતાંની સાથે જ નવી ટોચે પહોંચ્યું હતું. નિફ્ટીએ 22,765.10 ના રેકોર્ડ સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું, NSE નો આ ઇન્ડેક્સ પાછલા ટ્રેડિંગ દિવસે 22,666.30 ના સ્તર પર બંધ થયો હતો.

Advertisement

નિફ્ટીનો ઓલ ટાઈમ હાઈ

BSE સેન્સેક્સ 381.78 પોઈન્ટ અથવા 0.51 ટકાના વધારા સાથે 75,124.28 પર ખુલ્યો હતો અને પ્રથમ વખત 75,000ને પાર કરી ગયો હતો. NSEનો નિફ્ટી 98.80 પોઈન્ટ અથવા 0.44 ટકાના વધારા સાથે 22,765.10ના સ્તર પર ખુલ્યો અને આ નિફ્ટીનો ઓલ ટાઈમ હાઈ છે.

આટલા શેર ગ્રીન નિશાન પર ખૂલ્યા

શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત સાથે, જ્યારે 1,662 શેર્સમાં વધારો જોવા મળ્યો હતો, ત્યાં 584 શેર્સ એવા હતા જે ઘટાડા સાથે શરૂ થયા હતા અને રેડ નિશાનમાં ખુલ્યા હતા. 97 શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જો આપણે સેન્સેક્સ વિશે વાત કરીએ તો 15 મિનિટના ટ્રેડિંગ પછી, આ ઇન્ડેક્સ તેના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો અને 281.85 પોઇન્ટ અથવા 0.38 ટકાના વધારા સાથે 75,024.35ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો

સેન્સેક્સ અને નિફ્ટી શેરની સ્થિતિ

સેન્સેક્સ માર્કેટ ખુલતાની સાથે જ તે 75 હજારને પાર કરી ગયો હતો પરંતુ 15 મિનિટ પછી BSE સેન્સેક્સના 30માંથી 16 શેર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 14 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. NSE નિફ્ટીના 50 શેરોમાંથી 28 શેરોમાં તેજી જોવા મળી રહી છે જ્યારે 22 શેરો ઘટાડા પર છે.

આ  પણ  વાંચો- RBI MPC : RBI એ ફરી વખત લોનધારકોને કર્યા નિરાશ, Repo Rate માં કોઈ ઘટાડો નહીં…

આ  પણ  વાંચો- Edible Oil Prices : ચૂંટણી માહોલ વચ્ચે ગૃહિણીઓ માટે માઠા સમાચાર! ખાદ્ય તેલના ભાવમાં થયો આટલો વધારો

આ  પણ  વાંચો- SHARE MARKET : શેરબજારમાં ઔતિહાસિક તેજી, સેન્સેક્સ-નિફ્ટીએ નવા રેકોર્ડ પર ખુલ્યું

Tags :
Advertisement

.

×