Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Elvish Yadav News Update: એલ્વિશ યાદવને મળ્યા જામીન, 5 દિવસ પછી લકસર જેલમાંથી બહાર આવશે

Elvish Yadav News Update: પ્રખ્યાત YouTuber અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ (Elvish Yadav) ની સાપ અને સાપના ઝેરની ખરીદી અને વેચાણ કેસમાં Noidaમાંથી NDPS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ એલ્વિશ યાદવની મુશ્કેલીમાં ઘટાડો થયો છે....
elvish yadav news update  એલ્વિશ યાદવને મળ્યા જામીન  5 દિવસ પછી લકસર જેલમાંથી બહાર આવશે
Advertisement

Elvish Yadav News Update: પ્રખ્યાત YouTuber અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ (Elvish Yadav) ની સાપ અને સાપના ઝેરની ખરીદી અને વેચાણ કેસમાં Noidaમાંથી NDPS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ એલ્વિશ યાદવની મુશ્કેલીમાં ઘટાડો થયો છે.

5 દિવસ વિતાવ્યા બાદ હવે તે ઘરે પરત ફરશે

આજરોજ એલ્વિશ યાદવ (Elvish Yadav) ને 50-50 હજાર રૂપિયાના જામીન બોન્ડ પર કોર્ટમાંથી જામીન મળ્યા છે. લકસર જેલમાં 5 દિવસ વિતાવ્યા બાદ હવે તે ઘરે પરત ફરશે. જે મામલે એલ્વિશ યાદવ (Elvish Yadav) ના વકીલ પ્રશાંત રાઠીએ મીડિયાને જણાવ્યું કે તેમણે કોર્ટને જણાવ્યું કે, એલ્વિશને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તેની પાસેથી NDPS Act હેઠળની કોઈ સામગ્રી મળી આવી નથી. તે કેસમાં વધુ એક આરોપી રાહુલને પહેલા જ જામીન મળી ચૂક્યા છે.

Advertisement

Advertisement

એલ્વિશ પર ડ્રગ્સને ફાઇનાન્સ કરવાનો પણ આરોપ છે

એલ્વિશ (Elvish Yadav) ની નોઈડા પોલીસે (Noida Police) 17 માર્ચે ધરપકડ કરી હતી. તેની પર આરોપ છે કે YouTuber એલ્વિશ યાદવે (Elvish Yadav) રેવ પાર્ટીઓમાં સાપ અને તેનું ઝેર સપ્લાય કરે છે. તે ઉપરાંત એલ્વિશ પર Drugsને ફાઇનાન્સ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. નોઈડા પોલીસે (Noida Police) એલ્વિશની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. આદેશ મુજબ તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. એવા અહેવાલો છે કે પોલીસ પૂછપરછ દરમિયાન એલ્વિશે (Elvish Yadav) કબૂલ્યું હતું કે તે સાપનું ઝેર સપ્લાય કરતો હતો.

શું છે સમગ્ર મામલો?

બિગ બોસ OTT 2 જીત્યા બાદ એલ્વિશ દેશની જનતા સાથે મીડિયામાં પણ છવાયો હતો. પરંતુ 2 નવેમ્બર, 2023 ના રોજ, નોઈડા પોલીસે સેક્ટર 51 ના સેવરોન બેન્ક્વેટ હોલમાંથી 5 લોકોની ધરપકડ કરી હતી. અહીંથી 9 સાપ મળી આવ્યા હતા. જેમાં 5 કોબ્રા, 1 અજગર, બે માથાવાળા સાપ અને એક લાલ સાપનો સમાવેશ થાય છે. તે ઉપરાંત પાર્ટીમાં સાપના ઝેરનો વ્યવહાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે NGO PFAના કલ્યાણ અધિકારી ગૌરવ ગુપ્તાએ એલ્વિશ વિરુદ્ધ નોઈડા પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો: Congress Tax Case : દિલ્હી હાઈકોર્ટથી કોંગ્રેસને મોટો ફટકો, Tax Reassessment કેસમાં પિટિશન ફગાવી…

આ પણ વાંચો: PM Modi In Bhutan : ભારતથી ભૂતાન જશે રેલ, PM મોદીની મુલાકાત દરમિયાન અનેક મહત્વના કરારો થયા…

આ પણ વાંચો: Smriti Irani : કેજરીવાલ પર સ્મૃતિ ઈરાનીનો પ્રહાર, કહ્યું- કોર્ટમાં રજૂ કરાયેલા કેટલાક તથ્યો હ્રદયસ્પર્શી છે…

Tags :
Advertisement

.

×