Download Apps
Home » Gujarat Police : પોણા પાંચ વર્ષમાં જ કયા IPS ખાતામાં પરત ફર્યા ?

Gujarat Police : પોણા પાંચ વર્ષમાં જ કયા IPS ખાતામાં પરત ફર્યા ?

Gujarat Police : છેલ્લાં કેટલાંક દાયકામાં IPS સહિતના અનેક પોલીસ અધિકારી-કર્મચારીઓ જુદાજુદા કેસમાં મહિનાઓ-વર્ષોનો જેલવાસ અને વનવાસ ભોગવી ચૂક્યાં છે. કેટલાંક વર્તમાન અને નિવૃત્ત IPS સહિતના અધિકારી-કર્મચારીઓને અદાલતમાંથી રાહત પણ મળી ચૂકી છે. જ્યારે કેટલાંક પોલીસ અધિકારીઓ આજે પણ તેમના કારનામાઓને લઈને અદાલતમાં કાનૂની કાર્યવાહી (Legal Action) નો સામનો કરી રહ્યાં છે. વાત છે આવા જ એક IPS અધિકારીની કે જેમણે એપ્રિલ-2018થી લઈને ફેબ્રુઆરી-2023 સુધીમાં આઠેક મહિનાનો જેલવાસ અને પોણા પાંચ વર્ષનો વનવાસ ભોગવ્યો છે. Gujarat Police માં પરત ફરેલા આ IPS અધિકારીને ગૃહ વિભાગ (Home Department Gujarat) ક્યાં નિમણૂંક આપે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

IPS ને કેમ જવું પડ્યું હતું જેલમાં ?વર્ષ 2018માં સર્જાયેલો બીટકોઇનકાંડ (Bitcoin Extortion) ગુજરાત સહિત દેશભરના સમાચાર માધ્યમોમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. બીટકોઇનકાંડના કારણે ગુજરાત પોલીસ (Gujarat Police) અને રાજ્ય સરકાર (Government of Gujarat) ની આબરૂ દાવ પર લાગી ગઈ હતી. તત્કાલિન અમરેલી જિલ્લા પોલીસ વડા (Amreli SP) જગદીશ પટેલ (J A Patel IPS), અમરેલી LCB પીઆઈ અનંત પટેલ (PI Anant Patel), CBI ઈન્સ્પેક્ટર સુનિલ નાયર (Sunil Nair) કિરીટ પાલડીયા (Kirit Paladiya), વકીલ કેતન પટેલ (Advocate Ketan Patel),  પોલીસ કર્મચારીઓ તેમજ પૂર્વ BJP MLA નલિન કોટડીયા (Nalin Kotadiya) સહિત 15 જણાની ધરપકડ થઈ હતી. IPS જગદીશ પટેલ પર આરોપ હોત કે, શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને કરોડો રૂપિયાના બીટકોઈનની લૂંટ (Bitcoin Robbery) ચલાવાઈ હતી.CBI ઈન્સ્પેક્ટરની શું હતી ભૂમિકા ?Bitcoin Extortion કેસમાં Gujarat Police ના અધિકારીઓ સાથે સીબીઆઈ ઈન્સ્પેક્ટર સુનિલ નાયર પણ સામેલ હતી. શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને ગાંધીનગર લવાયા બાદ બીટકોઈનની લૂંટમાં સીબીઆઈ ઈન્સ્પેક્ટરે પણ ભૂમિકા ભજવી હતી. આ મામલે  CBI ની એન્ટી કરપ્શન બ્રાંચે (Anti Corruption Branch) એ શિલોંગ (Shillong) ખાતે ફરજ બજાવતા ઈન્સ્પેક્ટર સુનિલ નાયર સામે 17 મહિના બાદ ગુનો નોંધ્યો હતો. નાયર પર આરોપ છે કે, શૈલેષ ભટ્ટે એક મોટા વેપારી પાસેથી કરોડો રૂપિયાના Bitcoin પડાવી લીધા છે અને તેના વિરૂદ્ધ Central Bureau of Investigation ની તપાસ ચાલી રહી છે અને તે પતાવી હોય તેમજ ED IT થી બચવું હોય તો 10 કરોડ આપવા પડશે. 10 કરોડની કથિત લાંચના કેસમાં 4.60 કરોડમાં પતાવટ થઈ હોવાની વાત સામે આવી હતી. આ મામલામાં સમરી રિપોર્ટ ભરાયો હોવાની એક ચર્ચા સામે આવી છે.

IPS ના લાંબા વનવાસનું કારણ ?અમરેલીના તત્કાલિન SP જગદીશ પટેલ (Jagdish Patel IPS) સહિતના શખ્સો સામે તપાસ ચલાવી રહેલી સીઆઈડી ક્રાઈમે (CID Crime) વર્ષ 2018ની 23 એપ્રિલના રોજ અટકાયત કરી હતી. ધરપકડ, રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયેલા જગદીશ પટેલ 8 મહિનાનો જેલવાસ ભોગવી જામીન પર મુક્ત થયા હતા. તારીખ 3 મે 2018ના રોજ ગૃહ વિભાગે (Home Department)  જગદીશ એ. પટેલને સસ્પેન્ડ કર્યાની પત્ર લખી જાણ કરી હતી. સાથે સાથે સૂચના આપી હતી કે, J A Patel IPS ને જામીન પછી નિમણૂંક આપવી નહીં.સરકાર ક્યાં કરશે નિમણૂંક ?Gujarat Police ના ઈતિહાસમાં અનેક IPS સહિતના પોલીસ અધિકારી-કર્મચારીઓ અલગ અલગ કેસમાં જેલવાસ અને લાંબો વનવાસ ભોગવી ચૂક્યા છે. કેટલાંક IPS અને GPS અધિકારી ડીસમીસ પણ થઈ ચૂક્યા છે. 21મી સદીની શરૂઆતના વર્ષોમાં ઈશરત જહાં, સોહરાબુદ્દીન શેખ – તુલસી પ્રજાપતિ સહિતના અન્ય શખ્સોના કથિત એન્કાઉન્ટર થયા હતા. જુદાજુદા કેસોમાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ પૈકી કોઈ અડધો દાયકો તો કોઈએ એકાદ દાયકાનો જેલવાસ ભોગવ્યો અને  સન્માનપૂર્વક Gujarat Police બેડામાં પરત ફર્યા. જો કે, આ કેસ અલગ છે. બીટકોઇનકાંડના કારણે એક તબક્કે ગુજરાત સરકાર અને Gujarat Police ની છબીને ભારે નુકસાન થયું હતું. હાલ ગાંધીનગર પોલીસ ભવન (Police Bhavan) માં એક જ ચર્ચા છે કે, બીટકોઇનકાંડવાળા જગદીશભાઈને સરકાર મેદાનમાં ઉતારશે કે કોરાણે બેસાડશે ?

 

આ  પણ  વાંચો  – Gujarat Police : IPS અધિકારીઓની બઢતી-બદલીનું કોકડું ક્યાં ગુચવાયું ? જાણો

 

તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
By Hardik Shah
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
By Hardik Shah
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
By VIMAL PRAJAPATI
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
By Vipul Pandya
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
By Hiren Dave
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
By Vipul Sen
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ? COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો ‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક