Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat BJP Program: 7 મે પહેલા સુરતમાં 200 લોકોએ કેસરિયો ધારણ કર્યો, C R Patil એ કહ્યું....

Surat BJP Program: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈ દેશમાં ખૂણે-ખૂણે રાજનૈતિક વાતાવરણ ફેલાઈ ગયું છે. લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં જીત હાંસલ કરવા માટે વિવિધ પાર્ટીઓ મતદાતોઓને રિઝવવા માટે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. તે...
surat bjp program  7 મે પહેલા સુરતમાં 200 લોકોએ કેસરિયો ધારણ કર્યો  c r patil એ કહ્યું

Surat BJP Program: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈ દેશમાં ખૂણે-ખૂણે રાજનૈતિક વાતાવરણ ફેલાઈ ગયું છે. લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં જીત હાંસલ કરવા માટે વિવિધ પાર્ટીઓ મતદાતોઓને રિઝવવા માટે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. તે ઉપરાંત જનસભાનું આયોજન કરીને લોકો સાથે રૂબરૂ સંવાદ કરીને તેમની પાર્ટીને વધુમાં વધુ મત આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ધારણ કર્યા ખેસ

  • ભાજપની જીતમાં સૌરાષ્ટ્રના લોકોનો મોટો ફાળો

  • જ્યારે પણ જરૂર હોય ત્યા ઉભા રહીશું

Surat BJP Program

ત્યારે સુરત શહેરના વરાછા સ્થિત માનગઢ ચોકમાં ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિશાળ જનમેદની ઉમટી હતી. તે ઉપરાંત આ કાર્યક્રમમાં અનેક લોકોએ કેસરિયો ધારણ કર્યો હતો. આ કાર્યક્રમની કમાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલે સંભાળી હતી. તે ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના વરદહસ્તે કેસરિયો ધારણ કર્યો હતો. આ કાર્યક્રમના માધ્યમથી સુરતમાં 200 થી વધારે લોકોએ કેસરિયો ધારણ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો: Gandhinagar : વડસર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો, BCCIના સેક્રેટરી રહ્યા ઉપસ્થિત

ભાજપની જીતમાં સૌરાષ્ટ્રના લોકોનો મોટો ફાળો

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને કેસરિયો પહેરાવ્યો હતો. તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જનસભાને સંબોધતા કહ્યું હતું કે, અલ્પેશ સાથે ઘણી વાર મળવાનું થયું હતું. વર્ષ 2022 ના ચૂંટણીમાં પણ મળવાનું થયું હતું.આજે આ દેશ સુવર્ણકાળમાંથી પસાર થઈ રહ્યો છે. આજે દેશમાં વિકસિત ભારતનો પાયો નખાયો છે. ગુજરાતમાં ભાજપને સૌથી આગળ લઈ જવામાં સૌરાષ્ટ્રના લોકોનો મોટો ફાળો રહ્યો છે.

Advertisement

Surat BJP Program

આ પણ વાંચો: Mehsana : કૈયલ ગામના મંદિરમાં લાગી ભીષણ આગ, તંત્ર કામે લાગ્યું

જ્યારે પણ જરૂર હોય ત્યા ઉભા રહીશું

તે ઉપરાંત અલ્પેશ કાથીરિયાએ સંબોધન આપતા કહ્યું હતું કે, અહીંનો ઇતિહાસ અનેરો છે. અહીંથી જ સમાજ હિતની લડાઈ લડવાનો અવસર મળ્યો હતો. તો ભાજપ પાર્ટીએ અમોને અવસર આપ્યો બદલ તે બદલ તેમનો આભાર માનું છું. પાર્ટી અને સમાજને ખાતરી આપું છે કે, જ્યારે પણ સમાજને જરૂર હોય ત્યા ઉભા રહીશું.

આ પણ વાંચો: Kshatriya Community Protest Update: કોંગ્રેસ નેતા મેવાણીએ રાજપૂતાણીઓને વિરોધનો નવો રસ્તો બતાવ્યો!

Tags :
Advertisement

.