Download Apps
Home » BJP leader Death : સુરતમાં સસ્પેન્ડેડ ASI એ છાતી અને પેટમાં મુક્કો મારતા BJP નેતાનું મોત!

BJP leader Death : સુરતમાં સસ્પેન્ડેડ ASI એ છાતી અને પેટમાં મુક્કો મારતા BJP નેતાનું મોત!

સુરતના (Surat) ઉના વિસ્તારમાં ભાજપના નેતા એવા સ્ક્રેપના વેપારીને સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ કોઈ બાબતે વિવાદ થતા મારામારી કરી હતી અને મુક્કો માર્યો હતો. આથી ભાજપ નેતા અને વેપારીનું મોત (BJP leader Death) નીપજ્યું હતું. આ ઘટનાના પગલે ભેસ્તાન પોલીસે (Bhestan Police) સસ્પેન્ડેડ ASI સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના ઉના (Una) વિસ્તારમાં સલીમભાઇ બાગડિયા સ્ક્રેપનો બિઝનેસ કરતા હતા અને સાથે તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) માં આગેવાન નેતા પણ હતા. સલીમભાઈના દીકરાના સાસુ વિશે સસ્પેન્ડેડે એએસઆઈ રોનક હિરાણી (suspended ASI Ronak Hirani) દ્વારા સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટ ડિલીટ કરવા માટે સલીમભાઈ રોનક હિરાણીને સમજાવવા ગયા હતા ત્યારે બંને વચ્ચે ઊગ્ર બોલાચાલી થઈ હતી અને વાત મારામારી સુધી પહોંચી હતી. દરમિયાન, સસ્પેન્ડેડે પોલીસકર્મી રોનક હિરાણીએ સલીમભાઈને છાતી અને પેટના ભાગે મુક્કા માર્યા હતા. આથી સલીમભાઈને કિડની અને લિવર પર ઈજા થતાં તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા અને તેમનું મોત (BJP leader Death) નીપજ્યું હતું.

અગાઉ દારૂની ખેપમાં સસ્પેન્ડ કરાયો હતો

આ ઘટના સામે આવતા ભેસ્તાન પોલીસે (Bhestan Police) સસ્પેન્ડેડ ASI રોનક હિરાણી સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ છે કે સસ્પેન્ડેડ ASI રોનક હિરાણી અગાઉ પણ વિવાદમાં રહ્યો છે. સાત મહિના પહેલા જ 31 જુલાઇ, 2023ના રોજ વાપી પોલીસે તેને દારૂની ખેપ મારતા ઝડપી પાડયો હતો. જે તે સમયે પાંડેસરા પોલીસ મથકમાં (Pandesara police station) ફરજ બજાવતા રોનક હિરાણીને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. હાલમાં પણ આરોપી સસ્પેન્શન હેઠળ છે.

 

આ પણ વાંચો – Nadabet ને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 100 નવી બસની ભેટ, અમદાવાદને ચોથી વંદે ભારત ટ્રેન મળશે

આ પણ વાંચો – Junagadh : ગેરકાયદે બાંધકામ પર ‘દાદા’નું બુલડોઝર ફર્યું! મોડી રાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણો દૂર કરાયાં

આ પણ વાંચો – PSI YP Hadiya Viral video : જૂનાગઢમાં PSI ભાન ભૂલ્યા! ભજનીક પર કર્યો રૂપિયાનો વરસાદ, અનેક તર્ક-વિતર્ક

 

દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ
દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ
By VIMAL PRAJAPATI
કોણ છે  મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો
કોણ છે મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો
By Hiren Dave
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ?
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ?
By Hardik Shah
IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ
IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે
ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે
By VIMAL PRAJAPATI
ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ
ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ
By VIMAL PRAJAPATI
બ્લેક ગાઉનમાં Tripti Dimriએ ઇન્સ્ટાગ્રામ પર મચાવ્યો કહેર
બ્લેક ગાઉનમાં Tripti Dimriએ ઇન્સ્ટાગ્રામ પર મચાવ્યો કહેર
By Hiren Dave
દિશા પટાની બીચ પર નેટ ડ્રેસમાં જોવા મળી, ફોટોઝ જોઇને તમે પણ કહેશો  ‘Water Baby’
દિશા પટાની બીચ પર નેટ ડ્રેસમાં જોવા મળી, ફોટોઝ જોઇને તમે પણ કહેશો ‘Water Baby’
By Dhruv Parmar
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ કોણ છે મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ? IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ બ્લેક ગાઉનમાં Tripti Dimriએ ઇન્સ્ટાગ્રામ પર મચાવ્યો કહેર દિશા પટાની બીચ પર નેટ ડ્રેસમાં જોવા મળી, ફોટોઝ જોઇને તમે પણ કહેશો ‘Water Baby’