Download Apps
Home » VADODARA : પાકિસ્તાનની ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો રમતા બે દબોચી લેવાયા

VADODARA : પાકિસ્તાનની ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો રમતા બે દબોચી લેવાયા

VADODARA CRIME BRANCH : વડોદરા (VADODARA) માં ઓનલાઇન પાકિસ્તાની ક્રિકેટ ટુર્મામેન્ટ PCL 20 – 20 પર અને કસીનોમાં ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સોની અટકાયત કરી છે. આઇડી લીંક પરથી તેઓ સટ્ટો રમી પૈસા લગાડતા હતા. ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમ પહોંચી ત્યારે બંને ચેટીંગ કરતા કરતા સટ્ટો રમતા હોવાનું મળી આવ્યું હતું. આખરે બંનેની અટકાયત કરીને કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચના જવાનોને જોતા જ બે યુવકો નાસવા જતા હતા

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (CRIME BRANCH )ની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ક્રિકેટ સટ્ટાને લઇને બાતમી મળીતા ટીમ ફતેપુરા ધુળધોયાવાડ નાકા પાસે જાહેરમાં બાકડા પર બેસીને મોબાઇલમાં ચેટ કરતા યુવકો સુધી પહોંચી હતી. ક્રાઇમ બ્રાન્ચના જવાનોને જોતા જ બે યુવકો નાસવા જતા હતા. પરંતુ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા. બંને યુવકો મો. અઝહર રફીક પઠાણ (રહે. ધૂળધોયાવાડ, ફતેપુરા) અને મુસ્તકીમ ઉર્ફે હેરી સલીમ જંત્રાલીયા (રહે. મહાત્મા ગાંધી હાઇટ્સ, અકોટા) ની તપાસ કરતા તેમની પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

DIMOND EXCH નામની આઇડી લિંક મેળવી

બંનેની કડકાઇ પુર્વક પુછપરછ કરવામાં આવતા તેમણે અનિશ ઉર્ફે ટોમ સૈયદ (રહે. ફતેપુરા પાંજરીગર મહોલ્લો) પાસેથી DIMOND EXCH નામની આઇડી લિંક મેળવી હતી. તેના આધારે બંને દ્વારા હાલમાં પાકિસ્તાનમાં રમાઇ રહેલી પીસીએલ – 20 – 20 ટુર્નામેન્ટની ક્રિકેટ મેચો તથા કસીનોમાં ઓનલાઇન સટ્ટો લગાડતા હોવાનું જણાવ્યું હતું.

મોબાઇલ અને રોકડા મળી આવ્યા

પોલીસે ઉપરોક્ત બંને યુવકો સામે કુંભારવાડા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે. સમગ્ર કાર્યવાહીમાં પોલીસે ત્રણ મોબાઇલ અને રોકડા રૂપિયા મળીને રૂ, 40 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

આરોપી મહંમદઅઝહર પઠાણ અગાઉ રાયોટીંગ – 2, ખુનની કોશિશ – 1, મારામારી – 3 મળી કુલ 6 ગુનાઓમાં પકડાયેલો છે. અને તેના ગુનાહિત ઇતિહાસને લઇ તે એક વખત પાસા હેઠળ જેલ પણ જઇ આવ્યો છે. મુસ્કતી ઉર્ફે હેરી સામે અગાઉ ક્રિકેટ સટ્ટાના જુગારનો ગુનો નોંધાઇ ચુક્યો છે.

આ પણ વાંચો — VADODARA : વિતેલા બે વર્ષમાં બેંકોમાંથી રૂ. 20 થી લઇ રૂ. 2000 સુધીની 1110 નકલી નોટો પકડાઇ

IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ
IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે
ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે
By VIMAL PRAJAPATI
ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ
ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ
By VIMAL PRAJAPATI
બ્લેક ગાઉનમાં Tripti Dimriએ ઇન્સ્ટાગ્રામ પર મચાવ્યો કહેર
બ્લેક ગાઉનમાં Tripti Dimriએ ઇન્સ્ટાગ્રામ પર મચાવ્યો કહેર
By Hiren Dave
દિશા પટાની બીચ પર નેટ ડ્રેસમાં જોવા મળી, ફોટોઝ જોઇને તમે પણ કહેશો  ‘Water Baby’
દિશા પટાની બીચ પર નેટ ડ્રેસમાં જોવા મળી, ફોટોઝ જોઇને તમે પણ કહેશો ‘Water Baby’
By Dhruv Parmar
આંતરડાને સાફ રાખવા માટે ખાઓ આ SUPER FOODS
આંતરડાને સાફ રાખવા માટે ખાઓ આ SUPER FOODS
By Harsh Bhatt
T20 ક્રિકેટમાં કે.એલ રાહુલના નામે નોંધાયો આ વિક્રમ, આવું કરનાર ફક્ત પાંચમો ભારતીય બન્યો
T20 ક્રિકેટમાં કે.એલ રાહુલના નામે નોંધાયો આ વિક્રમ, આવું કરનાર ફક્ત પાંચમો ભારતીય બન્યો
By Harsh Bhatt
IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા
IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા
By Hardik Shah
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ બ્લેક ગાઉનમાં Tripti Dimriએ ઇન્સ્ટાગ્રામ પર મચાવ્યો કહેર દિશા પટાની બીચ પર નેટ ડ્રેસમાં જોવા મળી, ફોટોઝ જોઇને તમે પણ કહેશો ‘Water Baby’ આંતરડાને સાફ રાખવા માટે ખાઓ આ SUPER FOODS T20 ક્રિકેટમાં કે.એલ રાહુલના નામે નોંધાયો આ વિક્રમ, આવું કરનાર ફક્ત પાંચમો ભારતીય બન્યો IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા