Download Apps
Home » VADODARA : દિકરાની સારવાર માટે વિધવા પુત્રવધુએ સસરા પાસે મદદ માંગતા કહ્યું “સહયોગ આપ”

VADODARA : દિકરાની સારવાર માટે વિધવા પુત્રવધુએ સસરા પાસે મદદ માંગતા કહ્યું “સહયોગ આપ”

VADODARA : વડોદરા (VADODARA) માં વિધવા પુત્રવધુને વારંવાર પરેશાન કરતા સસરા સામે આખરે અભયમ 181 (ABHAYAM 181) ની મદદ માંગવામાં આવી હતી. જે બાદ ટીમે સ્થળ પર પહોંચીને સસરાનું અસરકારક કાઉન્સિલીંગ કર્યું હતું. જે બાદ પણ કોઇ નક્કર બદલાવની આશા નહિ દેખાતા આખરે લંપટ સસરાને નજીકના પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

પુત્ર બિમાર પડતા પૈસાની જરૂર પડી

વડોદરામાં નવાપુરા વિસ્તારમાં રહેતી મહિલાની આપવિતી અનુસાર, તેના સસરા લાંબા સમયથી તેની સાથે જાતીય સતામણી કરે છે. તાજેતરમાં વિધવા મહિલાનો પુત્ર બિમાર પડતા તેને પૈસાની જરૂર પડે છે. જેથી મહિલા દિકરાની સારવાર માટે સસરા પાસે પૈસા માંગે છે. તેવામાં સસરાએ તેને પકડી લઇ કહ્યું કે, આપણે એકબીજાને સહયોગ આપીશું.

પતિનું યુવાનીમાં જ મૃત્યુ થયું

સસરાની હરકતોથી વાકેફ મહિલા તુરંત ના પાડી દે છે. અને આ અંગે મદદ માટે અભયમ 181 ની ટીમને રેસ્ક્યૂ કોલ કરે છે. તેવામાં અભયમની ટીમ સરનામે પહોંચે છે. અને વિગત મેળવતા જાણે છે કે, પતિનું યુવાનીમાં જ મૃત્યુ થયું છે. જે બાદ વિધવા મહિલા તેના દિકરા અને સાસુ-સસરા સાથે રહે છે. સસરાની દાનત શરૂઆતથી જ સારી ન હોવાનો મહિલાને અંદાજ છે. પોતાનું ધાર્યું કરાવવા માટે સસરા સતત મહિલા પર ધ્યાન રાખે છે. અને સમયમળે એકલતાનો લાભ લેવાની તક શોધતા રહે છે. આ વર્તન અંગેની જાણ સાસુને કરવા જતા તેમણે મહિલા તરીકે સાથ આપવાની જગ્યાએ તેઓ ભૂલો કાઢવામાં લાગી જાય છે.

અભદ્ર હરકતો શરમજનક

સ્થળ પર પહોંચેલી અભયમની ટીમે વૃદ્ધ સસરાનું અસરકારક કાઉન્સિલીંગ કરતા સમજાવ્યું કે, વિધવા પુત્રવધુને દિકરી સમાન ગણીને તેની જોડે તે રીતનું વર્તન કરવું જોઇએ. તેમની અભદ્ર હરકતો શરમજનક છે. જો કે, આટલેથી સમજી જવાની જગ્યાએ વૃદ્ધ સસરા પોતાના વર્તનને લઇને અડગ જણાતા આખરે તેઓને સ્થાનિક પોલીસ મથકમાં રજૂ કરવામાં આવ્યા છે. જે બાદ તેમની સામે વધુ કાર્યવાહી પોલીસ હાથ ધરી શકે છે. આમ, અભયમની ટીમ મહિલાને સમસ્યામાંથી છુટકારો ન અપાવી શકી, પરંતુ તેની સમસ્યાનું નિરાકરણ જ્યાંથી નિકળે ત્યાં સુધી પહોંચાડવાનું માધ્યન બની છે.

આ પણ વાંચો —VADODARA : MSU અને ઇન્ડસ્ટ્રીઝના ચર્ચાસત્રના અંતે વિદ્યાર્થીઓ માટે 275 કંપનીઓમાં ઓડિટનો માર્ગ ખુલ્યો

‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
By Vipul Sen
IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ
IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ
By Hiren Dave
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
By Aviraj Bagda
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
By Harsh Bhatt
હસવાનું છોડીને રોવાનું રાખો, આટલા છે રડવાના ફાયદા!
હસવાનું છોડીને રોવાનું રાખો, આટલા છે રડવાના ફાયદા!
By Aviraj Bagda
ઓનલાઇન ખરીદી કરતા પહેલા આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન
ઓનલાઇન ખરીદી કરતા પહેલા આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન
By VIMAL PRAJAPATI
દૂધ બની શકે છે ઝેર કરતાં પણ વધારે ઝેરી, આ વાતનું રાખો ખાસ ધ્યાન
દૂધ બની શકે છે ઝેર કરતાં પણ વધારે ઝેરી, આ વાતનું રાખો ખાસ ધ્યાન
By Harsh Bhatt
T20 વર્લ્ડ કપમાં આ ભારતીય ખેલાડી USA તરફથી રમશે
T20 વર્લ્ડ કપમાં આ ભારતીય ખેલાડી USA તરફથી રમશે
By Hardik Shah
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે હસવાનું છોડીને રોવાનું રાખો, આટલા છે રડવાના ફાયદા! ઓનલાઇન ખરીદી કરતા પહેલા આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન દૂધ બની શકે છે ઝેર કરતાં પણ વધારે ઝેરી, આ વાતનું રાખો ખાસ ધ્યાન T20 વર્લ્ડ કપમાં આ ભારતીય ખેલાડી USA તરફથી રમશે