Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Karnataka Suttur Math: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકમાં આવેલા સુત્તુરુ મઠના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત

Karnataka Suttur Math: Karnataka માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Central Home Minister Amit Shah) સુત્તુરુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં એક સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો. અમિત શાહે પીએમ મોદીના કર્યા વખાણ ગૃહમંત્રીએ સુતુરૂ મઠના સંતોની કરી પ્રશંસા...
karnataka suttur math  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકમાં આવેલા સુત્તુરુ મઠના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
Advertisement

Karnataka Suttur Math: Karnataka માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Central Home Minister Amit Shah) સુત્તુરુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં એક સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો.

  • અમિત શાહે પીએમ મોદીના કર્યા વખાણ
  • ગૃહમંત્રીએ સુતુરૂ મઠના સંતોની કરી પ્રશંસા
  • શિલ્પકાર અરુણ યોગીરાજનું સન્માન કરાયું

ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Central Home Minister Amit Shah) આ કાર્યક્રમમાં સંબોધન પણ આપ્યું હતું. આ સંબોધન દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે PM Narendra Modi ની પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે અયોધ્યા અને અન્ય તીર્થસ્થળોમાં રામ મંદિરનું ઉદાહરણ પણ આપ્યું હતું.

Advertisement

અમિત શાહે PM Modi ના કર્યા વખાણ

Advertisement

ગૃહમંત્રી અમિત શાહે દેશને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવા તેમજ યોગ, આયુર્વેદ અને ભારતીય ભાષાઓના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે PM Narendra Modi ની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, PM Modi એ વિશ્વ મંચ પર દેશના સાંસ્કૃતિક વારસાને સન્માન આપ્યું છે. તેમણે અમારા સાંસ્કૃતિક કેન્દ્રો જેમ કે અયોધ્યામાં રામ મંદિર, કાશીમાં કાશી વિશ્વનાથ કોરિડોર, ઉજ્જૈનમાં મહાકાલ લોક કોરિડોર અને કેદારનાથ અને બદ્રીનાથ ધામના પુનરુત્થાન માટે કામ કર્યું છે.

ગૃહમંત્રીએ સુતુરૂ મઠના સંતોની કરી પ્રશંસા

અમિત શાહે અયોધ્યામાં સુત્તુરુ મઠના શ્રી શિવરાત્રી દેશીકેન્દ્ર મહાસ્વામીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, 'હું મહાસ્વામીજીને કહેવા માંગુ છું કે દરેક બીજેપી કાર્યકર સમાજના કલ્યાણ માટે સુત્તુરુ મઠના યોગદાનનું હંમેશા સન્માન કરશે અને તેમને લોકોમાં લઈ જવાના તેમના પ્રયાસોને પણ સમર્થન આપશે.'

શિલ્પકાર અરુણ યોગીરાજનું સન્માન કરાયું

આ કાર્યક્રમમાં અયોધ્યામાં રામલલાની મૂર્તિ બનાવનાર મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં સુત્તુરુ મઠના જગદગુરુ શ્રી શિવરાત્રિ દેશીકેન્દ્ર મહાસ્વામીજી, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર અશોક અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બીવાય વિજેન્દ્ર હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: ‘હું આજીવન પ્રધાનમંત્રી સાથે ઊભો રહીંશ’, Acharya Pramod ક્રિષ્નમે કર્યું એલાન

Tags :
Advertisement

.

×