Download Apps
Home » Vadodara : દિવ્ય દરબારમાં બાબા અને ભક્ત વચ્ચે તડાફડીનો વીડિયો વાયરલ

Vadodara : દિવ્ય દરબારમાં બાબા અને ભક્ત વચ્ચે તડાફડીનો વીડિયો વાયરલ

Vadodara news : વડોદરા (Vadodara) માં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારમાં બબાલ થઇ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. આદર્શ કૃષ્ણ શાસ્ત્રી ચિઠ્ઠી એટલે કે પરચો કાઢીને લોકોની સમસ્યાનું સમાધાન કરવાનો દાવો કરે છે પણ એક ભક્તે દિવ્ય દરબારમાં આવીને આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજને ચેલેન્જ કરતાં મહારાજ તેના પ્રશ્નનો જવાબ આપી શક્યા ન હતા. Vadodara માં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોથી લોકોમાં કૂતુહલ જોવા મળી રહ્યું છે. જો કે ગુજરાત ફર્સ્ટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી કે તેને સમર્થન પણ આપતું નથી.

શ્રી સિદ્ધેશ્વરધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારનું વડોદરામાં આયોજન

વાત જાણે એમ છે કે મધ્યપ્રદેશના શ્રી સિદ્ધેશ્વરધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારનું વડોદરામાં આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે એવા ઘણા બાબા છે જે ચિઠ્ઠી એટલે કે પરચો કાઢીને લોકોની સમસ્યાનું સમાધાન કરે છે અને આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ પણ આ રીતે જ પરચો કાઢીને લોકોની સમસ્યાનું સમાધાન કરવાનો દાવો કરે છે.

એક ભક્તે આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજને પોતાનું નામ બતાવવા કહ્યું

પરચો કાઢી લોકોની સમસ્યાનું સમાધાન કરવાનો દાવો કરતા મધ્યપ્રદેશના શ્રી સિદ્ધેશ્વરધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારમાં એક ભક્તે આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજને પોતાનું નામ બતાવવાનો ચેલેન્જ ફેંકી હોબાળો કર્યો હતો. આ ભક્તે પોતાનું નામ અને તેમના પિતાનું નામ જણાવાનો આગ્રહ કર્યો હતો.

ભક્તે ચેલેન્જ આપી

જો કે ભક્તે ચેલેન્જ આપી હોવા છતાં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ ભક્ત અને તેના પિતાનું નામ જ બતાવી ન શક્યા હતા. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં જોવા મળે છે કે મહારાજ જ્યારે નામ ના બતાવી શક્યા ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.

વીડિયોમાં શું જોવા મળે છે

મહારાજ પોતાની ગાડીમાંથી ઉતરીને આ ભક્તને જવાબ આપવા આવ્યા હતા. વીડિયોમાં તે રહી રહ્યા છે કે સહુની આસ્થા બાલાજી સાથે જોડાયેલી છે. તેથી હું જવાબ આપવા ગાડીમાંથી ઉતરીને આવ્યો છું. આમની કોઇ ભુલ નથી. જેને ડાઉટ હોય તે બોલી શકે છે. હું બીજાનો પરચો બનાવીને તમને આપું છું. પણ ભક્તે કહ્યું કે મારે કોઇ બીજાનું જાણવું નથી. મારે મારું જ જાણવું છે. મહારાજ કહેતા સાંભળતા જોવા મળે છે કે ઘણા ઉપદ્રવ ફેલાવા આવે છે. કોઇ પણ વ્યક્તિ પુછશે તો હું જવાબ આપીશ. આ રીતે ઘણા આવી જાય છે પણ શું અમે જીંદગી પર પ્રમાણ આપતાં ફરીશું. ઘણા નાસ્તીકોને અમે પ્રમાણ આપેલા છે. તેના વીડિયો પણ છે. જો કે ભક્ત આગ્રહ કરતો રહે છે કે મારું નામ તો જણાવો. મહારાજ કહેતા સાંભળવા મળે છે કે હું તને તો જવાબ નહી આપું, તારો પરચો નહીં બતાવું…બીજાનો પરચો હું બનાવીશ. પણ ભક્ત સતત આગ્રહ કરે છેકે મારી બે પેઢીના નામ જણાવો.

બાબા અને ભકત વચ્ચે થયેલી તડાફડીનો વીડિયો વાયરલ

બાબા અને ભકત વચ્ચે થયેલી તડાફડીનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ થયો હતો. જો કે આ દિવ્ય દરબારમાં ભક્તોની ભારે પાંખી હાજરી જોવા મળી હતી. સુથારી કામ કરતાં ભક્ત અને આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ વચ્ચે 5 મિનીટ સુધી ઉગ્ર બોલાચાલી થઈ હતી. કાર્યક્રમનું આયોજન ભાજપના નેતા ડો હિતેન્દ્ર પટેલ, નિલેશકુમાર સોલંકી અને રવિકુમાર સોલંકીએ કર્યું હતું.

આ પણ વાંચો—SURAT NEWS : શું ખરેખર સુરતમાં હાર્ટ એટેકથી મોત થઇ રહ્યા છે ? વાંચો અહેવાલ

ઇનપુટ—અલ્પેશ સુથાર, વડોદરા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
By Hardik Shah
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
By Hardik Shah
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
By VIMAL PRAJAPATI
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
By Vipul Pandya
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
By Hiren Dave
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
By Vipul Sen
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ? COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો ‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક