Download Apps
Home » વૈશ્વિક કક્ષાની રમતોના રાજ્યમાં આયોજનથી નવાં સીમાચિહ્નો સર કરશે ગુજરાત-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

વૈશ્વિક કક્ષાની રમતોના રાજ્યમાં આયોજનથી નવાં સીમાચિહ્નો સર કરશે ગુજરાત-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતના  વિકાસના રોલ મોડલ તરીકેની ઓળખને સ્પોર્ટ્સ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાની રમતોના રાજ્યમાં આયોજનથી નવાં સીમાચિહ્નો સર કરાવવા આગામી યુથ ઓલમ્પિક ૨૦૨૯ અને ઓલમ્પિક ૨૦૩૬ના યજમાન બનવા ગુજરાતે અત્યારથી જ તૈયારીઓ આરંભીમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રમત-ગમત રાજ્યમંત્રીશ્રી અને રમત-ગમત અગ્ર સચિવશ્રી તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે તાજેતરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

ઔડા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ એન.જી.ઓ એ આ પ્રારંભિક તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેરની હદને અડીને આવેલા વિસ્તારોમાં કેટલાક પ્રોજેક્ટ્સ અમલી બનાવવાનું શરૂ કર્યું છે.

આ સંદર્ભમાં વિસ્તૃત વિવરણ બેઠકમાં આપવામાં આવ્યું હતું તથા અમદાવાદ મહાનગરની આસપાસના વિસ્તારોમાં આ બે વૈશ્વિક સ્તરના રમતોત્સવ માટે કયા પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ ઊભી થઈ શકે તથા એ માટે જુદા જુદા હિતધારકોનો સહયોગ અને સંકલન થઈ શકે તે માટે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઘનિષ્ઠ ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ-ઔડા દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં સુવિધાઓ ઉભી કરવાના આયોજન સાથોસાથ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસ.પી.રીંગરોડના બહારના વિસ્તારમાં પણ આવી વ્યાપક અંતરમાળખાકીય સુવિધા ઉભી કરવા અંગે પરામર્શ થયો હતો.

સરદાર પટેલ રિંગરોડની પશ્ચિમ તરફ ઔડાના ડી.પી.માં સૂચિત ૯૦ મીટર પહોળા રીંગરોડ તથા બોપલ-પલોડીયાના ૩૬ મીટર રોડની આસપાસના મણિપુર, ગોધાવી, ગરોડીયા વિસ્તારોમાં નોલેજ એન્ડ સ્પોર્ટ્સ કોરિડોર નિર્માણ કરવા બાબતે પણ આ બેઠકમાં વિચારણા થઈ હતી.

ઓલમ્પિક ૨૦૩૬ના આયોજન સંદર્ભે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો અને ઔડા દ્વારા ગોધાવી વિસ્તારમાં થોડા સમય પૂર્વે જમીન અંગે સર્વે કરવામાં આવ્યો હતો તેની જાણકારી મુખ્યમંત્રીશ્રીને આ બેઠક દરમિયાન આપવામાં આવી હતી.

ઓલમ્પિકના આયોજન માટે આ વિસ્તારમાં જમીનોના થયેલ સર્વેની સમીક્ષા કરવા અને સૂચિત સ્પોર્ટ્સ, સ્કિલ, નોલેજ ઝોન અમલી થાય તે માટેની જરૂરી કાર્યવાહી સત્વરે કરવા સૌ સંબંધીતોને જરૂરી દિશાનિર્દેશ આ બેઠકમાં આપવામાં આવ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારને સ્પોર્ટ્સ, સ્કિલ, એજ્યુકેશન માટેના ઝોન તરીકે વિકસિત કરવા માટે સર્વે, જમીન સંપાદન, પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપનાં વિકલ્પો વગેરેની સમીક્ષા કરીને તથા તમામ સંબંધિત સ્ટેક હોલ્ડર્સનો સમાવેશ કરીને આ દિશામાં આગળ વધવા તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ સત્વરે કેવી રીતે ઊભી થઈ શકે તે માટેનું સમયબદ્ધ આયોજન કરવાની વિચારણા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી.

એટલું જ નહીં, સુચિત સ્પોર્ટ્સ, સ્કિલ, નોલેજ ઝોનને કનેક્ટિવિટીના હેતુસર બી.આર.ટી.એસ અને મેટ્રો રેલ દ્વારા કેવી રીતે જોડી શકાય તે અંગે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અભ્યાસ કરવા માટેના જરૂરી નિર્દેશ આપ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા આ આંતર માળખાકીય સગવડો ઊભી કરવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના વિકલ્પો અંગે પણ આ બેઠકમાં વિચારણા થઈ હતી તથા અમદાવાદ શહેરની પશ્ચિમના આ સૂચિત વિસ્તારને સ્પોર્ટ્સ, સ્કિલ, નોલેજ/ઇન્સ્ટીટ્યુટ ઝોન અથવા સ્પેશિયલ ઝોન તરીકે જ વિકસિત કરવા માટે પણ જરૂરી વિચારણા મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આ બેઠકમાં કરવામાં આવી હતી.

ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ!
ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ!
By Harsh Bhatt
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
By Harsh Bhatt
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
By Hiren Dave
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
By Harsh Bhatt
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
By VIMAL PRAJAPATI
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
By VIMAL PRAJAPATI
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
By Harsh Bhatt
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
By Dhruv Parmar
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ! આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે! ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?