Download Apps
Home » માંડવીના પુનાગામે ગ્રામજનોમાં ભય ફેલાવનાર કદાવર દીપડો પાંજરે પુરાયો

માંડવીના પુનાગામે ગ્રામજનોમાં ભય ફેલાવનાર કદાવર દીપડો પાંજરે પુરાયો

અહેવાલઃ ઉદય જાદવ, સુરત 

સુરત જિલ્લાના માંડવીના પુના ગામે એક કદાવર દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા ઘણા સમયથી દીપડો ગામની સીમમાં આંટાફેરા મારતો હોવાથી સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી જેથી વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું જેમાં આજે એક કદાવર દીપડો પાંજરે પુરાયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર હજુ બે થી ત્રણ દીપડા છે જેથી વન વિભાગ બીજા પાંજરા ગોઠવી દીપડાને પકડે તેવી માંગ કરી છે.

સુરત તેમજ તાપી જિલ્લામાં અવાર નવાર દીપડા દેખાયા હોવાના અહેવાલો સામે આવતા હોય છે ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના પુના ગામની હદમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેર જોવા મળ્યા હતા. દીપડાને લઈને ગામજનોમાં ભયનો માહોલ હતો. દીપડો દેખાતા ગામજનોએ વન વિભાગને જાણ કરી હતી જેથી વન વિભાગની ટીમ એકશનમાં આવી દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતા જેમાં આજે વહેલી સવારે એક કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. વન વિભાગે ગોઠવેલા પાંજરામાં કદાવર દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતા ગામજનો દીપડાને જોવા પણ ઉમટી પડ્યા હતા. જો કે આખરે એક દીપડો પાંજરે પુરાઈ જતા ગામજનોએ રાહતનો દમ લીધો હતો.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે સાડા પાંચ વાગ્યાના અરસામાં એક દીપડો પાંજરે પુરાયો છે. હજુ અન્ય ૩ થી ૪ દીપડા હોવાની આશંકા છે જેથી વન વિભાગ બીજા પાંજરા પૂરી અન્ય દીપડાઓને પણ પાંજરે પૂરે તે જરૂરી છે. દીપડો રાતે આવીને પશુઓનો શિકાર કરે છે જેથી વન વિભાગને બીજા પાંજરા મુકીને પકડવા માટે વિનંતી કરી છે.

 

ચાણક્યનો એ ગુરૂમંત્ર જેણે ચાણક્યને જગવિખ્યાત કર્યો
ચાણક્યનો એ ગુરૂમંત્ર જેણે ચાણક્યને જગવિખ્યાત કર્યો
By Aviraj Bagda
IPL ના ઇતિહાસમાં સૌથી વધુ વખત ટ્રોફી જીતનારી ટીમની યાદી
IPL ના ઇતિહાસમાં સૌથી વધુ વખત ટ્રોફી જીતનારી ટીમની યાદી
By Hardik Shah
અનાનસ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક?
અનાનસ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક?
By VIMAL PRAJAPATI
બ્લેક બિકિનીમાં Manushi Chhillarએ બીચ પર લગાવી આગ
બ્લેક બિકિનીમાં Manushi Chhillarએ બીચ પર લગાવી આગ
By Hiren Dave
આ ઉનાળામાં SUNSCREEN ને ભૂલતા નહીં….
આ ઉનાળામાં SUNSCREEN ને ભૂલતા નહીં….
By Harsh Bhatt
IPL માં આ ટીમને મળી છે સૌથી વધુ Playoffs માં હાર, જુઓ યાદી
IPL માં આ ટીમને મળી છે સૌથી વધુ Playoffs માં હાર, જુઓ યાદી
By Hardik Shah
કોલ્ડડ્રિંકને છોડી આ ઉનાળામાં અપનાવો શેરડીનો રસ, થશે ધાર્યા કરતા વધારે ફાયદા
કોલ્ડડ્રિંકને છોડી આ ઉનાળામાં અપનાવો શેરડીનો રસ, થશે ધાર્યા કરતા વધારે ફાયદા
By Harsh Bhatt
ફ્રિજથી પણ ઠંડુ થઇ જશે માટલાનું પાણી, જાણો શું છે Trick?
ફ્રિજથી પણ ઠંડુ થઇ જશે માટલાનું પાણી, જાણો શું છે Trick?
By Hardik Shah
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ચાણક્યનો એ ગુરૂમંત્ર જેણે ચાણક્યને જગવિખ્યાત કર્યો IPL ના ઇતિહાસમાં સૌથી વધુ વખત ટ્રોફી જીતનારી ટીમની યાદી અનાનસ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક? બ્લેક બિકિનીમાં Manushi Chhillarએ બીચ પર લગાવી આગ આ ઉનાળામાં SUNSCREEN ને ભૂલતા નહીં…. IPL માં આ ટીમને મળી છે સૌથી વધુ Playoffs માં હાર, જુઓ યાદી કોલ્ડડ્રિંકને છોડી આ ઉનાળામાં અપનાવો શેરડીનો રસ, થશે ધાર્યા કરતા વધારે ફાયદા ફ્રિજથી પણ ઠંડુ થઇ જશે માટલાનું પાણી, જાણો શું છે Trick?