Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral Video : આ ભાઈને તો લાગી ગઈ લોટરી! હાથ લાગ્યો કરોડોને ખજાનો

Viral Video : દુનિયામાં અત્યારે દરેક વ્યક્તિને ઘનવાન થઈ જવું છે. ઓછા સમયમાં બધાને જલદી પૈસાદાર થઈ જવું છે. ઘણાં લોકો તેના માટે અથાગ મહેનત પણ કરી રહ્યાં છે. જેથી પોતાના લાઈફ સેટ કરવા માંગતા હોય છે. જ્યારે ઘણા એવા...
viral video   આ ભાઈને તો લાગી ગઈ લોટરી  હાથ લાગ્યો કરોડોને ખજાનો
Advertisement

Viral Video : દુનિયામાં અત્યારે દરેક વ્યક્તિને ઘનવાન થઈ જવું છે. ઓછા સમયમાં બધાને જલદી પૈસાદાર થઈ જવું છે. ઘણાં લોકો તેના માટે અથાગ મહેનત પણ કરી રહ્યાં છે. જેથી પોતાના લાઈફ સેટ કરવા માંગતા હોય છે. જ્યારે ઘણા એવા પણ લોકો છે, જેમને ભગવાન ભરોસે બેસીને ધનવાન બની જવું છે. તેઓ એવું વિચારીને બેઠા હોય છે કે, ક્યાક રસ્તે ચાલતે તેમને ખજાનો મળી જાય તેવી રાહ જોઈને બેઠા હોય છે. ઘણા લોકો તો ખજાનો શોધવા માટે મહેનત પણ કરતા હોય છે. અત્યારે પણ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બધાને બેઠા-બેઠા પૈસાદાર બની જવું છે

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ ખજાનાની શોધમાં ખનન કરી રહ્યો છે. એટલું જ નહીં તે જમીન ખોદતા ખોદતા કીચડ સુધી પહોંચી જાય છે. અહીં તેની કિસ્મત ચમકી જાય છે. કારણ કે,અચાનક તેને ત્યાં એક પછી એક ઘણા મોટા બોક્સ જોવા લાગે છે. તે માટી ખોદી એક બાદ એક બોક્સ કાઢે છે અને તેને પાણીથી ધોઈ નાખે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કમ્પાર્ટમેન્ટ કેટલી સરસ રીતે બંધ કરવામાં આવ્યા છે. તેના મોં પર તાંબાની વાટકી છે. વ્યક્તિ તેને મોટા ચાકુની મદદથી ધીમે ધીમે બહાર કાઢે છે. ઢાંકણું ખોલતાં જ તેનું નસીબ બદલાઈ ગયું.

Advertisement

Advertisement

એક પછી એક સેંકડો સિક્કા બહાર આવ્યા

આ વ્યક્તિને જે પણ ડબ્બા મળ્યા છે તેમાંથી નિકળેલા ખજાનાને જોઈને તે ચોંકી જાય છે. એક એખ કરીને તે પેલા બોક્સની અંદરથી એક પછી એક સેંકડો સિક્કા બહાર આવવા લાગે છે. આ સિક્કા એકદમ ચમકતા દેખાઈ રહ્યા છે. કહેવાય છે કે, આ સિક્કા ઘણા જૂના છે, જે બરણીની અંદર છુપાયેલા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, પરંતુ તે ક્યાંનો છે? તે અંગે કોઈ જાણકારી સામે આવી નથી.

આ વીડિયોને 1 કરોડ સુધી જેટલા વ્યૂઝ મળ્યા

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 કરોડ સુધી જેટલા વ્યૂઝ પણ મળી ગયા છે. આ સાથે સાથે હજારો લોકોએ આ વીડિયોને શેર પણ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, તેમાં 70 હજાર જેટલી લાઈક્સ પણ આવી છે. ઘણાં લોકો આ વીડિયોમાં કોમેન્ટ પણ કરી રહ્યાં છે. જેમાં લોકો પૂછે છે કે, આ વીડિયો ક્યાનો છે? પરંતુ તે અંગે કોઈ જાણકારી સામે આવી નથી કે, આ વીડિયો ક્યાનો છે?

આ પણ વાંચો: Pakistan Earthquake: અચાનક લોકો રસ્તા પર આવી ગયા, 5.5 ની તીવ્રતાના ભૂકંપથી પાકિસ્તાન કાપ્યું
આ પણ વાંચો: પાકિસ્તાનની સર્જીકલ સ્ટ્રાઈકનો જવાબ આપતા અફઘાનિસ્તાને કરી Air Strikes
આ પણ વાંચોછ America ની ટોચની ટેક કંપનીના ભારતીય મૂળના CEO નો પગાર જાહેર, એક વર્ષમાં આટલી કમાણી…
Tags :
Advertisement

.

×