Download Apps
Home » FIR Against MS Dhoni : ધોનીની વધી મુશ્કેલીઓ, જાણો કોણે કર્યો કેસ

FIR Against MS Dhoni : ધોનીની વધી મુશ્કેલીઓ, જાણો કોણે કર્યો કેસ

FIR Against MS Dhoni : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ની મુશ્કેલીઓમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, ધોની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) માં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ કોઇ બીજાએ નહીં પણ ધોનીના બે પૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર (Mihir Diwakar) અને તેની પત્ની સૌમ્યા દાસે (Soumya Das) દાખલ કર્યો છે. આ કેસની સુનાવણી જસ્ટિસ પ્રતિભા એમ સિંહ (Justice Pratibha M Singh) ની કોર્ટમાં 18 જાન્યુઆરીએ થશે.

Source : Google

ધોની વિરુદ્ધ કેસ દાખલ (FIR Against MS Dhoni)

તાજેતરમાં એક સમાચાર હેડલાઇન્સ બની રહ્યા હતા કે ધોનીએ તેના એક ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર (Former Business Partner) વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ધોનીના બિઝનેસ પાર્ટનરએ માહી સાથે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. હવે પૂર્વ ક્રિકેટરે ધોની વિરુદ્ધ FIR નોંધાવી છે. આવી સ્થિતિમાં માહીને કોર્ટમાં હાજર થવું પડી શકે છે. ધોનીએ કેસ દાખલ કર્યા પછી, તેના ભૂતપૂર્વ ભાગીદારે માનહાનિનો કેસ દાખલ કરીને તેને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાથી રોકવાની માંગ કરી છે. PTI ના અહેવાલ મુજબ, મિહિર અને સૌમ્યાએ ધોની, ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મીડિયા હાઉસ સામે કાયમી મનાઈ હુકમ અને વળતરની માંગણી માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

Source : Google

જાણો કોણે કર્યો કેસ ? 

વાદીએ તેમને વિનંતી કરી છે કે તેઓ બધાને તેમની વિરુદ્ધ બદનક્ષીભર્યા અને દૂષિત નિવેદનો કરવા, પ્રકાશિત કરવા અને ફેલાવવાથી રોકે. મિહિર દિવાકરનું કહેવું છે કે તેણે ધોની સાથે કોઈ છેતરપિંડી કરી નથી, તેમ છતાં તેને સોશિયલ મીડિયા (Social Media) પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ધોનીએ તેના વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવ્યા છે, જેના કારણે તેનું ઘણું અપમાન થયું છે. આ કારણથી મિહિર દિવાકર અને તેની પત્નીએ ધોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Source : Google

શું છે સમગ્ર મામલો ?

ઉલ્લેખનીય છે કે, આ કેસની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં 18 જાન્યુઆરીએ થવા જઈ રહી છે. ધોની વિરુદ્ધની અરજી પર આવતીકાલે જસ્ટિસ પ્રતિભા એમ સિંહની બેન્ચ સમક્ષ સુનાવણી થવાની છે. ધોનીએ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની ‘અરકા સ્પોર્ટ્સ’ના ડિરેક્ટર મિહિર દિવાકર અને તેની પત્ની સૌમ્યા દાસ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ કેસની માહિતી આપતા ધોનીના વકીલે કહ્યું કે મિહિર દિવાકર અને તેની પત્ની સૌમ્યા દાસે વર્ષ 2017માં ધોની સાથે ભારત અને વિદેશમાં ક્રિકેટ એકેડમી સ્થાપવાની વાત કરી હતી. આ બિઝનેસમાં એવો સોદો હતો કે ધોની અને તેના બિઝનેસ પાર્ટનર વચ્ચે સરેરાશ 70:30 ટકાના હિસાબે નફો વહેંચવામાં આવશે, પરંતુ ધોનીના ભાગીદારે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે આ વિવાદ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો – Shreyas Iyer ને ટીમમાંથી કેમ બહાર કરવામાં આવ્યો? ખેલાડીએ તોડ્યું મૌન

આ પણ વાંચો – IND vs AFG 3rd T20 : બેંગલુરુમાં ટીમ ઈન્ડિયા કેમ છે ટેન્શનમાં ? આ છે કારણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
By VIMAL PRAJAPATI
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
By Harsh Bhatt
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
By VIMAL PRAJAPATI
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
By Harsh Bhatt
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
By Vipul Sen
IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ
IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ
By Hiren Dave
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
By Aviraj Bagda
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં ‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે