Digital Strike : સરકારે ફરી ડિજિટલ સ્ટ્રાઈક શરૂ કરી, 18 OTT એપ્સ સહિત 19 વેબસાઈટ પર પ્રતિબંધ...
કેન્દ્ર સરકારે ફરી એકવાર ડિજિટલ સ્ટ્રાઈક (Digital Strike) શરૂ કરી છે અને 18 OTT એપ્સ, 19 વેબસાઇટ્સ, 10 એપ્સ સહિત 57 સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે આ પ્લેટફોર્મ્સને ઘણી વખત ચેતવણી આપી હતી. આ પ્લેટફોર્મ વારંવાર આઈટી એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા.
સૂચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે આ OTT પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રી બતાવવામાં આવી રહી છે. આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ 18 OTT પ્લેટફોર્મને ગંદી સામગ્રી દૂર કરવા માટે ઘણી ચેતવણીઓ આપી હતી.
Ministry of I&B blocks 18 OTT platforms for obscene and vulgar content after multiple warnings; 19 websites, 10 apps, 57 social media handles of OTT platforms blocked nationwide, says the government. pic.twitter.com/03ojj3YEiF
— ANI (@ANI) March 14, 2024
આ 18 OTT એપ્સ પર પ્રતિબંધ...
જે 18 OTT એપ્સને દૂર કરવામાં આવી છે તેમાં Dreams Films, Voovi, Yessma, Uncut Adda, TriFlicks, X Prime, Neon PrimePlayનો સમાવેશ થાય છે. આ 18 OTT એપ્સ સિવાય કેન્દ્ર સરકારે 19 વેબસાઈટ અને 10 એપ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ 10 એપ્સમાંથી 7 એપ્સને ગૂગલ પ્લે સ્ટોરમાંથી અને 3 એપને એપલ એપ સ્ટોરમાંથી દૂર કરવામાં આવી છે. એટલું જ નહીં, અશ્લીલ સામગ્રી ધરાવતા 57 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે પણ કાર્યવાહી (Digital Strike) કરવામાં આવી છે.
આ પણ વાંચો : Election 2024: AIનો દુરુપયોગ કરનારાઓની હવે ખેર નહીં, ગૂગલે બનાવ્યો આ પ્લાન
આ પણ વાંચો : ‘One Nation One Election’ પર મોટી પહેલ, 18,626 પેજનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સુપરત કર્યો…
આ પણ વાંચો : Maharashtra : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હોસ્પિટલમાં દાખલ, જાણો તેમની હાલત કેવી છે…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ