Download Apps
Home » હવે ફોન પણ મહિલાઓનો ‘રક્ષક’, જાણો શું છે રક્ષક એપ

હવે ફોન પણ મહિલાઓનો ‘રક્ષક’, જાણો શું છે રક્ષક એપ

જો ઇતિહાસના પન્ના ફેરવીએ તો ત્યારથી લઈને વાસ્તવિક ક્ષણ સુધી મહિલાના રક્ષણ બાબતે વધુ લાંબો ફરક નથી પડ્યો. મહિલા સશક્તિ હોવા છતાં શોષિત હતી અને આજે પણ મહિલા સશક્ત હોવા છતાં દોષિત છે. ગીર કાંઠાના ગામના મયૂર પરમારે (MD Parmar)એ મોબાઇલ એપ્લિકેશન બનાવી જે સ્ત્રી એકાંતમાં પોતાની એકલતાને નહીં હવે કોઈ તેમની સાથે છે એવો સતત અહેસાસ કરાવે. 

 

વર્ષોથી રક્ષણ બાબતે સ્ત્રીઓમાં એક મેન્ટાલીટી ડેવલપ થયેલી છે કે કોઇ પુરુષના સ્વરૂપમાં બોડીગાર્ડ તેની સાથે હોય તો તે સુરક્ષિત છે. તે પતિ હોય, પિતા હોય, કે ભાઈ પણ આપણે એ વસ્તુ ભૂલી જઈએ છીએ કે આપણે આધુનિક યુગમાં છીએ અને આધુનિકતા એટલી હદે આપણા જીવનની અંદર ડેવલપ થઈ ચૂકી છે. દરેક ક્ષણે બોડીગાર્ડ સાથે રાખવા એ હવે અઘરું છે. ઘણા કેસમાં તો તમે જેની પાસે સુરક્ષાની અપેક્ષા રાખો છો એ જ ઘણી વખત રાક્ષસના સ્વરૂપમાં તમારી ઉપર એટેક કરતા હોય છે.  આ વાસ્તવિકતાથી આપણે સૌ પરિચિત છીએ. સમાચારમાં કેટલી વખત આવા કિસ્સાઓ આવી ચૂક્યા છે કે તમે જેની પાસેથી રક્ષકની અપેક્ષા રાખતા હતા એ જ ભક્ષકના સ્વરૂપમાં તમારી સામે આવીને ઊભા છે.

જયારે કોઈ પરિસ્થિતિ પોતાના કે અંગત વ્યક્તિ પર વીતે ત્યારે પરિવર્તન આવે. બસ આવું જ કંઈક થયું મયૂર પરમાર સાથે રાજકોટમાં અને રક્ષક એપ્લિકેશન તૈયાર કરવા લાગી ગયા. ઇસી એન્જીનીયરીંગ કરેલ મયૂર પરમારની રક્ષક એપ દોઢ વર્ષમાં 24 હજાર થી વધુ લોકો ઇન્સટોલ કરી ચૂક્યા છે. 7 લાખ રૂપિયા ખર્ચી  તૈયાર કરેલ એપ્લિકેશન હવે દર વર્ષે 7 લાખ કમાઈ અને આપે છે. ભારતમાં આ એપ્લિકેશનના ઉપયોગ માટે યુઝરે 299 પ્રતિ 3 વર્ષનો ચાર્જ ચૂકવવો પડશે જયારે અન્ય દેશમાં આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા 20 ડોલર પ્રતિ 3 વર્ષનો ચાર્જ ચૂકવવો પડશે. 


રક્ષક વિષે :

  • સ્ટાર્ટઅપ અને ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપેસેફટીપર કરવામાં આવેલું સ્ટાર્ટઅપ

  • સુમસામ રસ્તા પર થતા અકસ્માતમાં ત્વરીત પરિવારને જાણ કરતી એપ રક્ષક.

  • મુસીબતના સમય પરિવારને જાણ કરતી એપરક્ષક

  • યુનિક SMS ડેટા બેઝના આધારે પોલીસ ડિપાર્ટમેન્ટ આસાનીથી ગુનેગારને શોધી શકશે.

  • મહિલા સુરક્ષા અને રોડ પર બનતા અણબનાવો અટકાવ માટે આશીર્વાદ રૂપ એપ.

  • ઈમરજન્સી અને ખાસ કરીને રાત્રિના સમયે મહિલાઓને સરળતાથી અને ઝડપથી મદદ મળી રહે તેવી ટેક્નોલોજી છે રક્ષકમાં.

  • હાલમાં વધતા જતા ક્રાઇમને અટકાવવા માટે અમે રક્ષક એપ બનાવી છે, રક્ષક એપ બધી મુશ્કેલીની પરિસ્થિતિમાં પરિવાર કે મિત્રોને જાણ કરવા માટેની એક સરળ એપ છે“રક્ષક” એપ બધાજ મુશ્કેલીના સમયમાં મદદ કરશે.

 

આપણે પણ એલર્ટ થવું રહ્યું

આજકાલ  મોબાઈલ બધા પાસે હોય છે. શિલ્ડ સિક્યોર સર્વિસીઝ રક્ષકનામની એપ બનાવી છેજે આપ ડાઉનલોડ કરી શકો છો. તેમાં લોગ ઇન થયા બાદ તમે તમારી નજીકના 5 એવા વ્યક્તિઓના નંબર એડ કરી શકો છો કે જેને તમે મુશ્કેલીમાં હોવ તો તુરંત મેસેજ મળી જાય કે તમે મુશ્કેલીમાં છોજેમાં તમારું લોકેશન તેમજ એડ્રેસ તમારા એડ કરેલા પાંચ લોકોને તે ગણતરીની સેકંડોમાં મળી જશે. તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ગુનેગાર સુધી જલ્દી પહોંચી શકે.


વિશેષતા : 

મોટો ફાયદો એ છે કે આ એપ ઈન્ટરનેટ વિના પણ ચાલશે.


  એપ કેવી રીતે ઉપયોગ કરવી 

  • www.rakssshak.com અથવા આપેલ QR કોડ સ્કેન કરી ને પણ ડાઉનલોડ કરી શકાશે.

  • ન્યૂ યુઝરથી લોગીન કર્યા બાદ એપ યુઝ કરી શકાશે.

  • એડ કોન્ટેક માં 5 નંબર એવા એડ કરો જેને મુશ્કેલ સમયે જાણ કરવાની છે.

  • મોસ્ટ પ્રાયોરિટી એક નંબર સિલેક્ટ કરો જેના પર ઑટોમૅટિક કોલ લાગી જશે પેનિક ટાઈમમાં

  • કોઈ પણ મુશ્કેલીના સમયમાં એપમાં હેલ્પનું બટન એક વાર પ્રેસ કરવાનું છે.


મહિલા સુરક્ષા માટે સમાજને એક ડિજિટલ પ્લેટફોર્મ આપવાના હેતુથીરક્ષકએપ બનાવી છે, ટેકનોલોજીની મદદથી, જો કોઈ મહિલા પોતાને અસુરક્ષિત મહેસૂસ કરશે તો તે મહિલારક્ષકએપ થી એડ કરેલા પોતાના 5 લોકોને લોકેશન અને એડ્રેસ સાથેનો મેસેજ મોકલી શકશે સાથે મેસેજમા મુશ્કેલીનો સમય, તેના નેટવર્કની માહિતી, તેમની બેટરીના %, લાસ્ટ 5 કોલ લોગની માહિતી. બધું જ તેને એડ કરેલા નંબર પર ગણતરીની સેકન્ડમાં જતી રહેશેએક સિલેક્ટેડ મોબાઈલ નંબર પર કોલ જતો રહેશે. આ બધું એકજ ક્લિક કરવાથી થઈ જશે. 


 રક્ષકને મળેલો સહયોગ અને પ્રતિસાદ 

ISRO સ્પેસ એક્ઝિબિશન & સાયન્સ કાર્નિવલ 2020

 (Jointly Organized by AVPTI & VVP ENGINEERING COLLEGE RAJKOT)

ઈસરોના વૈજ્ઞાનિકોને રક્ષક એપના ફાઉન્ડર & સી.ઈ.ઓ. શ્રી એમ. ડી. પરમાર એ લાઈવ ડેમો બતાવી જણાવ્યું કે આ એપ્લિકેશન દ્વારા કેવી રીએ ગુના થતા રોકી શકાય તેમજ ગુનાહિત પ્રવૃતિ બની ગયેલી હોય તો ગુનેગાર સુધી કેવી રીતે પહોંચી શકાય તે પણ ટેક્નોલોજીના લેટેસ્ટ ફીચર્સ વાપરીને કેવી રીતે કોઈ પણ સમય એ સુરક્ષા મેળવી શકાય.

 

ઈસરોના વૈજ્ઞાનિક  ડી.સી. મહેતાએ  રક્ષક પ્રોજેક્ટને ‘STARTUP FOR NATION કહ્યો. સ્ટાર્ટઅપ તો ઘણા બધા હોય છે પણ રક્ષક પ્રોજેક્ટ એ લોકોની સુરક્ષા માટે છે, તો પોતે આ પ્રોજેક્ટને લઈને સરકાર સુધી આ વાત પહોંચાડીને આ પ્રોજેક્ટને લોકઉપયોગી બનવાની ભલામણ કરશે.  દિવસેને દિવસે વધી રહેલા ક્રાઇમ ઉપર લગામ લગાવી શકાય અને વધી રહેલા મહિલા અત્યાચાર પર અંકુશ મૂકી શકાય.

SVUM 2020 ઇન્ટરનેશનલ ટ્રેડ શો -2020 રાજકોટ 

વિદેશના પ્રતિનિધિઓ (USA, UK, CANADA, SINGAPORE, SOUTH AFRICA, WEST AFRICA, SUDAN, DUBAI, BRAZIL, AFGHANISTAN) તરફથી મળેલો પ્રોજેક્ટને આવકારને ભવિષ્યમાં સાથે રહીને બિઝનેસ કરવાના MOU કર્યા. BRITISH HIGH COMMISION UKએ રક્ષકને આવકાર્યો અને સેફટી માટે તમામ રીતે મદદ રૂપ થવાના કરાર કર્યા. ભારતનાપણ ઘણા ઉદ્યોગપતિઓ એ લોકોની સુરક્ષા માટે સાથે કામ કરવાની બાહેંધરી આપી. 

જો ભારત સરકાર તરફ થી યોગ્ય સહાય અને પ્લેટફોર્મ આપવામાં આવે તો દિવસેને દિવસે વધતા જતા ક્રાઇમ અને અણબનાવો પર અંકુશ મૂકી શકાશે તેમજ ખરા અર્થમાં મહિલા સુરક્ષાનો પર્યાય સાબિત થઇ શકશે.



આ છે યુઝરના રિવ્યુ 

અંકિતા ચુડાસમા 

આ એપ્લિકેશન પ્રાર્થના માટે આગળ કરેલા હાથ કરતા મદદ માટે આગળ કરેલા હાથ જેવી છે. 

રાજેશ્રી પટેલ 

દરેક સ્ત્રીના મોબાઈલમાં આ એપ્લિકેશન હોવી જરૂરી છે. આપણી સેફટી માટે. 

ગજેન્દ્રસિંહ જાડેજા 

મહિલાઓની સલામતી માટે ખુબ જ સરસ એપ્લિકેશન છે. 

રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
By VIMAL PRAJAPATI
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
By Harsh Bhatt
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
By VIMAL PRAJAPATI
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
By Harsh Bhatt
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
By Vipul Sen
IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ
IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ
By Hiren Dave
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
By Aviraj Bagda
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં ‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે