Home » પાન-મસાલા ખાઈને રસ્તા પર થૂંકતા લોકો હવે ચેતી જજો ! મહાનગરપાલિકાએ શરૂ કરી તૈયારી
પાન-મસાલા ખાઈને રસ્તા પર થૂંકતા લોકો હવે ચેતી જજો ! મહાનગરપાલિકાએ શરૂ કરી તૈયારી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
119
સુરતને દેશનું પ્રથમ નંબરનું સ્વચ્છ સીટી બનાવવા માટે મહાનગરપાલિકાએ તૈયારી કરી છે. શહેરના બ્રિજ તેમજ રસ્તા પર ગંદકી કરતા લોકો સામે દંડનીય કાર્યવાહી મહાનગર પાલિકા કરશે. રસ્તા પર થૂંકતા કે પછી કચરો ફેંકતા લોકો સામે મહાનગરપાલિકા દંડની કાર્યવાહી કરશે. તો RTO સાથે પણ આ બાબતે સંકલન કરવામાં આવ્યું છે અને વાહનના નંબરના આધારે રસ્તા પર થુંકનાર વ્યક્તિને દંડ કરાશે. તો પહેલી એપ્રિલથી આ નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે.
સુરતમાં સ્વચ્છતાને લઈને મહાનગર પાલિકા દ્વારા ગંદકી ફેલાવનારા લોકો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. દેશમાં સ્વચ્છતામાં સુરતનો બીજો ક્રમ આવ્યો છે. ત્યારે સુરતને પહેલા ક્રમાંક પર લાવવા માટે સુરત મહાનગરપાલિકાએ કમર કસી છે અને શહેરમાં વિવિધ સ્થળો પર લાગેલા CCTV કેમેરાની મદદથી હવે શહેરને ગંદુ કરનારા લોકો સામે લાલ આંખ પાલિકા કરશે. સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી સુરત શહેરમાં લાગેલા CCTV કેમેરાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને રસ્તા પર વાહન ચલાવતા સમયે કે પછી બ્રિજ પર જતા સમયે જો કોઈ વ્યક્તિ થૂંકે છે અને તે CCTV કેમેરાની નજરમાં કેદ થશે તો આ વ્યક્તિને પણ દંડ કરવામાં આવશે.
જોકે, આવા વ્યક્તિઓને દંડ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા RTO સાથે સંકલન કરવામાં આવ્યું છે અને વાહનની નંબર પ્લેટના આધારે જે તે વ્યક્તિનો ડેટા મેળવીને તેને ઈ મેમો આપવાની પણ કામગીરી કરવામાં આવશે. તો બીજી તરફ શહેરમાં જે તે જગ્યા પર કે પછી અન્ય રસ્તાઓ પર લોકો દ્વારા જે કચરો ફેંકવામાં આવતો હોય છે તે લોકો પર પણ CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે અને આવા જો કોઈ વ્યક્તિ કેમેરામાં કેદ થશે. તો તેની સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. 1 એપ્રિલથી આ નિયમોનું કડકપણે અમલ કરાવવામાં આવશે અને સુરત સ્વચ્છતામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવે તેવા હેતુથી આ કડક કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે. મહત્વની વાત છે અત્યાર સુધી 18000 કરતાં વધારે લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા દંડ કરવામાં આવ્યો છે. તો સુરતના મેયરનું કહેવું છે કે આ મુહીમ લોકોને દંડ કરવા માટે નહીં પરંતુ શહેરને સ્વચ્છ બનાવવા માટે છે એટલે લોકો પણ આ મુહિમમાં સહકાર આપે જેથી સુરત દેશનું પ્રથમ નંબરનું સ્વચ્છ સીટી બનવા તરફ આગળ વધે.
સતત બે વર્ષથી બીજા ક્રમાંકે આવતું સુરત શહેરને સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંકે લાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા જે મોહિમ શરૂ કરવામાં આવી છે એ મોહિમમાં સુરતીઓનો સાથ મળશે તો સુરતને નંબર વન બનતા કોઈ નહીં રોકી શકે.
આ પણ વાંચો – માનતા પુરી થતાં દાંતાના રાજવી અંબાજી મંદિર પહોંચ્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
|don'tspitinpublicplacesCCTVdon'tdon'tspitinparkdon'tspitonmedon'tteasemei'llspitinmyeyedonotspiltdonotspiteatpan-masalaGujaratFirsthistoryofspittinginpublicmunicipalcorporationpan-masalaPeoplewhoeatPoliticsPublicpublicfreakoutspitspittingspittingatpublicplacesisrightspittingchinaspittingculturespittinginbaseballspittinginsportsspittoonsplittingatparkstopspittingsubtitlesSuratNewswhydodudesspitwhydoguysspitwhydomenspitwhydowespit
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject