Home » અમેરિકામાં ગોળીબારની ઘટના બાદ કેનેડાના વડાપ્રધાને લીધો સૌથી મોટો નિર્ણય
અમેરિકામાં ગોળીબારની ઘટના બાદ કેનેડાના વડાપ્રધાને લીધો સૌથી મોટો નિર્ણય
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
89
અમેરિકામાં ખુલ્લેઆમ બંદૂક જેવા હથિયારોનું વેચાણ થાય છે, જેનું પરિણામ હાલમાં આ દેશ ભોગવી રહ્યો છે. તાજેતરમાં જ એક શાળાના માસૂમ બાળકોને એક સનકીએ બંદૂકથી માર્યા હતા. આ ઘટના બાદ અમેરિકાના ગન કલ્ચરને લઇને સમગ્ર વિશ્વમાં ચર્ચાઓ થઇ રહી છે. વળી હવે તાજેતરમાં અમેરિકા બનેલી ઘટના બાદ હવે કેનેડાના વડાપ્રધાને એક મોટો નિર્ણય લીધો છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે સોમવારે કાયદો રજૂ કર્યો હતો જે હેન્ડગનની આયાત, ખરીદી અથવા વેચાણ પર પ્રતિબંધ મૂકશે. ટ્રુડોએ કહ્યું કે, અમે આ દેશમાં હથિયારોની સંખ્યા મર્યાદિત કરી રહ્યા છીએ. વડાપ્રધાને કહ્યું કે, કેનેડામાં ગમે ત્યાં હેન્ડગન ખરીદવી, વેચવી, ટ્રાન્સફર કરવી અથવા આયાત કરવી ગેરકાયદેસર હશે. કેનેડા પહેલાથી જ 1,500 પ્રકારના લશ્કરી-શૈલીના અગ્નિ હથિયારો પર પ્રતિબંધ મૂકવાની અને ફરજિયાત બાયબેક પ્રોગ્રામ ઓફર કરવાની યોજના ધરાવે છે જે વર્ષના અંતમાં શરૂ થશે. ટ્રુડો લાંબા સમયથી કડક બંદૂકના કાયદા ઘડવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ તાજેતરમાં ટેક્સાસ અને બફેલો, એનવાય, યુએસએમાં સામૂહિક ગોળીબાર પછી તે ઝડપી બન્યા છે.
મંત્રી બિલ બ્લેરે કહ્યું કે, કેનેડા યુનાઇટેડ સ્ટેટ્સથી ઘણું અલગ છે. બ્લેરે કહ્યું કે, કેનેડામાં બંદૂકોનો ઉપયોગ માત્ર શિકાર અને રમતગમતના હેતુ માટે થાય છે. બંદૂકોની સરળ ઍક્સેસના અભાવને કારણે કેનેડામાં યુ.એસ.ની સરખામણીએ ઘણા ઓછા સામૂહિક ગોળીબાર થયા છે, જોકે યુએસની વસ્તી પણ કેનેડા કરતા ઘણી વધારે છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ટેક્સાસની એક શાળામાં થોડા દિવસો પહેલા એક શખ્સે ગોળીબાર કર્યો હતો. જેમા 18 બાળકો સહિત 21ના મોત થયા હતા. આ ઘટના ટેક્સાસના ઉવાલ્ડેની રોબ એલિમેન્ટરી સ્કૂલમાં બની હતી. સીએનએન અનુસાર, એક 18 વર્ષીય વ્યક્તિ જેણે શાળામાં ગોળીબાર કર્યો હતો તે પોલીસકર્મીઓ દ્વારા માર્યો ગયો છે. ફાયરિંગ કરનારા વ્યક્તિનું નામ સાલ્વાડોર રામોસ જણાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો – એક પછી એક ફાયરિંગની ઘટનાથી અમેરિકામાં ડરનો માહોલ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject