Home » જાહ્નવી કપૂર ઓરહાન અવત્રામાણી સાથે ઈવેન્ટમાં પહોંચી, યુઝર્સે કર્યા ટ્રોલ
જાહ્નવી કપૂર ઓરહાન અવત્રામાણી સાથે ઈવેન્ટમાં પહોંચી, યુઝર્સે કર્યા ટ્રોલ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
96
જાહ્નવી કપૂર (Janhvi Kapoor) અને ઓરહાન અવત્રામાણી (Orhan Avtramani) વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળે છે. ઘણા સમયથી ચર્ચા હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, અભિનેત્રીએ એકવાર સ્પષ્ટ કર્યું હતું કે બંને ફક્ત મિત્રો છે અને કહ્યું હતું કે તે તેના માટે ખૂબ જ ખાસ છે. હાલમાં ફરી એકવાર અભિનેત્રી ઓરહાન અવત્રામાણી સાથે એક ઈવેન્ટ દરમિયાન જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર પાપારાઝી પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. હવે યુઝર્સ તેના પર પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
જાહ્નવી કપૂર ઓરહાનનો હાથ પકડીને જોવા મળી હતી
પેજ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જાહ્નવી કપૂર ઓરહાનનો હાથ પકડીને અંદર જતી જોવા મળી હતી અને પોઝ આપતી હતી. આ દરમિયાન તે પીળા કલરના ફિશ કટ આઉટફિટમાં જોવા મળી હતી, જ્યારે ઓરહાન બ્લેક જીન્સ ટી-શર્ટ સાથે મેચિંગ ડેનિમ જેકેટમાં જોવા મળ્યો હતો. હવે આ કારણે બંન્નેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
આ યુઝર્સે જાહ્નવી કપૂરને ટ્રોલ કરી હતી
જાહ્નવી અને ઓરહાનને એકસાથે જોયા બાદ એક યુઝરે પોતાનો પ્રતિભાવ આપ્યો અને લખ્યું- ‘તેમના માટે બોયફ્રેન્ડ રૂમાલ જેવા છે, બસ કામથી મતલબ… Cheap હોય છે આ લોકો’. જ્યારે બીજાએ લખ્યું- “ભાઈ, પૈસો બોલે છે બોસ… તેમની ભૂખ પૈસાથી છે, પછી ભલે કોઈ વ્યક્તિ ગમે તેવો હોય… આ લોકોની કોઈ ગરિમા હોતી નથી”. તેવી જ રીતે અન્ય લોકો પણ તેમના પ્રતિભાવો આપી રહ્યા છે.
કોણ છે ઓરહાન અવત્રામાણી
ઓરહાન અવત્રામાણી ઘણીવાર માત્ર જાહ્નવી કપૂર જ નહીં પરંતુ ઘણા સ્ટાર્સ અને સ્ટાર કિડ્સ સાથે પાર્ટીઓમાં મસ્તી કરતા જોવા મળે છે. અત્યાર સુધી તે સારા અલી ખાનથી લઈને ન્યાસા દેવગન, નવ્યા નવેલી, અનન્યા પાંડે જેવા સ્ટાર કિડ્સ સાથે દેખાયો છે. મળતી માહિતી મુજબ, ઓરહાન એક સામાજિક કાર્યકર્તા છે અને એનિમેશનમાં કરિયર બનાવવા માંગે છે. હાલમાં તેના વિશે વધુ માહિતી નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject