Home » આ ફિલ્મ તમને હસાવશે અને તમને ડરાવશે ! ફિલ્મના ટ્રેલર રીલિઝમાં પહોંચી આલિયા
આ ફિલ્મ તમને હસાવશે અને તમને ડરાવશે ! ફિલ્મના ટ્રેલર રીલિઝમાં પહોંચી આલિયા
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
70
આલિયા ભટ્ટ અને શેફાલી શાહ મૂવી ડાર્લિંગ્સ ટ્રેલર આજે રિલિઝ કરાયું છે. આ ફિલ્મ ડાર્ક કોમેડી હોવાથી તેમાં મજા પણ છે, પરંતુ ક્યારેક તમને એવું વિચારવાનું કારણ મળે છે કે જે થઈ રહ્યું છે તે ખરેખર સાચું છે?
આલિયા ભટ્ટની પ્રથમ પ્રોડક્શન ફિલ્મ ડાર્લિંગ્સનું ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આલિયા ભટ્ટે પોતે આ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કર્યું, જેના કેપ્શનમાં તેણે લખ્યું, ‘નિર્માતા તરીકે મારી પ્રથમ ફિલ્મ. તમારી સાથે આ શેર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત, નર્વસ, રોમાંચિત અને ઇમોશનલ છું. ફિલ્મનું ટ્રેલર થોડીવારમાં જ વાયરલ થઈ ગયું છે.
પીળા ડ્રેસમાં ક્યૂટ લાગી આલિયા
આલિયા ભટ્ટ અત્યારે ચમકી રહી છે. આના ઘણા કારણો છે. નિર્માતા તરીકે તેની પ્રથમ ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે. ઉપરાંત, તે ટૂંક સમયમાં રણબીર કપૂરના બાળકની માતા બનવાની છે. આલિયા ભટ્ટ જ્યારે ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં પહોંચી ત્યારે બધાની નજર તેના પર હતી. આલિયા ભટ્ટે જ્યારે તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી ત્યારે તે ભારતમાં નહોતી. હાલમાં જ તે પોતાના પ્રોજેક્ટ્સ પૂરા કરીને પરત ફરી છે. દરમિયાન, તે જાહેરમાં વધુ દેખાતી નહોતી. તેની ઈવેન્ટની તસવીરો વાયરલ થઈ છે. આલિયા ડાર્લિંગ્સના ટ્રેલર લોન્ચમાં પીળા રંગના શોર્ટ બલૂન સ્ટાઈલનો ડ્રેસ પહેરીને પહોંચી હતી. પીળો રંગ તેને ખૂબ જ શૂટ કરતો હતો. આલિયાના લૂઝ ફિટ ડ્રેસમાં તેનો બેબી બમ્પ બિલકુલ દેખાતો ન હતો. આલિયાએ થોડું વજન વધાર્યું છે અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ ઈવેન્ટમાં આલિયા, વિજય, શેફાલી શાહ અને નેહા ધૂપિયા પણ હાજર હતા.
કેવું છે આલિયા ભટ્ટની ફિલ્મનું ટ્રેલર?
OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થનારી આ ફિલ્મની વાર્તા પતિ-પત્નીની છે. ટીસી તરીકે કામ કરતો હમઝા શેખ (વિજય વર્મા) અચાનક ક્યાંક ગાયબ થઈ જાય છે અને તેની પત્ની તેના ગુમ થયાની જાણ કરવા પોલીસ સ્ટેશને પહોંચે છે. પરંતુ વાસ્તવમાં, હમઝા ગાયબ નથી થયો, પરંતુ તેની જ પત્ની દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું છે, જે તેની પાસેથી બદલો લઈ રહી છે.
5મી ઓગસ્ટે સ્ટ્રીમિંગ
આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ અભિનય કરતી જોવા મળશે. નેટફ્લિક્સ પર ફિલ્મ 5મી ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં શેફાલી શાહ આલિયા ભટ્ટની માતાની ભૂમિકામાં છે. આલિયાના આવનારા ઘણા પ્રોજેક્ટ્સની તેના ફેન્સ રાહ જોઈ રહ્યા છે. તે હાલમાં જ હોલિવૂડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનનું શૂટિંગ કરીને પરત ફરી છે. તે ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં રણવીર સિંહ સાથે જોવા મળશે. સાથે જ ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.
કોમેડી અને થ્રિલરનો પરફેક્ટ કોમ્બો
આ ફિલ્મ ડાર્ક કોમેડી છે, એમાં મજા પણ છે, પણ ક્યાંક તમને એવું વિચારવાનું કારણ મળે કે જે થઈ રહ્યું છે તે ખરેખર સાચું છે? તમારે ખરેખર આ જોઈને હસવું જોઈએ? ખોટા પાસેથી જીતવાની કે બદલો લેવાની રીત પણ ખોટી હોવી જોઈએ? જો કે, ફિલ્મનું ટ્રેલર ખૂબ જ મનોરંજક છે અને દર્શકોને એક સારી ફિલ્મનું વચન આપે છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 5 ઓગસ્ટે રિલીઝ થશે.
ડાર્લિંગ માટે જનતાની પ્રતિક્રિયા કેવી છે?
આલિયા ભટ્ટ ભલે શેફાલી શાહ, વિજય વર્મા અને રોશન મેથ્યુ સ્ટારર ફિલ્મ ડાર્લિંગને લઈને નર્વસ છેે, પરંતુ લોકો આ ડાર્ક કોમેડી ડ્રામા ફિલ્મને લઈને એકદમ ખુશ જણાય છે. ટ્રેલર વિડિયો પર કોમેન્ટ સેક્શનમાં લોકો આલિયા ભટ્ટના કામના વખાણ કરતા થાકતા નથી અને આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સુક દેખાઈ રહ્યા છે.
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject