- આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોની યોજાશે શપથ વિધિ…
- પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ અપાવશે ધારાસભ્યોને શપથ…
- પહેલા પ્રોટેમ સ્પીકર રાજ્યપાલ પાસે પોતે પણ લેશે પ્રોટેમ સ્પીકર માટેના શપથ…
Home » ‘ હું ધારાસભ્ય તરીકે શપથ લઉં છું કે….’ આજે ગુજરાતના ધારાસભ્યો લેશે શપથ
‘ હું ધારાસભ્ય તરીકે શપથ લઉં છું કે….’ આજે ગુજરાતના ધારાસભ્યો લેશે શપથ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
114
ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે અને 156 ધારાસભ્યો સાથે ભાજપે સત્તા સંભાળી લીધી છે. દરમિયાન, બે દિવસ માટે વિધાનસભાનું સત્ર બોલાવામાં આવ્યું છે. સત્રના પહેલા દિવસે આજે ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને શપથ (Oath) લેવાડાવાશે. પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ ધારાસભ્યોને શપથ લેવડાવશે. આ પહેલાં તેઓ પણ રાજયપાલ પાસે પ્રોટેમ સ્પીકર તરીકેના શપથ લેશે.
15મી વિધાનસભાનું સત્ર
ગુજરાતની 15મી વિધાનસભાનું સત્ર આજે શરુ થવા જઇ રહ્યું છે. આજે સવારે 9.30 વાગે પહેલા ભાજપ શાસક પક્ષના ધારાસભ્યોની વિધાનસભાના ચોથા માળે ખાસ બેઠક મળશે. જેમાં મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓ સહિત ભાજપના તમામ ધારાસભ્યો હાજર રહેશે. શાસક પક્ષની બેઠકમાં ધારાસભ્યોના શપથગ્રહણ તથા એક દિવસીય વિધાનસભા સત્ર પર ચર્ચા થશે.
પ્રોટેમ સ્પીકર લેવડાવશે શપથ
ત્યારબાદ પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ રાજ્યપાલ સમક્ષ શપથ લેવા જશે. સવારે ૧૦ વાગે પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલ રાજ્યપાલ નિવાસસ્થાને થપથ લેશે અને પછી બપોરે ૧૨ વાગે ધારાસભ્યોની શપથવિધિ શરૂ થશે. વિધાનસભા ખાતે તમામ ૧૮૨ ધારાસભ્યોની શપથવિધિ થશે.
મંગળવારે અધ્યક્ષ ઉપાધ્યક્ષની ચૂંટણી
ત્યારબાદ મંગળવારે 20મી એ એક દિવસનું વિધાનસભા સત્ર મળશે. મંગળવારે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. આ દિવસે ગૃહમાં શોક દર્શક ઠરાવ અને રાજ્યપાલનું સંબોધન રહેશે. આ સાથે ઇમ્પેક્ટ ફી અંગેનું બિલ પણ વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે. ત્યારબાદ રાજ્યપાલના ભાષણ પર સંબોધન સાથે એક દિવસીય વિધાનસભા ગૃહની કાર્યવાહી પુરી થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject