Home » જોશ બટલર અને યુઝવેન્દ્ર ચહલને ધનાશ્રીએ શીખવ્યો આ ડાન્સ સ્ટેપ
જોશ બટલર અને યુઝવેન્દ્ર ચહલને ધનાશ્રીએ શીખવ્યો આ ડાન્સ સ્ટેપ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
123
IPL 2022માં રાજસ્થાન રોયલ્સે શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ આ ટાઇટલ મેચમાં ટીમને ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલમાં રાજસ્થાન ચોક્કસપણે હારી ગયું હતું, પરંતુ આ સિઝનમાં ટીમના સ્ટાર બેટ્સમેન જોસ બટલરે પોતાના પ્રદર્શનથી બધાનું દિલ જીતી લીધું છે.
IPL 2022માં સૌથી વધુ રન બનાવવાના મામલામાં પણ બટલર ટોચ પર રહ્યો. જ્યારે રાજસ્થાનનો સ્ટાર સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ સૌથી વધુ વિકેટ લેવામાં સૌથી આગળ હતો. નોંધનીય છે કે, હાલમાં જ યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રી વર્માએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં તે ચહલ અને જોસ બટલર સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. હવે આ ત્રણેયનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને જોવાનું પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વિડીયોમાં ધનાશ્રી ચહલ અને બટલરને ડાન્સ સ્ટેપ શીખવી રહી છે અને ડાન્સ કરતી વખતે તેની પાછળ ઉભેલા ચહલ અને બટલર ડાન્સ કરી રહ્યા છે. પરંતુ તે દરમિયાન, ચહલ ધનાશ્રી અને બટલરની વચ્ચેથી પાછો નીકળી જાય છે અને તે બંનેને જોવા લાગે છે.
આ ડાન્સના અંતે જોસ બટલર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્નીને ગળે લગાવે છે. ઉલ્લેખનીય છે કે, IPL 2022માં રાજસ્થાન રોયલ્સે શાનદાર પ્રદર્શન કરીને બધાનું દિલ જીતી લીધું છે. ટીમે તેના જોરદાર પ્રદર્શનને કારણે IPLની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ ત્યાં તેને ગુજરાતના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો – ચહલની એક ભૂલ રાજસ્થાનને પડી ભારે, જેનો છોડ્યો કેચ તેણે જ સિક્સ ફટકારી બનાવ્યું GTને ચેમ્પિયન
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
By Harsh Bhatt
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject