Gandhinagar: રાજ્યના જેલકર્મીઓના ભથ્થામાં કરાયો વધારો
દિવાળીના તહેવારોમાં જ રાજ્ય સરકારે રાજ્યના જેલ વિભાગના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે જેલ કર્મીઓના ભથ્થામાં વધારો કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણયથી જેલના કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જેલ પરિવારના સિપાઈ,...
દિવાળીના તહેવારોમાં જ રાજ્ય સરકારે રાજ્યના જેલ વિભાગના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે જેલ કર્મીઓના ભથ્થામાં વધારો કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણયથી જેલના કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં વધારો કરીને તેમના ઘરે દિવાળી પર્વમાં આનંદનો આવકાર થાય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ગ-૩ના કર્મચારીઓ માટે જે તા.૨૯.૦૮.૨૦૨૨ થી મંજૂર થયેલ તેજ ધોરણે તે તારીખ થી લાભ આપવામાં આવશે.
Advertisement