Home » વડોદરામાં ભાડુઆત દ્વારા ખોટા દસ્તાવેજ કરી મિલકત બારોબાર વેચી દેવાઇ
વડોદરામાં ભાડુઆત દ્વારા ખોટા દસ્તાવેજ કરી મિલકત બારોબાર વેચી દેવાઇ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
139
મૂળ મહારાષ્ટ્રના રહેવાસી સિનિયર સિટીઝન સાલન ચીલીયા વણઝારી શહેરના છાણી જકાતનાકા પાસે આવેલ ગીરીરાજ કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં તેમની માલિકીનું મકાન ધરાવે છે. તેમણે નિર્મલ ઉર્ફે નરેન્દ્ર પ્રતાપરાવ બોધે ઉપર વિશ્વાસ મૂકી ઉપરોક્ત મકાનની ચાવી મકાન ભાડેથી આપવા માટે આપી હતી. દરમ્યાન તેમની મિલકત વેચાણથી આપવા માટેની છાપામાં ખોટી જાહેરાત પ્રસિદ્ધ થતા તેમણે વાંધા અરજી ગુજારી હતી. ત્યારબાદ તેમને જાણવા મળ્યું હતું કે તેમના મકાનનો વેચાણ દસ્તાવેજ થઈ ગયો છે.
તપાસ કરતા સાલન ઉત્તમરાવ વણઝારી નામની મહિલાએ પોતે મકાન માલિક બની અશોક કરસનભાઈ રાઠોડના નામે વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જેમાં સાક્ષી તરીકે નિર્મલ બોધેએ સહીઓ કરી હતી. ત્યારબાદ અશોક રાઠોડે આ મિલકત અન્ય વ્યક્તિઓને પણ વેચી હતી. ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે આ ગુનામાં સંડોવાયેલ અશોક, નિર્મલ, કૃણાલ અને બોગસ મકાન માલિક બનનાર સાલન વણઝારી વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો….
ઉલ્લેખનીય છે કે દસ્તાવેજ નોંધણી વિભાગના અધિકારીઓએ મકાનના મૂળ માલિકના આધાર કાર્ડ અને પાનકાર્ડ નંબર પણ વેરિફાય કરવાની પણ તસદી ન લીધી એટલું જ નહિ બંનેના નામમાં પતિનું નામ અલગ હતું છતાં પણ દસ્તાવેજ વિભાગના અધિકારીએ બારોબાર મકાનનો દસ્તાવેજ કરી દીધો હતો.ત્યારે સમગ્ર મામલે પોલીસે નિર્મલ બોધે, અશોક રાઠોડ, કૃણાલ પરમારની ધરપકડ કરી છે જ્યારે મહિલા આરોપી ફરાર છે.પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 4 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
મહત્વની વાત છે કે દસ્તાવેજ વિભાગના કૌભાંડી અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતથી મકાન પચાવનાર ટોળકીએ મહારાષ્ટ્રમાં રહેતા દંપતીનું મકાન પચાવી પાડ્યું છે ત્યારે શું પોલીસ મકાન પચાવવાના મામલે સરકારી અધિકારીઓને આરોપી બનાવી ધરપકડ કરશે કે કેમ તે હવે જોવું રહ્યું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject