Home » શું છે કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશનો વેલેન્ટાઈન ડે પ્લાન? કુન્દ્રાએ તેજસ્વી માટે કહી આ વાત
શું છે કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશનો વેલેન્ટાઈન ડે પ્લાન? કુન્દ્રાએ તેજસ્વી માટે કહી આ વાત
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
66
બિગ બોસ સિઝન 15ની શરૂઆતથી કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ ચર્ચામાં રહ્યા છે. હવે જ્યારે બિગ બોસ 15નો ફિનાલે પૂરો થઈ ગયો છે ત્યારે એવા અહેવાલો છે કે કરણ અને તેજસ્વી પ્રકાશ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાઈ જશે. આપણે બધા જાણીએ છીએ કે તેજસ્વી પ્રકાશ બિગ બોસ સિઝન 15ની વિજેતા છે. જ્યારે કરણ કુન્દ્રા શોનો બીજો રનરઅપ હતો. બંને ગ્રાન્ડ ફિનાલે પછી પહેલી સવારે સાથે જોવા મળ્યા હતા. સિઝન દરમિયાન ઘણી વખત બંને બિગ બોસના ઘરમાં પ્રેમ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
મીડિયા રિપોર્ટસ અનુસાર બંને માર્ચમાં લગ્ન કરશે. જોકે, તેજસ્વીએ આ વાત પર કઈ પણ કહેવાનું ટાળ્યું છે. હવે ચાહકો તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાના વેલેન્ટાઇન ડે પ્લાન વિશે જાણવા માંગે છે. હવે તાજેતરમાં જ કરણ કુન્દ્રાએ એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરી છે. જ્યારે કરણને પૂછવામાં આવ્યું કે શું તે તેજસ્વીને પ્રપોઝ કરવા માંગે છે, તો કરણે કહ્યું કે તેણે નેશનલ ટેલિવિઝન પર તેજસ્વીને પ્રપોઝ કર્યું છે.
બંને માટે આ વેલેન્ટાઈન ડે ખૂબ જ ખાસ છે પરંતુ હવે જ્યારે તેજસ્વીએ નાગિન 6 સાઈન કરી છે, ત્યારે તમામ પ્લાનિંગ ખોરવાઈ ગઈ છે. કરણે જણાવ્યું કે તે ખૂબ જ ખુશ છે કે તેજસ્વી તેના કામમાં વ્યસ્ત છે. તેઓ ઈચ્છે છે કે તેજસ્વી માત્ર કામ પર ધ્યાન આપે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે કરણ અને તેજસ્વી વેલેન્ટાઇન ડે એકસાથે ઉજવી શકશે નહીં.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject