Home » નવી 400 વંદે ભારત એક્સપ્રેસ દોડાવાની જાહેરાત, મેટ્રો સિસ્ટમને કરાશે ડેવલપ…
નવી 400 વંદે ભારત એક્સપ્રેસ દોડાવાની જાહેરાત, મેટ્રો સિસ્ટમને કરાશે ડેવલપ…
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
91
બજેટમાં આજે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે MSMEને મજબુત કરવા માટે નવી યોજનાઓ શરૂ થશે. પાંચ વર્ષમાં 6 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. ઉદયમ, ઇ-શ્રમ, NCS અને અસીમ પોર્ટલને એક-બીજા સાથે જોડવામાં આવશે. હવેથી આ લાઇવ ડેટા બેઝના પ્લેટફોર્મ હશે. આનાથી ક્રેડિટ સુવિધાઓ મળશે અને આન્ત્રપ્રેન્યોરશિપની સંભાવનાઓ વધશે.
પીએમ ઈ-વિદ્યા પ્રોગ્રામનો વિસ્તાર વધ્યો
મહામારી દરમિયાન સ્કૂલ બંધ રહેવાના કારણે ગામડાના બાળકોને બે વર્ષ માટે શિક્ષાથી વંચિત રહેવું પડ્યું છે. પીએમ ઈ-વિદ્યા હેઠળ આવા બાળકો માટે એક ક્લાસ એક ટીવી ચેનલ હેઠળ આવી ચેનલની સંખ્યા 12થી વધારી 200 કરી દેવામાં આવી છે. આ ચેનલ ક્ષેત્રિય ભાષાઓમાં હશે. વ્યવસાયિક શિક્ષાને પ્રોત્સાહિત કરવા માટે ટેક્નોલોજીની મદદ લેવામાં આવશે અને એક ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.
400 નવી પેઢીની વંદે ભારત એક્સપ્રેસ ચાલશે
આગલા 3 વર્ષો દરમિયાન 400 જેટલી નવી જનરેશનની વંદે ભારત એક્સપ્રેસ ચલાવામાં આવશે. આ દરમિયાન 100 પ્રધાનમંત્રી ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ પણ આ દરમિયાન ડેવલપ કરવામાં આવશે. મેટ્રો સિસ્ટમને ડેવલપ કરવા માટે ઇનોવેટીવ રસ્તાઓ અપનાવામાં આવશે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject