Salman Khan Fans: ઈદ પર ભાઈજાનના દિદાર કરવા માટે આવેલા ચાહકો પર લાઠીચાર્જ
Salman Khan Fans: આજે દુનિયાભરમાં ઈદ (Eid) ઉજવવામાં આવી રહી છે. તો ઈદ અને બૉલિવૂડ અભિનેતા સલમાન ખાન (Salman Khan) વચ્ચે ખાસ સંબંધ છે. જોકે દર વર્ષે ઈદ પર સલમાન ખાન (Salman Khan) તેની ફિલ્મને લઈ જાહેરાત અથવા નવી ફિલ્મી સિનેમા ઘરમાં રિલીઝ થતી હોય છે. તે ઉપરાંત ઈદ (Eid) પર સલમાન ખાન (Salman Khan) ના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ભાઈજાનની એક ઝલક જોવા માટે ભારે ભીડ જોવા મળતી હોય છે.
- ઈદ પર ભાઈજાનના ઘરની બહાર ચાહકોની ભારે ભીડ
- પોલીસે રસ્તા પરથી ચાહકોને દૂર કરવા કર્યો લાઠીચાર્જ
- ભાઈજાને નવી ફિલ્મની કરી જાહેરાત
ત્યારે આજરોજ ઈદ (Eid) પર સલમાન ખાન (Salman Khan) ના ફેન્સ ઈદની શુભેચ્છા પાઠવવા ગેલેક્સી એપાર્ટમેન્ટની લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પરંતુ ક્યારેક ભીડ એટલી વધી જાય છે કે તેને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડે છે. ભાઈજાન (Salman Khan) ના ફેન્સ તેમની એક ઝલક જોવા માટે વહેલી સવારથી ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર રાહ જોઈને ઉભા હોય છે.
લાઠીચાર્જનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
The public and fans started gathering outside the galaxy apartment to see MEGASTAR SALMAN KHAN#SalmanKhan𓃵 #SalmanKhan #SikandarEid2025 pic.twitter.com/cLNOyDJgjV
— Lokendra Kumar (@rasafi24365) April 11, 2024
પરંતુ કેટલાક સંજોગોમાં સલમાન ખાન (Salman Khan) ના ચાહકોને કારણે રસ્તા પર સ્થિતિ બેકાબૂ બની જતી હોય છે. ત્યારે આજરોજ આવી જ પરિસ્થિતનું નિર્માણ થયું હતું, તેના કારણે પોલીસે સલમાન ખાન (Salman Khan) ના ચાહકો પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, પોલીસ લોકો પર લાઠી વડે હુમલો કરી રહી છે.
ભાઈજાને નવી ફિલ્મની કરી જાહેરાત
જોકે આ વર્ષે કોઈ ફિલ્મ સલમાન ખાન (Salman Khan) ની સિનેમા ધરોમાં રિલીઝ થઈ નથી. પરંતુ આજરોજ તેમણે નવી ફિલ્મ સિકંદરની જાહેરાત કરી છે. આ ફિલ્મ દિગ્ગજ ફિલ્મ નિર્દેશક એ આર મુરુગાદોસ બનાવી રહ્યા છે. જોકે આ ફિલ્મ આવનારી ઈદ (Eid) પર રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો: મફતમાં બની શકશો IAS! આ અભિનેતાએ ફ્રી કોચિંગ માટેની જવાબદારી ઉઠાવી
આ પણ વાંચો: Forever young તબુના હેવી મેકપએ તબ્બુની છાપ બગાડી
આ પણ વાંચો: An actress living the character-મંજરી ફડનીસ