Sanand Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ ક્ષત્રિય સમાજ પર પહેલીવાર આપી પ્રતિક્રિયા
Sanand Amit Shah: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈ દેશભરમાં નેતાઓ અને મંત્રીઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ ગુજરાત (Gujarat) માં સાણંદ (Sanand) ની અંદર કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah) નો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. તે ઉપરાંત અમદાવાદની અંદર રાણીપથી લઈ વેજલપુર સુધી રોડ શોનું આયોજન કરાયું છે.
- સાણંદ અને અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રીનો રોડ શો
- અમદાવાદમાં રાત્રે જનસભાને સંબોધશે
- ક્ષત્રિય સમાજના વિરોધ પર નિવેદન આપ્યું
Sanandમાં અમિતભાઈ શાહનો ભવ્યાતિભવ્ય રોડ શો | Gujarat First@narendramodi @AmitShah @CRPaatil @BJP4Gujarat @Bhupendrapbjp #gujarat #ahmedabad #amitshah #loksabhaelection2024 #bjp #gujaratfirst pic.twitter.com/k5VGXB3m2a
— Gujarat First (@GujaratFirst) April 18, 2024
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ના ભવ્ય રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રોડ શોમાં જોરશોરથી 400 પારના નારા લગાવવામાં આવ્યા હતા. આજે સવારથી લોકસભા (Lok Sabha Election) મતવિસ્તારના તમામ 7 વિધાનસભા મતવિસ્તારોમાં સવારે 9 થી સાંજના 7 કલાક સુધી રોડ શોનું આયોજન કરાયું છે. તેના અંતર્ગત અમિત શાહનો પહેલો રોડ શો સવારે 9 વાગ્યે શરૂ થયો હતો.
અમદાવાદમાં રાત્રે જનસભાને સંબોધશે
અમદાવાદ (Ahmedabad) ના એપીએમસી સર્કલથી નળસરોવર ચોક સુધી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શો લગભગ 1 કલાક સુધી ચાલ્યો હતો. બીજો રોડ શો સવારે 10.15 કલાકે શરૂ થયો હતો. આ રોડ શો ગાંધીનગરના જેપી ગેટથી ટાવર ચોક સુધી ગયો હતો. ત્રીજો રોડ શો સાંજે 4 કલાકે શરૂ થશે જે લગભગ 3 થી 4 કલાક સુધી ચાલશે. આ રોડ શો અમદાવાદમાં રાણીપ ચોક થઈને વેજલપુર પહોંચશે.
Sanand: ગુજરાત ફર્સ્ટની અમિતભાઈ શાહ સાથે EXCLUSIVE વાતચીત | Gujarat First@narendramodi @AmitShah @CRPaatil @Bhupendrapbjp @BJP4Gujarat #gujarat #ahmedabad #amitshah #loksabhaelection2024 #bjp #gujaratfirst pic.twitter.com/U6uqwUnJve
— Gujarat First (@GujaratFirst) April 18, 2024
ક્ષત્રિય સમાજના વિરોધ પર નિવેદન આપ્યું
ત્યારે તેમણે પ્રચાર દરમિયાન ગુજરાતમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવતા વિરોધને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, પરષોત્તમ રૂપાલાએ આ મામલે દિલથી માફી માંગી છે. હવે બીજે ક્યાંય નારાજગી નથી. હકીકતમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ દલિત સમાજના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે, 'અંગ્રેજોએ આપણા પર રાજ કર્યું. અને દલિતો પર સૌથી વધુ ત્રાસ ગુજારવામાં આવ્યો, પરંતુ તેઓ ઝૂક્યા નહીં.
અમિત શાહ આવતીકાલે ઉમેદવારી નોંધાવશે
19 એપ્રિલે અમિત શાહ (Amit Shah) ગાંધીનગર કલેક્ટર કચેરીમાં અવિજિત મુહૂર્તમાં બપોરે 12:39 વાગ્યે ઉમેદવારી ફોર્મ ભરશે. ગાંધીનગરમાં 21 લાખ જેટલા મતદારો છે. ગૃહમંત્રી અમિત શાહ 2019 માં 5 લાખ 57 હજાર મતોથી જીત્યા હતા. આ વખતે 10 લાખ મતોથી જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Ahmedabad Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રીના રોડ શો દરમિયાન હોમગાર્ડનું હ્રદય હુમલાથી મોત નિપજ્યુ
આ પણ વાંચો: Amit Shah: સાણંદમાં રોડ શો દરમિયાન અમિત શાહનો પ્રચંડ પ્રચાર, જનમેદનીને કર્યું સંબોધન
આ પણ વાંચો: ગુજરાત ફર્સ્ટ સાથે અમિત શાહની Exclusive વાતચીત, શહેન‘શાહ’નો હુંકાર ‘અબ કી બાર 400 પાર’