Download Apps
Home » VADODARA : દિવ્યાંગ બાળકોએ મતદાન જાગૃતિનો આપ્યો રંગબેરંગી સંદેશ

VADODARA : દિવ્યાંગ બાળકોએ મતદાન જાગૃતિનો આપ્યો રંગબેરંગી સંદેશ

VADODARA : વડોદરા લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા (WAGHODIYA VIDHANSABHA) બેઠકની પેટા ચૂંટણી તા.૭ મે,૨૦૨૪ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ શહેર જિલ્લામાં સ્વિપ હેઠળ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

રંગોળીના માધ્યમથી મતદાન જાગૃતિની અપીલ

જેના ભાગરૂપે આજે SVEEP અંતર્ગત શહેરની કમળાબેન બધીર વિદ્યાલય,કારેલીબાગ ખાતે દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ યુવા મતદારો દ્વારા રંગોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં દિવ્યાંગ વ્યક્તિઓની ભાગીદારી વધે અને દિવ્યાંગ મતદારો તેમજ અન્ય મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે મૂક ધ્વનિ ટ્રસ્ટ સંચાલિત કમળાબેન બધીર વિદ્યાલય ખાતે દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ મતદારોએ રંગોળીના માધ્યમથી મતદાન જાગૃતિનો અનોખો સંદેશો ફેલાવી મતદાન માટે અપીલ કરી હતી.

ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ

૨૫ જેટલા દિવ્યાંગ બાળકો અને શિક્ષકોએ ૧૦*૮, ૫*૪ અને ૪*૪ની બે બે રંગોળી દોરી અવસર લોકશાહીનો,મારા ભારતનો, મતદાન આપણો અધિકાર, મતદાન અવશ્ય કરો, ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ જેવા સૂત્રો દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો.

બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું

આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો,નાયબ મ્યુનિ.કમિશનર જે.એસ. પ્રજાપતિ, નોડલ અધિકારી ભરત પંચોલી,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી, સ્વિપના કો ઓર્ડીનેટર ડો.સુધીર જોશી, મામલતદાર ઉત્તર જાનકી પટેલ, મામલતદાર પૂર્વ ડી.આર.જોશી, શાળાના આચાર્ય એ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું

મતદાન જાગૃતિ માટે રમતગમત સ્પર્ધાઓનું આયોજન

જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગ હેઠળ વડોદરા શહેર જિલ્લામાં સ્વિપ અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે રમતગમત સ્પર્ધાના માધ્યમથી મતદાન માટે જાગૃતિ ઉભી કરવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,વાઘોડિયા રોડ ખાતે આવતીકાલ તા.૧૪.૦૪.૨૦૨૪ ના રોજ સવારે ૭ કલાકથી રમત ગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફૂટબોલ,હોકી,વોલીબોલ ખો-ખો, રસ્સા ખેચ, યોગાસન બેડમિન્ટન, ચેસ અને ગિલ્લી દંડા જેવી સ્પર્ધાઓના આયોજનથી મતદાન માટે જાગૃતિ ઊભી કરવામાં આવશે.શહેર જિલ્લાના રમતવીરો આ સ્પર્ધાના માધ્યમથી મતદાન માટે અપીલ કરશે.

આ પણ વાંચો —  SOU : સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લેસર શો અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર

IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
By Hardik Shah
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
By VIMAL PRAJAPATI
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
By Vipul Pandya
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
By Hiren Dave
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
By Vipul Sen
આ 35 વર્ષીય અભિનેત્રીએ પૂલમાં માણી ગરમીની મજા…
આ 35 વર્ષીય અભિનેત્રીએ પૂલમાં માણી ગરમીની મજા…
By Dhruv Parmar
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
By Aviraj Bagda
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ? COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો ‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક આ 35 વર્ષીય અભિનેત્રીએ પૂલમાં માણી ગરમીની મજા… ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે? ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે