Cartosat-2 Satellite: 17 વર્ષ બાદ ઈસરોએ અંતરિક્ષમાં રહેલા સેટેલાઈટને સફળતાથી પૃથ્વીમાં પહોંચાડ્યો
Cartosat-2 Satellite: ઈસરો (ISRO) એ 17 વર્ષ લોન્ચ કરેલા Cartosat-2 ઉપગ્રહ (Satellite) નો અંતરિક્ષમાં નાશ પામ્યો હતો. ત્યારે તાજેતરમાં આ ઉપગ્રહ પૃથ્વી પર પરત ફર્યો છે. જોકે હિંદ મહાસાગરના દરિયાઈ વિસ્તારમાં ખાબક્યો હતો.
- ઈસરોએ સેટેલાઈટને ધરતી પર પરત ફેરવ્યો
- સેટેલાઈટનો અમુક ભાગ દરિયામાં સમાયો
- લોન્ચિંગ સમયે સેટેલાઈટનું વજન 680 કિલો
- અગાઉ સેટેલાઈટનું આયુષ્ય 30 વર્ષ આંકવામાં આવ્યું
ઈસરોએ સેટેલાઈટને ધરતી પર પરત ફેરવ્યો
17 વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવેલ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) નો Cartosat-2 ઉપગ્રહ (Satellite) નાશ પામ્યો હતો. ઈસરો (ISRO) ના સત્તાવાર પોસ્ટ દ્વારા જણાવાયું કે, Cartosat-22 ઉપગ્રહને (Satellite) 14 ફેબ્રુ. 2024 એ અવકાશમાંથી પૃથ્વીના વાતાવરણમાં લાવવામાં આવ્યો હતો.
સેટેલાઈટનો અમુક ભાગ દરિયામાં સમાયો
Cartosat-2: Atmospheric re-entry
🛰️ Cartosat-2, ISRO's high-resolution imaging satellite, bid adieu with a descent into Earth's atmosphere on February 14, 2024, as predicted.ISRO had lowered its orbit from 635 km to 380 km by early 2020.
This strategic move minimized space… pic.twitter.com/HJCWONymS9
— ISRO (@isro) February 16, 2024
ઈસરો (ISRO) પ્રમાણે 14 ફેબ્રુઆરીના રોજ બપોરે 3:48 કલાકે ઉપગ્રહ હિંદ મહાસાગરમાં પૃથ્વીની કક્ષામાં પ્રવેશ્યો હતો. આવી સ્થિતિમાં કાં તો સેટેલાઇટ (Satellite) બળી ગયો હશે અથવા તો સેટેલાઇટ (Satellite) નો બાકીનો ભાગ દરિયામાં પડી ગયો હશે, જેને આપણે શોધી શક્યા નથી.
લોન્ચિંગ સમયે સેટેલાઈટનું વજન 680 કિલો
ઈસરો (ISRO) પ્રમાણે, Cartosat-2 ઉપગ્રહ 10 જાન્યુ. 2007 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. તે સમયે તેનું વજન 680 કિલો હતું અને તેને 635 કિમીની ઊંચાઈએ સૂર્ય-સિંક્રનસ ધ્રુવીય ભ્રમણકક્ષામાં ગોઠવવામાં આવ્યો હતો.
અગાઉ સેટેલાઈટનું આયુષ્ય 30 વર્ષ આંકવામાં આવ્યું
શરૂઆતમાં એવી આશા હતી કે કાર્ટોસેટ-2 સેટેલાઇટ 30 વર્ષમાં કુદરતી રીતે પડી જશે. ઇસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) સિસ્ટમ ફોર સેફ એન્ડ સસ્ટેનેબલ સ્પેસ ઓપરેશન્સ (SFSSSO) ટીમે 14 ફેબ્રુ. એ Cartosat-2 ના વાતાવરણમાં પુનઃપ્રવેશની આગાહી કરી હતી.
આ પણ વાંચો: Meta CEO : માર્ક ઝકરબર્ગની દિનચર્યા શું છે ?