Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મારુતી સુઝુકીની બાદશાહત ખતમ, TATA Punch ગાડીએ તમામ ગાડીઓને ફિક્કી પાડી

મુંબઇ : ભારતીય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી માટે માર્ચનો મહિનો ખુબ જ અનોખો રહ્યો કારણ કે બજારની આખી સ્થિતિ જ ઉંધી થઇ ગઇ હતી. સામાન્ય રીતે મારુતી સુઝુકી (MARUTI SUZUKI) જ ગાડીઓના માર્કેટમાં ટોપ પર રહે છે. જો કે આ મહિનામાં ટાટા...
મારુતી સુઝુકીની બાદશાહત ખતમ  tata punch ગાડીએ તમામ ગાડીઓને ફિક્કી પાડી
Advertisement

મુંબઇ : ભારતીય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી માટે માર્ચનો મહિનો ખુબ જ અનોખો રહ્યો કારણ કે બજારની આખી સ્થિતિ જ ઉંધી થઇ ગઇ હતી. સામાન્ય રીતે મારુતી સુઝુકી (MARUTI SUZUKI) જ ગાડીઓના માર્કેટમાં ટોપ પર રહે છે. જો કે આ મહિનામાં ટાટા પંચ (TATA PUNCH) ટોપ પર રહી હતી. જ્યારે બીજા નંબરે પણ મારૂતીના બદલે હુન્ડાઇની ક્રેટા (HYUNDAI CRETA)રહી હતી.

મારુતી સુઝુકી ટોપ-2 માં પણ સ્થાન ન મેળવી શકી

ક્યારેક જ એવું બનતું હોય છે કે, મારુતી ગાડીઓની સેલ્સ બાબતે બીજા નંબર પર રહી હોય, સામાન્ય રીતે મારુતી હંમેશા નંબર 1 પર રહે છે, જો કે માર્ચ 2024 માં આવું થયું છે. ટાટાની પંચ પ્રથમ નંબર પર રહી છે. મારુતી ત્રીજા નંબર પર ખસી ગઇ હતી. બીજા નંબર પર હુન્ડાઇની ક્રેટા ગાડી રહી હતી. 2024 નો માર્ચ મહીનો ખુબ જ સરપ્રાઇઝીંગ રહ્યો હતો. ટાટાની ફ્લેગશીપ કાર 17,547 યુનિટના સેલ સાથે નંબર વન પર રહી હતી. જ્યારે બીજા નંબર પર હ્યુન્ડાઇની ક્રેટા ગાડી 16,458 નંબર સાથે બીજા નંબર પર રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ટાટા પંચ એક મજબુત અને નક્કર ગ્રોથ સાથે માર્ચ મહિને પણ નંબર 1 પર રહી હતી. જ્યારે હ્યુન્ડાઇની ક્રેટાનું પ્રદર્શન પણ ફેસલિફ્ટ મોડલ બાદ આશ્ચર્યજનક રીતે સુધર્યું હતું.

Advertisement

TATA PUNCH લોકોમાં ખુબ જ પ્રસિદ્ધ થઇ રહી છે

અત્રે ઉલ્લેખનીય છે કે, ટાટાનું પંચ (TATA PUNCH) મોડલ ICE વર્ઝન 6.13 લાખથી 10.20 લાખ (એક્સ શો રૂમ પ્રાઇસ) વચ્ચે છે. જ્યારે પંચ ઇવી 10.99 લાખથી 15.49 લાખ (એક્સ શો રૂમ પ્રાઇસ) સાથે રહી હતી. હ્યુન્ડાઇ ક્રેટાની (HYUNDAI CRETA) કિંમત 11 લાખથી માંડીને 2015 લાખ (એક્સ શો રૂમ પ્રાઇઝ) સાથે છે. જ્યારે બીજી તરફ હ્યુન્ડાઇ ક્રેટા એન લાઇનની શરૂઆત 16.82 લાખથી માંડી 20.45 લાખ (એક્સ શો રૂમ પ્રાઇસ) રહ્યું હતું. જ્યારેમાર્ચ 2024 માં ટોપ ત્રણ પર ટાટા, હ્યુન્ડાઇ અને મારુતી સુઝુકી રહ્યા હતા. મારુતી સુઝુકીની વેગન આર (MARUTI SUZUKI WAGON R) કાર 16,368 યુનિટ સાથે ત્રીજા નંબરે રહી હતી. સુઝુકી ડિઝાયર (MARUTI SUZUKI DZIRE) 15,894 યુનિટ અને મારુતી સુઝુકી સ્વિફ્ટ (MARUTI SUZUKI SWIFT) 15,728 યુનિટ વેચાયા હતા. સામાન્ય રીતે મારુતી સુઝુકીની વેગન આર અને સ્વિફ્ટ હંમેશા વેચાણના ટોપ ચાટ પર રહેતી હોય છે.

Advertisement

Tags :
Advertisement

.

×