Download Apps
Home » CR Patil : ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી હેટ્રીક કરાશે

CR Patil : ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી હેટ્રીક કરાશે

BY ELECTION : લોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભા ચૂંટણીની (Lok Sabha Election 2024) તારીખોની જાહેરાત આજે રાષ્ટ્રીય ચૂંટણી પંચ (National Election Commission) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કરવામાં આવી છે. ગુજરાતમાં (Gujarat lok Sabha Eleciton) 26 લોકસભા બેઠકો સાથે ખાલી રહેલી વિધાનસભા બેઠકો (Gujarat Assembly Eleciton) માટે પણ ચૂંટણીની તારીખોની જાહેરાત કરાઈ છે. ગુજરાતમા 6 વિધાનસભા બેઠકો પૈકી 5 વિધાનસભા બેઠકો પર ચૂંટણી (BY ELECTION) યોજવાની જાહેરાત કરાઇ છે પણ વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી (BY ELECTION) ની જાહેરાત કરાઇ નથી. દેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે (CR Patil) કહ્યું કે દરેક બેઠક પર 5 લાખ મતોથી જીતનો ટાર્ગેટ છે અને ભાજપ પાર્ટી જે વચનો આપે છે તે પૂર્ણ કરે છે. CR Patil એ કહ્યું કે  ભાજપનો કાર્યકર્તા 5 લાખ મતથી જીતવા સક્ષમ છે. 26માંથી 26 બેઠક જીતી હેટ્રીક કરાશે.

26માંથી 26 બેઠક જીતી હેટ્રીક કરાશે

ગુજરાતમાં 7 મેના રોજ ત્રીજા તબક્કામાં 26 બેઠક પર ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે 26માંથી 26 બેઠક જીતી હેટ્રીક કરાશે. તેમણે કહ્યું કે દરેક બેઠક પર 5 લાખ મતોથી જીતનો ટાર્ગેટ છે અને ભાજપ પાર્ટી જે વચનો આપે છે તે પૂર્ણ કરે છે. ભાજપનો કાર્યકર્તા 5 લાખ મતથી જીતવા સક્ષમ છે અને બધી બેઠકો પર 80 ટકા સુધી મતદાન લઈ જવાનો ટાર્ગેટ છે. તેમણે કહ્યું કે ભાજપના ઉમેદવારો આચારસંહિતાનું પાલન કરશે અને સારા વાતાવરણમાં ચૂંટણી થાય તેવો પ્રયત્ન કરીશું.

વિસાવદર બેઠકની જાહેરાત કરાઇ નથી

ગુજરાતમાં વાઘોડીયા, ખંભાત, માણાવદર, પોરબંદર, વિજાપુર અને વિસાવદર બેઠકના ધારાસભ્યોએ રાજીનામા આપતાં આ બેઠકો પર પેટા ચૂંટણી યોજવાની જરુરીરાયત ઉભી થઇ છે પણ આજે જ્યારે ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજીને દેશની સામાન્ય લોકસભા ચૂંટણી અને કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ સાથે વિધાનસભાની પેટાચૂંટણીઓની પણ જાહેરાત કરી હતી જેમાં ગુજરાતની 5 વિધાનસભા બેઠકો પરની પેટા ચૂંટણી યોજવાની જાહેરાત થઇ હતી પણ વિસાવદર બેઠકની જાહેરાત કરાઇ ન હતી.

હાઇકોર્ટમાં મેટર સબ જ્યુડીશ

જો કે વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત બાકી હોવા મુદ્દે જાણકારી મળી છે કે હાઇકોર્ટમાં મેટર સબ જ્યુડીશ હોવાથી જાહેરાત બાકી છે. હાઈકોર્ટના ચુકાદા બાદ પેટા ચૂંટણીની જાહેરાત થશે. 26 જાન્યુઆરી 2023નાં રોજ હર્ષદ રિબડીયાએ અરજી કરી હતી . વિજેતા ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી કરી હતી હાલ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી ચૂંટણીની જાહેરાત બાકી છે.

4 જૂનના રોજ લોકસભા, વિધાનસભાનું એક જ દિવસે પરિણામ જાહેર થશે

ઉલ્લેખનિય છે કે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે અને પાંચ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ યોજાશે. 12 એપ્રિલે ગુજરાતમાં નોટિફિકેશન જાહેર થશે. 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જ્યારે 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. 4 જૂનના રોજ લોકસભા, વિધાનસભાનું એક જ દિવસે પરિણામ જાહેર થશે.

આ પણ વાંચો—– LOKSABHA 2024 : ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારે ત્રણ વખત જાહેરાત આપવી પડશે

આ પણ વાંચો— Lok Sabha Elections : દાદરાનગર હવેલીના સાંસદ ભાજપમાં જોડાયા, ભવ્ય રેલી યોજી શક્તિપ્રદર્શન કર્યું!

આ પણ વાંચો—– ELECTIONS: EVM પર ઉઠી રહેલા સવાલો પર CECનો ટોણો

જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
By Hiren Dave
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
By Harsh Bhatt
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
By VIMAL PRAJAPATI
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
By VIMAL PRAJAPATI
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
By Harsh Bhatt
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
By Dhruv Parmar
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
By VIMAL PRAJAPATI
Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી
Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે! ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ? શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે? Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી