
સૌરાષ્ટ્રની મિલોમાં સીંગતેલનું દૈનિક ઉત્પાદન 300 ટન છે. છતા હાલ સિંગતેલના ડબ્બાના ભાવ 2420 રૂ.ની આસપાસ પહોંચ્યા છે. સિંગતેલની સાથે અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2350 ની આસપાસ પહોંચ્યો છે. અન્ય તેલના ભાવ જોઈએ તો, પામતેલનો ભાવ 2200 રૂપિયા, સોયાબીન તેલના ડબ્બાનો ભાવ 2250 થી 2300 રૂપિયા, સનફ્લાવર્સ તેલનો ડબ્બો 2150 રૂપિયા અને મકાઈના તેલનો ડબ્બો 2080 રૂપિયા પર પહોંચ્યો છે. ત્યારે તેલમાં ભાવ વધારો ક્યારે અંકુશમાં આવશે તે નક્કી નથી.