Download Apps
Home » Budget 2024: બજેટમાં કોને શું મળ્યું? કોના ભાગે શું આવ્યું? જાણો આ ખાસ વાતો

Budget 2024: બજેટમાં કોને શું મળ્યું? કોના ભાગે શું આવ્યું? જાણો આ ખાસ વાતો

Budget 2024: આજે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ 2024 પેશ કર્યું છે. જેમાં ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, મિની બજેટથી દેશવાસીઓને મોટી રાહત મળશે તેવી અપેક્ષાઓ હતી. પરંતુ વચગાળાના બજેટમાં એવી કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. નાણાં મંત્રીએ સંસદમાં 57 મિનિટનું બજેટલક્ષી ભાષણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેમાં મોદી સરકારની 10 ઉપલ્બ્ધીઓની પણ વાત કરી હતી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સવારે 11:01 વાગે બજેટલક્ષી ભાષણ શરૂ કર્યું અને 11:58 વાગે પૂર્ણ કર્યુ એમ 57 મિનિટનું ભાષણ આપ્યું હતું.

આ બજેટલક્ષી ભાષણમાં તેમણે કહ્યું કે, અમે વચગાળાના બજેટ (Budget 2024)ની પરંપરા ચાલુ રાખી છે. આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી માત્ર થોડા મહિનાઓમાં જ જાહેર થવાની છે. આવી સ્થિતિમાં, વચગાળાના બજેટમાં સામાન્ય રીતે કોઈ મોટી નીતિગત જાહેરાતો હોતી નથી. છતાં બજેટમાં જે મુદ્દાઓની નાણાં મંત્રીએ વાત કરી છે તેનો તાગ મેળવીએ કે કોને શું મળ્યું અને કોના ભાગમાં શું આવ્યું…

01. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમે ત્રણ કરોડ મકાનો આપવાના લક્ષ્યની નજીક છીએ. આગમી પાંચ વર્ષમાં બે કરોડ મકાનોનું નિર્માણ કરાવવામાં આવશે. આ સિવાય ભાડાના મકાનમાં અને ઝોપડીમાં રહેતા મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘર ખરીદવા અને બનાવા માટે મદદ થઈ શકે તેવી યોજના લાવશું.

02. છત પર સોલાર પેનલ લગાવાથી એક કરોડ પરિવાર દર મહિને 300 યૂનિટ વીજળી મફતમાં મેળવી શકશે. આ પરિવારોને દર વર્ષે 15થી 18 હજારનો ફાયદો થશે.

03. અત્યારે યુવાનો સારા ડોક્ટર બનાવા માંગે છે, તેવામાં વધારે મેડિકકલ કોલેજ ખોલવામાં આવશે. તેના માટે એક કમિટીની રચના કરવામાં આવશે.

04. સર્વાઇકલ કેન્સર સામે લડવા માટે, 9 થી 14 વર્ષની વયની છોકરીઓના રસીકરણ પર ભાર મૂકવામાં આવશે.

05. આયુષ્યમાન ભારત યોજના હેઠળ તમામ આશા વર્કર, આંગણવાડી કાર્યકરો અને સહાયકોને આરોગ્ય સંભાળમાં સામેલ કરવામાં આવશે. આંગણવાડી અને પોષણ યોજનાઓને ઝડપી બનાવવામાં આવશે. નવા U-Win પ્લેટફોર્મ અને મિશન ઇન્દ્રધનુષ પર કામ સમગ્ર દેશમાં ઝડપથી કરવામાં આવશે.

06. નેનો યુરિયા સફળતાપૂર્વક અપનાવવામાં આવ્યું છે. જે પછી નેનો ડીએપીનો ઉપયોગ તમામ એગ્રો-ક્લાઇમેટ ઝોનમાં વિવિધ પાકો પર કરવામાં આવશે.

7. વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ અત્યારે ભારત છે. પરંતુ દુધાળા પ્રાણીઓની દૂધ ઉત્પાદકતા ઓછી છે. ડેરી ખેડૂતોને મદદ કરવા માટે એક કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે. પગ અને મોઢાના રોગને નિયંત્રણમાં લેવા માટે પહેલ કરવામાં આવી રહી છે.

8. મત્સ્યોદ્યોગ માટે પણ અલગ વિભાગની સ્થાપના કરવામાં આવી છે. આંતરદેશીય અને જળચરઉત્પાદન બમણું થયું છે. સીફૂડની નિકાસ પણ સારી એવી વધી ગઈ છે. આ સાથે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાને વધારેમાં વધારે પ્રોત્સાહન આપવામાં આવશે. એક્વાકલ્ચર ઉત્પાદકતા 3 ટનથી વધારીને 5 ટન કરવામાં આવશે. નિકાસ વધારીને 1 લાખ કરોડ સુધી લઈ જવામાં આવશે. મત્સ્ય સંપદા યોજના 55 લાખ નવી નોકરીઓનું સર્જન કરશે. પાંચ સંકલિત પાર્ક અને એક્વાપાર્કની સ્થાપના કરવામાં આવશે.

9. અત્યારે 1 કરોડ મહિલાઓ ‘લખપતિ’ બની ચૂકી છે. આ લક્ષ્યાંક 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

10. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ કહ્યું હતું, જય જવાન, જય કિસાન, પીએમ અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું, જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન. પીએમ મોદીએ કહ્યું, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય સંશોધન કર્યું છે. નવી પહેલ એ વિકાસનો આધાર છે.

11. ટેક્નોલોજી અપનાવી રહેલા આપણા યુવાનો માટે આ એક સુવર્ણ સમયગાળો હશે. 50 વર્ષની વ્યાજમુક્ત લોન દ્વારા રૂ. 1 લાખ કરોડનું ભંડોળ સ્થાપિત કરવામાં આવશે. આ કોર્પસ નીચા અથવા શૂન્ય વ્યાજ દરે લાંબા ગાળાના ધિરાણ અથવા પુનર્ધિરાણ પૂરું પાડશે.

12. આગામી વર્ષનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ ખર્ચ 11.1 ટકા વધારવામાં આવ્યો છે. કુલ 11,11,111 કરોડ રુપિયાની રકમ નિર્ધારિત કરવામાં આવી છે. આ કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના 3.4 ટકા હશે. જથ્થામાં વધારો આર્થિક વિકાસ અને રોજગાર સર્જનને અનેકગણો વેગ આપશે.

13. પ્રધાનમંત્રી ગતિ શક્તિ હેઠળ ઓળખાયેલ ત્રણ મુખ્ય આર્થિક રેલ કોરિડોરનો શુભારંભ કરવામાં આવશે. આ ત્રણ કોરિડોર છે – (i) એનર્જી, મિનરલ અને સિમેન્ટ કોરિડોર, (ii) પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર અને (iii) હાઇ ટ્રાફિક કોરિડોર. આ પ્રોજેક્ટ્સ માત્ર કનેક્ટિવિટી વધારશે નહીં પરંતુ લોજિસ્ટિક્સમાં પણ સુધારો કરશે અને ખર્ચમાં ઘટાડો કરશે.

14. મુસાફરોની સુવિધા, આરામ અને સલામતી વધારવા માટે 40,000 સામાન્ય રેલવે કોચને “વંદે ભારત” ધોરણોમાં રૂપાંતરિત કરવામાં આવશે. મેટ્રો રેલ અને નમો ભારત રેલ સિસ્ટમ ગતિશીલતાલક્ષી વિકાસને ખાસ કરીને મોટા શહેરોમાં પ્રોત્સાહન આપશે. લોજિસ્ટિક્સ સિસ્ટમની કાર્યક્ષમતા વધશે અને ખર્ચમાં ઘટાડો થશે. મેટ્રો રેલ અને નમો ઈન્ડિયા શહેરી પરિવર્તન માટે ઉત્પ્રેરક બની રહ્યા છે. મોટા શહેરોમાં આ સિસ્ટમને વિસ્તારવા માટે સપોર્ટ આપવામાં આવશે.

15. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 વર્ષમાં દેશમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈને અત્યારે 149 થઈ ગઈ છે. UDAN યોજના હેઠળ વધુ શહેરોને હવાઈ માર્ગો દ્વારા જોડવામાં આવ્યા છે. અત્યારે 570 નવા હવાઈ માર્ગો 1.3 કરોડ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડી રહ્યા છે. દેશની ઉડ્ડયન કંપનીઓ 1000 થી વધુ નવા એરક્રાફ્ટની ખરીદી માટે ઓર્ડર આપીને વિકાસના માર્ગ પર આગળ વધી રહી છે. હાલના એરપોર્ટનું વિસ્તરણ અને નવા એરપોર્ટનો વિકાસ ઝડપી ગતિએ ચાલુ રહેશે.

16. સ્કિલ ઈન્ડિયા મિશન યુવાનોને મદદ કરી રહ્યું છે. 3 હજાર નવી ITI ખોલવામાં આવી. 7 IIT, 16 IIIT, 15 AIIMS અને 390 યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. સ્કીલ ઈન્ડિયા મિશન દ્વારા 1.4 કરોડ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. 54 લાખ યુવાનોને અપગ્રેડ કરીને પુનઃ કૌશલ્ય બનાવાયા છે.

17. અમારી સરકાર ઈ-વ્હીકલ મેન્યુફેક્ચરિંગ અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકો આપશે અને ઈ-વ્હીકલ ઈકોસિસ્ટમને વિસ્તૃત અને મજબૂત કરશે. જાહેર પરિવહન નેટવર્ક માટે ઇબસના વધુ ઉપયોગને પેમેન્ટ સિક્યોરિટી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે.

18. ઋણ સિવાયની કુલ રસીદોનો સુધારેલ અંદાજ રૂ. 27.56 લાખ કરોડ છે, જેમાંથી કરની આવક રૂ. 23.24 લાખ કરોડ છે. કુલ ખર્ચનો સંશોધિત અંદાજ 44.90 લાખ કરોડ રૂપિયા છે. 30.03 લાખ કરોડની આવકની આવક બજેટ અંદાજ કરતાં વધુ હોવાની અપેક્ષા છે. રાજકોષીય ખાધનો સુધારેલ અંદાજ જીડીપીના 5.8 ટકા છે, જે વૃદ્ધિના અંદાજમાં ઘટાડો હોવા છતાં અપેક્ષા કરતા વધુ સારો છે.

19. 2024-2025માં ઋણ સિવાયની કુલ રસીદો અને કુલ ખર્ચ અનુક્રમે રૂ. 30 લાખ કરોડ અને રૂ. 47.66 લાખ કરોડ હોવાનો અંદાજ છે. ટેક્સની આવક રૂ. 26.02 લાખ હોવાનો અંદાજ છે. રાજ્યોના મૂડી ખર્ચ માટે 50 વર્ષની વ્યાજમુક્ત લોન યોજના આ વર્ષે પણ 1.3 લાખ કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે ચાલુ રાખવામાં આવશે. વર્ષ 2024-2025માં રાજકોષીય ખાધ જીડીપીના 5.1 ટકા રહેવાનો અંદાજ છે.

20. નવી કર યોજના હેઠળ, હવે 7 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા કરદાતાઓ માટે કોઈ કર જવાબદારી નથી. છૂટક વેપાર માટે આગોતરી કરવેરા મર્યાદા રૂ. 2 કરોડથી વધારીને રૂ. 3 કરોડ કરવામાં આવી છે. તેવી જ રીતે, પ્રિમમ્પ્ટીવ ટેક્સેશન માટે લાયક કારોબારીઓ માટે, આ મર્યાદા રૂ. 50 લાખથી વધારીને રૂ. 75 લાખ કરવામાં આવી હતી. હાલની સ્વદેશી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સનો દર 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરવામાં આવ્યો છે. કેટલીક નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે આ દર વધારીને 15 ટકા કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ભારતની અર્થવ્યવસ્થામાં આવ્યું મોટું પરિવર્તન, 2047 માં વિકસિત થઈ જઈશુંઃ નાણાંમંત્રી

જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
By Hiren Dave
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
By Harsh Bhatt
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
By VIMAL PRAJAPATI
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
By VIMAL PRAJAPATI
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
By Harsh Bhatt
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
By Dhruv Parmar
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
By VIMAL PRAJAPATI
Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી
Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે! ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ? શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે? Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી