અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલની એક દરગાહના મુંજાવર અને ડ્રાયવરના કુકર્મથી ગર્ભવતી થયેલી મુકબધીર યુવતીએ દીકરાને જન્મ આપ્યો છે. 33 વર્ષની યુવતીને આઠ માસનો ગર્ભ હતો ત્યારે મામલો સામે આવેલો. ગત રોજ પોતાના ઘરે હતી ત્યારે પ્રસુતિની પીડા ઉપડતા રાજકોટ સિવિલમાં દાખલ કરતા તબીબોએ પ્રસુતિ કરાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.16/5/2023ના રોજ ગોંડલની મુકબધીર યુવતીને પેટમાં દુ:ખાવો ઉપડતા રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી.જ્યાં યુવતીને પેટમાં આઠ માસનો ગર્ભ હોવાનુ ખુલતા ગોંડલ સિટી પોલીસના તત્કાલીન પીઆઈ મહેશ સંગાડાએ તપાસ હાથ ધરી હતી. ભોગ બનનાર મુક બધિર હોવાથી રાજકોટની મુકબધીર શાળાના નિષ્ણાંત શિક્ષકોની મદદ લેવાઈ હતી.
જેમાં દરગાહના મુંજાવર ઇકબાલ ઉર્ફ ઇકુ અહેમદ ચૌહાણ અને વોરકોટડા રોડ પર રહેતા ટ્રક ડ્રાયવર સિદ્દીક સતાર સાદેકીનું નામ ખુલ્યું હતું. બન્નેની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતા. ગઈકાલે યુવતીએ બાળકને જન્મ આપ્યો છે. હવે બન્ને આરોપીના ડીએનએ સેમ્પલ આ બાળકના ડીએનએ સેમ્પલ સાથે મેચ કરી બાળકનો પિતા કોણ છે તે અંગે ખુલાસો થશે.