Home » કડકડતી ઠંડીમાં બાળકોથી લઈને સિનિયર સીટીઝનોએ પોરબંદરના સમુદ્રના મોજાં સાથે બાથ ભીડી

કડકડતી ઠંડીમાં બાળકોથી લઈને સિનિયર સીટીઝનોએ પોરબંદરના સમુદ્રના મોજાં સાથે બાથ ભીડી

અહેવાલ – કિશન ચૌહાણ

શિયાળાની કડકડતી ઠંડીમાં પોરબંદરના ચોપાટી દરીયા કિનારે સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 23 વર્ષથી સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા કરવામાં આવે છે. આજે આયોજીત સ્વિમિંગ કોમ્પિટિશનમાં 100 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં બાળકોથી લઈને સિનિયર સીટીઝનોએ સમુદ્રના મોજાં સાથે બાથ ભીડી હતી.

યુવાનોને પણ શરમાવી દે તેમ સિનિયર સિટીઝન વડીલોએ કડકડતી ઠંડીમાં દરિયામાં માર્યા ધુબાકા

પોરબંદરના આંગણે કુદરતે રમણીય અને સુંદર મજાનો દરિયા કિનારો આપ્યો છે. હાલ શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઇ છે. આ શિયાળામાં પોરબંદરના યુવાનોથી લઇ સિનીયર સિટીઝનોએ દરિયામાં ધુબાકા મારી સ્પર્ધાનો આનંદ માણી શકે તે માટે પોરબંદર શ્રી રામ સી ક્લબ દ્વારા સુંદર વ્યવસ્થા સાથે ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન સ્પર્ધાનું અયોજન કરવામા આવ્યું હતું. દરિયાનો પ્રત્યે લોકોને ભય દૂર થાય તથા લોકો એડવેન્ચર સ્પોર્ટની મજા માણી શકે તે માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ – પોરબંદર આયોજિત ઓપન પોરબંદર સ્વીમીંગ કોમ્પિશનમાં 100 વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ કોમ્પિટિશન 1 કી.મી. અને 10 કી.મી.ની યોજવામાં આવી હતી. જેમાં 1 કી.મી.માં વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ 6-14, 14-40, 40-60 અને 60 થી ઉપરની ઉંમરનાં ભાઇઓ તથા બહેનો માટેની સ્વિમિંગ સ્પર્ધા યોજાઇ હતી, છેલ્લા 22 વર્ષથી સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા કરવામાં આવે છે. યુવાનોને પણ શરમાવી દે તેમ પોરબંદરનાં સિનિયર સિટીઝન વડીલોએ પણ શિયાળાની કડકડતી ઠંડીમાં દરિયામાં ધુબાકા માણી અનેક લોકોને પ્રેરણા આપી હતી.

બોસના નામથી જાણીતા પ્રેમજીભાઈએ 65 વર્ષેની ઉંમરે પણ દરિયાઇ સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ નંબર મેળવ્યો

પોરબંદરના જાણીતા એથ્લેટ અને *બોસ* ના નામથી જાણીતા પ્રેમજીભાઈ પોસ્તરિયા આજે 65 વર્ષની ઉંમરે પણ નિયમિત રનીંગ કરે છે તથા સ્પર્ધાત્મક પરીક્ષાની ગ્રાઉન્ડ કક્ષાની તૈયારી કરતા યુવાનોને નિયમિતપણે નિશુલ્ક તાલીમ આપે છે આ ઉપરાંત તેઓ ખૂબ સારું સ્વિમિંગ પણ કરે છે યુવાનોને સ્વીમીંગની પણ તાલીમ આપે છે પોરબંદરના રમણીય સમુદ્રમાં શ્રીરામ સિ સ્વીમીંગ ક્લબ દ્વારા ઓપન પોરબંદર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડીલ પ્રેમજીભાઈ પોસ્તરિયાએ પણ ભાગ લીધો હતો 60 વર્ષની ઉપરના વયની સ્પર્ધામાં તેઓએ ભાગ લીધો હતો અને પ્રથમ નંબરે તેઓ આવ્યા હતા અને યુવાનોને અપીલ કરી હતી કે મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રહી શરીરને જરૂરી કસરત અને સ્વિમિંગ કરવા આવે તો શરીર તંદુરસ્ત રહેશે આજે શ્રી રામ સિ સ્વીમીંગ ક્લબ સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તેઓને સુંદર આયોજન કરવા બદલ તેઓને હું અભિનંદન પાઠવું છું અને દર વર્ષે મોટી સંખ્યામાં નાના બાળકો અને વડીલો ઉત્સાહભેર તરણ સ્પર્ધામાં ભાગ લે છે તે ખૂબ સારું છે.

આ પણ વાંચો – કોંગ્રેસના પૂર્વ સાંસદની PM મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી, નોંધાઈ પોલીસ ફરિયાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
By Harsh Bhatt
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
By Hiren Dave
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
By Harsh Bhatt
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
By VIMAL PRAJAPATI
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
By VIMAL PRAJAPATI
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
By Harsh Bhatt
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
By Dhruv Parmar
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે! ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ? શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?