Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pran Pratishtha Mohotsav : ખોરજમાં ગુજરાતનું ઐતિહાસિત સંત સંમેલન, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

Pran Pratishtha Mohotsav, Khoraj: ખોરજ ગામ ખાતે ભારે હર્ષ અને ઉલ્લાસ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ પ્રાણ પ્રતિષ્છા મહોત્સવનો આજે છેલ્લો અને ખાસ દિવસ છે. આજના દિવસની વાત કરવામાં આવે તો ગામમાં ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો અનોખો...
pran pratishtha mohotsav   ખોરજમાં ગુજરાતનું ઐતિહાસિત સંત સંમેલન  cm ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
Advertisement

Pran Pratishtha Mohotsav, Khoraj: ખોરજ ગામ ખાતે ભારે હર્ષ અને ઉલ્લાસ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ પ્રાણ પ્રતિષ્છા મહોત્સવનો આજે છેલ્લો અને ખાસ દિવસ છે. આજના દિવસની વાત કરવામાં આવે તો ગામમાં ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતનું સૌથી મોટું ઐતિહાસિક સંત સંમેલન ખોરજમાં યોજાવાનું છે. આજના દિવસે દેશ અને રાજ્યના પૂજનીય સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિ રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખોરજ અંતર્ગત ગોરખનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુ હાજરી આપશે. આ પ્રસંગ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી. તેમની સાથે અન્ય ઘણા નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

આજે સંતો અને મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહેવાની

ઉલ્લેખનીય છે કે, આ મહોત્સવના ત્રીજા દિવસે ભવ્ય સંત સંમેલનનું (Khoraj Sant Sammelan) આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતનું સૌથી મોટું અને ઐતિહાસિક સંત સંમેલન ખોરજ ખાતે યોજાશે, જેમાં દેશ અને રાજ્યના પૂજનીય સાધુ-સંતો અને મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે. મળતી વિગતો પ્રમાણે આ સંત સંમેલનમાં ગોરખનાથ આશ્રમના (Gorakhnath Ashram) મહંત શ્રી શેરનાથ બાપુ, જગન્નાથ મંદિરના શ્રી દિલીપદાસજી મહારાજ (Dilipadasji Maharaj), ભારતી આશ્રમના હરિહરાનંદ ભારતીજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે. સાથે જ સંતશ્રી કાલીપુત્ર કાલીચરણ મહારાજ (Santshri Kaliputra Kalicharan Maharaj) સંત સંમેલનને શોભાવશે.

Advertisement

Advertisement

100 થી વધારે સંતો-મહંતો ખોરજની ધરા શોભાવશે

તમને જણાવી દઈએ કે, આજે ખોરજમાં 100 થી પણ વધારે મોટા સાધુના પગલા પડવાની છે. જેથી ખોરજ અને ગુજરાતની ધર ધન્ય થઈ જવાની છે. અનેક મહાન સંતોની હાજરી આજે ખોરજ ગામ શોભાયમાન થવાનું છે. સંતો મહંતોના સ્વાગત અને સન્માન માટે ભવ્ય તૈયારી પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, કાલે મહારાષ્ટ્રથી મહાન સંત કાલિચરણ પણ પધાર્યા હતા. હિંદુ ધર્મમાં સંતો અને મહંતોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જેથી આજે ખોરજમાં તેની ઝાંખી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, સંતો અને મહંતો સાથે અનેક રાજકીય નેતાઓ પણ આજના પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે.

આ પણ વાંચો: Khoraj Pran Pratishtha Mohotsav : ધાર્મિક એકતાની સરવાણી વહી, આજે સાંત્વની ત્રિવેદીનાં સ્વરે રાસ-ગરબાની રમઝટ,

આ પણ વાંચો: Khoraj Pran Pratishtha Mohotsav : મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું ભવ્ય સ્વાગત, શોભાયાત્રામાં વિશાળ જનમેદની

આ પણ વાંચો: Khoraj: ખોરજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે બીજો દિવસ, યોજાઈ ભવ્ય શોભાયાત્રા

Tags :
Advertisement

.

×