Download Apps
Home » Vande Bharat Express : અદ્યતન સુવિધા અને ટેકનોલોજી સાથે આરામદાયક મુસાફરીનો અનુભવ..!

Vande Bharat Express : અદ્યતન સુવિધા અને ટેકનોલોજી સાથે આરામદાયક મુસાફરીનો અનુભવ..!

ભારત સરકારનું નવું સોપાન એટલે વંદે ભારત એક્સપ્રેસ ( Vande Bharat Express) અમદાવાદ અને જોધપુર વચ્ચે શરૂ થઈ વંદે ભારત એક્સપ્રેસ.આધુનિક સુવિધાઓ સાથે વંદે ભારત એક્સપ્રેસ યાત્રિકો માટે શરૂ કરવામાં આવી.જેમાં યાત્રિકો અદ્યતન સુવિધા અને ટેકનોલોજી (technology.) સાથે આરામદાયક મુસાફરી કરી શકશે..રિકલયનિંગ અને સ્લીડિંગ દરવાજા અને રીડિંગ લાઇટ્સ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે..સુરક્ષા વ્યવસ્થા માટે CCTV કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે…એક સમય હતો જ્યારે બોલિવૂડની ફિલ્મોમાં વિદેશની ધરતી પર અત્યાધુનિક ટ્રેનો જ્યારે દોડતી ત્યારે વિચાર આવતો હતો કે ભારતમાં આ સુવિધા ક્યારે મળશે ?, કદાચ તે જ વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આવ્યો હશે, અને તેથી જ તો આ સુવિધાનો લાભ આજે દેશવાસીઓને આત્મનિર્ભર ટ્રેન વંદેભારત તરીકે મળી રહ્યો છે.
vande_bharat
સ્પિડની સાથે ટ્રેન એકદમ સ્મુથ ચાલે છે
૩૬૦ ડિગ્રી ફરતી ચેર અદ્યતન ટોઈલેટ અને પુશ બટનથી ડાઈરેક્ટ ટ્રેનના પાઈલટ સાથે પણ વાત કરી શકય વધુમા ચાર્જીગ માટે તમામ સીટો પર ચાર્જર પણ આ ટ્રેનની અંદર મુકવામા આવ્યા છે તો મુસાફરી કરતા મુસાફરો વંદેભારત ટ્રેનના વખાણ કરતા રોકાતા નથી. મુસાફરોનુ કહેવુ છે સ્પિડની સાથે ટ્રેન એકદમ સ્મુથ ચાલે છે. જોધપુર અને અમદાવાદ વચ્ચેનું અંતર આ ટ્રેન થકી ઘણુ ઓછુ થઈ જાય છે તો વળી સમયની પણ ઘણી બચત થઈ જાય સાથે મુસાફરો વડાપ્રધાનનો આભાર એટલા માટે માની રહ્યા છે કેમ કે સ્વદેશમાં જ બનતી ટ્રેન કે જે વિમાન જેવી અનુભુતી આપે છે અને તેની અંદરની સુવિધાઓ લોકોએ ભુતકાળમા કલ્પનાપણ નહોતી કરી તે પ્રકારની સુવિધા આ ટ્રેનની અંદર કરવામાં આવી છે
PRO
પશ્ચિમ રેલવેના પીઆરઓ જીતેન્દ્ર કુમાર જયંતે કહ્યું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી નો કન્સેપ્ટ છે કે આધુનિક ભારતમાં ટ્રેન આધુનિક હોવી જોઇએ.જે અત્યાર સુધી ટ્રેનો ભારતમાં ચાલતી હતી કે એક્સપ્રેસ કે શતાબ્દી જેવી હાઇસ્પીડ ટ્રેનો હતી અને તેની સ્પીડ 140 કિમીની હતી. હવે વંદેભારત ટ્રેન બનાવાઇ છે જેની હાઇસ્પીડ 160 કિમી પ્રતિ કલાક છે. ગુજરાતને આવી બીજી ટ્રેન મળી છે. ગાંધીનગર મુંબઇની પહેલી ટ્રેન હતી. હવે  સેકન્ડ સેમી હાઇસ્પીડ ટ્રેન અમદાવાદથી જોધપુર ચલાવાઇ છે જે ઓછા સમયમાં પહોંચાડશે.
TOURIST
ટ્રેનની મુસાફરી કરી રહેલા પ્રકાશભાઇએ કહ્યું કે ખુબ જ સારુ ફીલ થયું છે. આવું ફીલ ક્યારેય થયું નથી. હું તો માનું છું કે નરેન્દ્રભાઇ જ વડાપ્રધાન રહેવા જોઇએ.બીજાની જરુર નથી.
TOURIST
તો સવિતાબહેન નામના મુસાફરે કહ્યું કે નવું ઇનોવેશન લાગે છે. ખુબ સારી સુવિધા છે. બેસવાની પણ સારી સુવિઘા છે.
TOURIST
નીલમચંદ નામના મુસાફરે કહ્યું કે ખુબ સારુ લાગે છે. ભારતમાં આ શક્ય બનશે તે અમે વિચારી પણ શકતા નથી.
TOURST
મુસાફર મોહિત શર્માએ કહ્યું કે હું જોધપુર જઇ રહ્યો છું. મારો ખુબ સારો અનુભવ છે. નવી ટ્રેન છે અને આધુનિક સાધનો છે. પુરી સુરક્ષા સાથે ટ્રેન બનાવાઇ છે.
TRAIN
ટ્રેનની સફર
સાબરમતીથી મહેસાણા સુધી અમે સફર કરી.  વંદે ભારત ટ્રેનમાં દરવાજા લોક દબાવતા ખુલી જાય છે. આવી કલ્પના પણ કરી ના શકાય કે આવી પણ ટ્રેન હોઇ શકે. અહીં ચેઇન પુલિંગ નથી પણ પુશ ટુ ટોક છે જેનાથી કેબિનમાં બેઠેલા પાયલોટ સાથે વાત કરી શકાય. કોચીસમાં ઠેર ઠેર સીસી ટીવી મુકવામાં આવ્યા છે. ફાયર કીટ્સ પણ તમામ કંપાર્ટમેન્ટમાં ફર્સ્ટ એઇડ કિટ્સ પણ છે. ટ્રેનમાં તમને ખાણીપીણીની ચીજો પણ મળી રહે છે. ઠેર ઠેર મોનિટર પણ રાખવામાં આવ્યા છે.
એલઇડી સ્ક્રીન ગોઠવવામાં આવી છે
ટ્રેનમાં બેસ્યા બાદ પેટનું પાણી પણ હલતું નથી. કાચની આખી વિન્ડો સીટ છે અને કર્ટનની પણ વ્યવસ્થા છે.  આ સાથે લેપટોપ કે ખાણીપીણી માટે ટેબલની પણ વ્યવસ્થા કરાઇ છે. ટ્રેનમાં ઠેર ઠેર આગળના સ્ટેશનની માહિતી મળે તે માટે એલઇડી સ્ક્રીન ગોઠવવામાં આવી છે.  કેન્ટીનની પણ આધુનિક સુવિધા કરવામાં આવી છે. ઓછા બજેટમાં ફ્લાઇટ જેવી મુસાફરીનો અનુભવ કરી શકાય છે. સ્પીડ સાથે સ્મૂથનેસ પણ જોવા મળે છે જેથી પ્રવાસ આનંદદાયક બની જાય છે. કોચીસના દરવાજા સેન્સરથી બંધ થઇ જાય છે.
TOURSIT
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કલ્પેશ ગોહેલે કહ્યું કે ખુબ સારુ લાગે છે. પહેલીવાર હું સફર કરી રહ્યો છું અને ફોરેનની ટ્રેનમાં બેઠો હોવાનું ફીલ થાય છે. આ મોદીરાજ અને ભાજના રાજમાં જ શક્ય છે.
TOURIST
તો જ્યોતિ ચતુર્વેદીએ કહ્યું કે ટ્રેન સારી છે.હું આવી ટ્રેનમાં પહેલીવાર બેઠી છું અને ટ્રેનના ફીચર્સ સારા છે.
TOURIST
બીજી તરફ મુસાફર વિશ્વજીતસિંહ ચંપાવતે કહ્યું કે  અમે સાબરમતીથી જોધપુર જઇ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ધરાવતી ટ્રેનની શ્રેણીમાં આ ટ્રેન આવે છે. જ્યારે પણ અગાઉ આવી સફર કરતા હતા ત્યારે ખુબ અસુવિધા હતી પણ હવે ફ્લાઇટ જેવો અનુભવ થયો છે. સુવિધા પણ સારી છે. હવે માત્ર 6 કલાકમાં સફર થઇ શકશે.
TOURIST
બીજી તરફ ઘનશ્યામભાઇએ કહ્યું કે મે આવી ટ્રેન પહેલીવાર જોઇ છે. ખુબ સારી સુવિધા મળી છે અને ફ્લાઇટ જેવી સુવિધા છે, આનાથી વધુ શું જોઇએ.
TOURIST
અન્ય મુસાફર  સુનિતાબહેને કહ્યું કે હાઇસ્પીડ ટ્રેનથી ઓછા સમયમાં પહોંચી શકાશે અને સુરક્ષા સારી છે, વોશરુમ ક્લીન છે અને હવે એક દિવસમાં જ પહોંચી શકાશે.
TOURIST
મુસાફર કુલદીપ માથુરે કહ્યું કે ફાસ્ટ ટ્રેન સુવિધા સારી છે અને ખાસ તો  મેડીકલ ઇમરજન્સીમાં જલ્દી અમદાવાદ પહોંચવું હોય તો તે માટે આ ટ્રેન જરુરી છે અને તેથી  ભારત સરકારનો હું આભાર માનું છું.
BYTE
મુસાફર નેહા ભાટીએ કહ્યું કે ટ્રેનમાં સારી સિસ્ટમ છે અને ભારતમાં જ આ ટ્રેન બની છે તે સારી છે. આ આપણા માટે ખુબ સારુ છે.
TOURIST
અન્ય મુસાફર પ્રિયાએ કહ્યું કે ટ્રેનમાં કન્ફર્ટેબલ સીટ છે અને સારી સર્વિસ છે..થેંક્યુ મોદીજી..અહી સીસી ટીવી પણ લાગેલા છે તેથી સુરક્ષાનો અનુભવ થાય છે.
TOURIST
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ડો.કે.પી.ઠાકરે કહ્યું કે આઝાદીનો અમૃત મહોત્સવ આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે સંપુર્ણ સ્વદેશી વંદેભારત ટ્રેન અને સારી સુવિધાવાળી આ ટ્રેન મળી છે. ઘણા વર્ષો પછી લાગે છે કે મોદીનું આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે.
TOURIST
આ સાથે સોનલ ઠાકરે કહ્યું કે આ ટ્રેનમાં બેઠા પછી પ્લેન જેવી ફિલીંગ આવે છે અને ખુબ સારી સુવિધા છે અને ઝડપથી અમને પહોંચાડી દેશે.
TOURIST
બીજી તરફ મુસાફર શિવાની અરોરાએ કહ્યું કે ભારતની જનતા આ ટ્રેનને આવી જ ચોખ્ખી રાખે તે જરુરી છે અને ટ્રેનમાં ખુબ સારી સુવિધા છે અને તેથી જ લાગે છે કે મોદી હે તો મુમકીન હે…અહી સીસી ટીવી લાગેલા છે તેથી સુરક્ષાનો અનુભવ થાય છે. અન્ય ટ્રેનોની જેમ ડરવું નહી પડે….
TOURIST
રાવત પરિહારે કહ્યું કે ટ્રેનમાં ખુબ જ સારી સુવિધા છે. જો કે ટ્રેનની ટિકીટની પ્રાઇઝ વધારે છે જેથી મધ્યમ વર્ગના લોકોને મોંઘી પડશે. પ્રાઇઝમાં 30 ટકાનો ઘટાડો કરવો જોઇએ બાકી ટ્રેનમાં સુવિધા સારી છે.
TOURIST
ટ્રેનમાં બેઠેલા મૃત્યંજય નામના યુવકે કહ્યું કે મારો ખુબ જ સારો અનુભવ છે કારણ કે હું ટ્રેનમાં બેઠા બેઠા ઓફિસનું કામ કરી રહ્યો છું.
TOURIST
આ તરફ સમીરભાઇએ કહ્યું કે મોદીરાજમાં બધુ સફળ છે જે લોકો કહેતા હતા કે મોદી સપના દેખાડે છે પણ આજે આ સપના સાકાર થયા છે. ખુબ સારી સુવિધા છે. મોદી છે ત્યાં સુધી મુમકીન છે.
TOURIST
વિજયસિંહે કહ્યું કે સારી ટ્રેન છે અને વધુ સુવિધા મળશે. સ્ટાફ પણ સારો છે
BHOLABHAI
ભોલાભાઇ ચૌધરીએ કહ્યું કે હું મોદીનો આભાર માનું છું. દેશમાં મોદી રહેશે ત્યાં સુધી ભારત આગળ વધશે.
TOURIST
મુસાફર મોહીત જોશીએ કહ્યું કે ઉત્તર ગુજરાતના છેવાડાના ગામના લોકોને આ ટ્રેનનો લાભ મળી રહ્યો છે તે ખુબ સારુ છે.
TOURIST
દિવ્યાંશ નામના મુસાફરે કહ્યું કે  ફેસિલીટી સારી છે અને લોકોમાં પણ ક્રેઝ છે.  ભારત હવે વિકસીત દેશમાં નામ નોંધાવશે
રાજુભાઇએ પણ કહ્યું કે ટ્રેનમાં સારી સુવિધા છે.
અમને આશા છે કે આ ટ્રેન તમને ગમી હશે. ટ્રેનમાં ઓટોમેટિક દરવાજો ખુલે છે. ટ્રેનમાં ચેર પણ 360 ડિગ્રી ફરે છે અને મુસાફરો પણ વખાણ કરી રહ્યા છે.
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
By Hardik Shah
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
By Hardik Shah
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
By VIMAL PRAJAPATI
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
By Vipul Pandya
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
By Hiren Dave
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
By Vipul Sen
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ? COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો ‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક