Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોંગ્રેસ, આપ, TDP અને સમ્રાટ ચૌધરી... પોસ્ટ દૂર કરવા 'X'ને Election Commissionનો આદેશ

Election Commission: દેશમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામેલો છે. ત્યારે ચૂંટણી પંચના આદેશ પર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' એ YSR કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP), તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા એન. ચંદ્રાબાબુ નાયડુ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની કેટલીક પસંદગીની...
કોંગ્રેસ  આપ  tdp અને સમ્રાટ ચૌધરી    પોસ્ટ દૂર કરવા  x ને election commissionનો આદેશ
Advertisement

Election Commission: દેશમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામેલો છે. ત્યારે ચૂંટણી પંચના આદેશ પર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' એ YSR કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP), તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા એન. ચંદ્રાબાબુ નાયડુ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની કેટલીક પસંદગીની પોસ્ટોને મંગળવારે હટાવી દીધી છે. મળતી વિગતો પ્રમાણે આદર્શ આચાર સંહિતાના ભંગને કારણે આ તમામ પોસ્ટ ચૂંટણીની મુદત પૂરી ન થાય ત્યાં સુધી સુધી દૂર રહેશે. એવું ચૂંટણી પંચ (Election Commission) દ્વારા કહેવામાં આવ્યું છે.

આચારસંહિતા ભંગના ભાગરૂપે થઈ કાર્યવાહી

આ બાબતે 2 એપ્રિલ અને 3 એપ્રિલના રોજ આદેશો જાહેર કર્યા હતા. એટલું જ નહીં પરંતુ 10 એપ્રિલના રોજ પંચ દ્વારા આ સંબંધમાં અન્ય એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે આ ચાર પોસ્ટને દૂર કરવામાં 'X' ની નિષ્ફળતાને 'ઈરાદાપૂર્વકની' ગણવામાં આવી હતી. આચારસંહિતા ભંગનો મામલો ગણાશે. નોંધનીય છે કે, ચૂંટણી પંચે આપેલા આદેશોનું પાલન દરેક રાજકીય પાર્ટીએ પોતાના પ્રચાર દરમિયાન કરવું પડે છે. પરંતુ આ નેતાઓએ ચૂંટણી પંચના આદેશોનું ઉલ્લંઘન કર્યું હતું.

Advertisement

એક્સે આ બાબતે સ્પષ્ટતા કરતા કરી પોસ્ટ

‘એક્સ’એ કહ્યું કે, ‘અમે આદેશોનું પાલન કર્યું છે અને ચૂંટણીના બાકીના સમયગાળા માટે આ પોસ્ટ્સને અવરોધિત કરી છે, પરંતુ અમે આ પગલાં સાથે અસંમત છીએ અને માનીએ છીએ કે આ પોસ્ટ્સ અને સામાન્ય રીતે રાજકીય ભાષણને અભિવ્યક્તિની સ્વતંત્રતા હેઠળ મંજૂરી આપવી જોઈએ.’

Advertisement

4 જૂને મતગણતરી સાથે પરિણામ જાહેર થશે

એક્સએ પોતાના પ્લેટફોર્મ પર પોસ્ટ દૂર કરવાનો આદેશ પ્રકાશિત કરતા જણાવ્યું કે, ‘પારદર્શિતાને ધ્યાનમાં રાખીને, અમે તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબક્કાનું મતદાન શુક્રવાર, 19 એપ્રિલથી શરૂ થશે. 7 તબક્કામાં યોજાનારી આ ચૂંટણી 1 જૂનના રોજ પૂર્ણ થશે અને ત્યારબાદ 4 જૂને મતગણતરી સાથે પરિણામ જાહેર કરવામાં આવશે.’

આ પણ વાંચો: Ram Navami : રામનગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી,જુઓ video

આ પણ વાંચો: Ram Navami : રામલ્લાના લલાટ પર ક્યારે થશે સૂર્ય તિલક ? જાણો સમય

આ પણ વાંચો: Randeep Surjewala પર EC ની મોટી કાર્યવાહી, નહીં કરી શકે આ કામ…

Tags :
Advertisement

.

×