Download Apps
Home » Jagadguru Rambhadracharya Maharaj : INDI ગઠબંધન અધર્મીઓનો સમૂહ

Jagadguru Rambhadracharya Maharaj : INDI ગઠબંધન અધર્મીઓનો સમૂહ

તુલસીપિઠાધિશ્વર જગદગુરૂ રામભદ્રાચાર્ય મહારાજ (Jagadguru Rambhadracharya Maharaj)ની અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રામકથા યોજાઇ છે. જગદગુરૂ રામભદ્રાચાર્યજી (Jagadguru Rambhadracharya Maharaj)ના મુખે રામ કથા સાંભળવી એ પણ લ્હાવો છે. જગદગુરૂ રામભદ્રાચાર્ય (Jagadguru Rambhadracharya Maharaj) રામજન્મભૂમિ આંદોલન અને સંઘર્ષ સાથે પણ જોડાયેલા છે અને તેમણે અદાલતમાં પુરાવા પણ રજૂ કર્યા હતા. જગદગુરૂ રામભદ્રાચાર્યજી રામાનંદ સંપ્રદાયના વર્તમાન ચાર જગદગુરુ રામાનંદાચાર્યો પૈકી એક છે. તે 1988થી આ પદ પર પ્રતિષ્ઠિત છે. તેઓચિત્રકૂટમાં આવેલા તુલસી પીઠના સંસ્થાપક અને અધ્યક્ષ છે. જગદગુરુ રામભદ્રાચાર્યજી જ્યારે 2 મહિનાના હતા ત્યારથી પ્રજ્ઞાચક્ષુ છે પણ વાંચવા કે કોઇ રચના કરવા માટે તેમણે ક્યારેય પ્રેઇલ લિપીનો સહારો લીધો નથી. તેઓ 22 ભાષા બોલી શકે છે. સંસ્કૃત, હિન્દી, અવધી અને મૈથીલી સહિત ઘણી ભાષામાં તેમણે કૃતીઓ રચી છે. અને 80થી વધુ પુસ્તકો પણ લખ્યા છે. તેમને પદ્મવિભૂષણથી પણ સન્માનિત કરાયા છે.

આ વખતની ચૂંટણી ધર્મ અને અધર્મ વચ્ચે

અમદાવાદના આંગણે પધારેલા જગદગુરૂ રામભદ્રાચાર્યજીએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે રામ જન્મભૂમિ આંદોલન તથા સંઘર્ષ સહિત વિવિધ વિષયો પર વાતચીત કરી હતી. તેમણે સ્પષ્ટરુપે કહ્યું કે આ વખતની ચૂંટણી ધર્મ અને અધર્મ વચ્ચે છે અને INDI ગઠબંધન અધર્મીઓનો સમૂહ છે. તેમણે કહ્યું કે ભગવાન શ્રીરામની કથા શ્રવણીય-અનુકરણીય પણ છે.

અયોધ્યામાં વ્યાકુળતા

ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીતમાં જગદગુરૂ રામભદ્રાચાર્યજીએ 22 જાન્યુઆરીએ યોજાનારા ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે કહ્યું કે જ્યારે ભગવાન રામજીના વનવાસ બાદ તેઓ અયોધ્યા આવવાના હતા અને તે આગમનને અયોધ્યાવાસી જે રીતે રાહ જોતા હતા તેવી જ રીતે આપણે સૌ પણ રાહ જોઇ રહ્યા છીએ. તેની જ વ્યાકુળતા અયોધ્યામાં જોવા મળે છે.

બલિદાન પછી આ મને વરદાન મળ્યું

તેમણે ભાવુક થતાં કહ્યું કે અમે સંઘર્ષમાં હતા, જેલમાં ગયા, પોલીસના દંડા ખાધા, નજરબંદ થયા, હજારો લોકોનું બલિદાન થયું. બલિદાન પછી આ મને વરદાન મળ્યું છે તેનો મને ખુબ ઉત્સાહ છે.

સંઘર્ષની ગાથા અત્યંત કરુણ

તેમણે કહ્યું કે મારી મનોસ્થિતનું હું તો વર્ણન કરી શકતો નથી. મારું આખું જીવન રામજી માટે સમર્પિત છે અને એટલે મારું નામ રામભદ્રાચાર્યજી છે ને..રામ જેવો જ સંઘર્ષ થાય તે સ્વાભાવિક છે. આ સંઘર્ષની ગાથા અત્યંત કરુણ છે. એ દિવસોને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે મન એકદમ ભાવુક થઇ જાય છે. જ્યારે બાબરના સેનાપતિ મીર બાંકીએ 1 લાખ 75 હજાર હિન્દુની હત્યા કરી હતી અને આ મંદિર વિધ્વસં કરાયું પછી હિન્દુઓના લાલ રક્તથી સિમેન્ટ ભેગો કરીને આ ખોટો ઢાંચો ઉભો કર્યો.

75 વાર સંઘર્ષ કર્યો

જગદગુરૂ રામભદ્રાચાર્યજીએ કહ્યું કે અમે સંઘર્ષ કરતા રહ્યા…75 વાર સંઘર્ષ કર્યો. આખરે આ સંઘર્ષ હવે સફળ થયો. સંઘર્ષમાં કેટલા ઉત્સાહની વ્યાપકતા હતા તે હું કહી શકતો નથી, અમે ગામે ગામ ફર્યા, ઇંટોની પૂજા કરાવી, જનસંઘર્ષ કર્યો પછી 1990માં 31 ઓક્ટોબરની કાળી રાત આવી જ્યાં નિહથ્થા રામભક્તો પર ગોળીબાર થયો. સરયુ માતા નિહથ્થા હિન્દુના રક્તથી લાલ થઇ ગયા. 6 ડિસેમ્બર 1992માં આ ઢાંચો સમાપ્ત થયો. ભારત માતાનું કલંક ગયું. પછી કેસ કરાયા. મે જ સાક્ષ્ય આપ્યું અને આ સાક્ષ્ય પ્રમાણે અમને વિજય મળ્યો

સંઘર્ષ

તેમણે કહ્યું કે તમે સમજી શકો છો અદાલતમાં હાઇકોર્ટના 3 જજ મારી વાત સાંભળતા હતા. મે 441 પુરાવા આપ્યા હતા. જ્યારે ઉત્ખનન થયું ત્યારે 437 પુરાવા સ્પષ્ટ રીતે હિન્દુઓના પક્ષમાં ગયા. ખાલી 4 પુરાવા ધુળ અને અસ્પષ્ટ હતા છતાં મારા પક્ષમાં ગયા જેથી હાઇકોર્ટે હિન્દુના પક્ષમાં નિર્ણય આપ્યો. ત્યાં એક થોડુ ખોટું થયું હતું. એક જજે કહ્યું કે મુસલમાનો માટે આ ભૂમિનો ત્રીજો ભાગ અપાય. આ નિર્ણય અમને ના ગમ્યો અને અમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. જ્યારે 8 નવેમ્બર, 2020ના દિવસે અશોક ભૂષણજી જજ હતા તેમણે ચીફ જસ્ટીસને કહ્યું કે આપણે જગતદુરુનું નિવેદન વાંચી લેવું પછી આપણે નિર્ણય આપીશું. પછી મારું વ્યક્તત્વ વંચાયું. ત્યારે 9 નવેમ્બર 2019માં સર્વ સંમતિથી પાંચ જજની પીઠે નિર્ણય આપ્યો કે રામ જન્મભૂમિ હિન્દુઓને મળશે. વિધર્મીઓને સરયુ પાર પાંચ એકર જમીન અપાય પછી ભૂમિ પૂજન થયું.

નરેન્દ્રભાઇ મોદી મારા જૂના મિત્ર

જગદગુરૂ રામભદ્રાચાર્યજીએ કહ્યું કે ભુમિ પૂજનમાં હું પણ હતો કારણ કે નરેન્દ્રભાઇ મોદી મારા જૂના મિત્ર છે. બહું જૂના મિત્ર છે જ્યારે 1988માં મારી મિત્રતા થઇ. મિત્રતાની કોઇ વ્યાખ્યા સંભવ નથી. બે માનસિક્તાનો મિલાપ થાય ત્યારે મિત્રતા થાય છે. હું તો એક જ વાત કરું છું કે વિપક્ષની જેટલી તાકાત હોય તે એકત્રીત કરે, હિન્દુઓનું દમન કરવામાં જેટલી ચેષ્ટા કરે પણ સફળતા અમને જ મળશે. સત્યમેવ જયતે..સત્યનો જ વિજય થાય છે.

INDI ગઠબંધન અધર્મીઓનો સમુહ

જગદગુરૂ રામભદ્રાચાર્યજીએ એમ પણ કહ્યું કે હું વારંવાર કહું છું કે આ ચૂંટણી ધર્મ અને અધર્મ વચ્ચે છે. જે સનાતનધર્મ વિરોધી છે. હું સ્પષ્ટ કહું છું કે INDI ગઠબંધન અધર્મીઓનો સમુહ છે. નરેન્દ્રભાઇનું ગઠબંધન ધાર્મીકોનું સંગઠન છે. અમે ધાર્મિકોનો પક્ષ લઇશું. 2024માં ફરીથી મોદી જ આવવાના છે. નરેન્દ્રભાઇ વડાપ્રધાન બનશે તે મારી સાધનાનું પરિણામ, નિષ્કલંતા સહિત સમસ્ત સદગુણોનો એક સંકેત છે. આ વખતે 500 વર્ષનો વનવાસ પુરો કરી રામજી આવી રહ્યા છે.

અમારી લડત ત્રણ માટે છે

તેમણે કહ્યું કે અમારી લડત ત્રણ માટે છે. અકામ..અયોધ્યા માટે, કાશી માટે અને કૃષ્ણજન્મભૂમિ મથુરા માટે. આ ત્રણેય આપી દે તો લડતનો કોઇ પ્રશ્ન નથી. અમે સહ અસ્તિત્વમાં માનીએ છીએ. પ્રેમથી લોકો રહે. જે ભારતમાં રહે તે વંદેમાતરમ કહે, ભારત માતાને માતા કહે, ગંગાજીને માતા માને ત્યારે ભારતમાં રહે. જેને ના ગમતું હોય તો જાય બીજા દેશોમાં…

હું તો અંતર આંખોથી રામજીનું એટલું સુંદર વર્ણન નિહાળું છું

હું તો અંતર આંખોથી રામજીનું એટલું સુંદર વર્ણન નિહાળું છું. તેનું વર્ણન કરી શકતો નથી. બે વર્ષનું એક બાળક સામે ઉભુ છે તેના સુંદર કેશ કપાળને ચૂમી રહ્યા છે. મંદ મંદ સ્મિત, હાથમાં ધનુષબાણ, શરીર પર પિતામ્બર, ચરણાવિંદમાં નૂપુર, કેવું રુપ પ્રભુનું…તે કહી ના શકાય…મારી પાસે અત્યારે 200 રામાયણ છે. પ્રત્યેક રામાયણમાં એક જ વાત છે. મંગળ ભવન અમંગળ હારી…

શ્રી રામની કથા શ્રવણીય છે અને અનુકરણીય પણ છે

તેમણે કહ્યું કે કૃષ્ણ અને રામની લીલામાં એટલું અંતર છે જેટલું ધરતી અને આકાશ વચ્ચે છે. શ્રી કૃષ્ણની કથા તો સાંભળવી જોઇએ. આ શ્રવણીય છે અનુકરણીય નથી. શ્રી રામની કથા શ્રવણીય છે અને અનુકરણીય પણ છે. યુવકોએ વહેલા ઉઠવું જોઇએ. માતા પિતા ગુરુને પ્રણામ કરવા જોઇએ. અત્યારે તો પત્ની આવે પછી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, અતિથી દેવો ભવ અને રાષ્ટ્ર દેવો ભવનો ભાવ હોવો જોઇએ

રામચરિત માનસને બહુમતના આધારે સંસદમાં રાષ્ટ્ર ગ્રંથ ઘોષીત કરવો જોઇએ

મે તો વડાપ્રધાનને કહ્યું કે તમારો 60મો જન્મદિવસ હતો ત્યારે હીરાબાએ તમને વાંચવા રામાયણ આપ્યું હતું. તમે હીરાબાને દેવી રુપે માનો છો. તમે ગાંધીજીને સ્નેહ કરો છો. બંનેને સાચી શ્રદ્ધાંજલી ત્યારે હશે જ્યારે રામચરિત માનસ બહુમતના આધારે સંસદમાં રાષ્ટ્ર ગ્રંથ ઘોષીત થઇ જશે.

રામમચન્દ્રજીની મારા માટે દક્ષીણા

મારો અમૃત મહોત્સવ રામ લલા જ ઉજવે છે. તેમના કેસમાં હું સાક્ષી હતો. રામચન્દ્રજીની મારા માટે દક્ષીણા છે. 22 તારીખે મકરસંક્રાતીમા સૂર્ય આવી ગયા હશે, 12.29 મિનીટે પુનવર્સુ નક્ષત્ર આવશે. પુનર્વસુ નક્ષત્રમાં રામજીનો પ્રાક્ટય થયું હતું અને તે જ સમયે ગર્ભગૃહમાં પ્રાણપ્રતિષ્ઠા કરાશે.

રામભક્તિ પ્રત્યેકના મનમાં આવે

એક સંદેશ છે કે પ્રત્યેક જનમાં, પ્રત્યેક મનમાં પ્રત્યેક કણમાં, પ્રત્યેક ચિંતનમાં ભગવાન રામનો પ્રવાહ, તરંગીત થાય, રામભક્તિ પ્રત્યેકના મનમાં આવે. પ્રત્યેક વ્યક્તિ રામ માટે સમર્પિત થઇ જાય..રામજીએ કહ્યું હતું કે જનની જન્મભૂમિ સ્વર્ગાદીપતી ગરીયસી…તે જનનીને સ્વર્ગ કરતા શ્રેષ્ટ ગણે છે તો આપણે પણ તેમને અનુસરવું જોઇએ.

આ પણ વાંચો—-RAMJANM BHOOMI ANDOLAN: …અને પળવારમાં બંને કોઠારી ભાઇઓએ ગુંબજ પર ચઢી ભગવો લહેરાવ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
By Hardik Shah
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
By Hardik Shah
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
By VIMAL PRAJAPATI
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
By Vipul Pandya
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
By Hiren Dave
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
By Vipul Sen
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ? COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો ‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક