Home » Elon Musk કરવા જઇ રહ્યા છે X માં ફેરફાર, Users ને મળશે આ ખાસ સુવિધા

Elon Musk કરવા જઇ રહ્યા છે X માં ફેરફાર, Users ને મળશે આ ખાસ સુવિધા

Elon Musk એ X (અગાઉનું ટ્વિટર) ખરીદ્યું ત્યારથી તેમા ઘણા ફેરફરો કર્યા છે. આજે પણ મસ્ક તેમા ફેરફાર કરવાનું ચાલું રાખ્યું છે. એલોન મસ્કે પહેલા ટ્વિટરનું નામ બદલીને X કર્યું અને હવે તે સતત તેના ફીચર્સ બદલી રહ્યા છે. એલોન મસ્કે જાહેરાત કરી છે કે હવે લોકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઓડિયો અને વીડિયો કૉલ્સની સુવિધા મળવા જઈ રહી છે.

એલોન મસ્કે એકવાર ફરી X માં કર્યો ફેરફાર

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ટૂંક સમયમાં યુઝર્સને કોલ ફીચર આપવા જઇ રહ્યું છે. કંપનીએ કહ્યું કે X પર વીડિયો અને ઓડિયો કોલ ફીચર એન્ડ્રોઇડ, iOS અને ડેસ્કટોપ સહિત તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ હશે. મસ્કે X પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે Xના કૉલિંગ ફિચરમાં ફોન નંબરની જરૂર નહીં પડે. રિપોર્ટ અનુસાર, નવું કોલિંગ ફીચર ડાયરેક્ટ મેસેજ (DM) મેનૂની અંદર હશે. ભારતીય સમય અનુસાર બપોરે 12:42 વાગ્યે એક ટ્વીટમાં એલોન મસ્કએ કહ્યું કે આ ફીચર iOS, Android, MacBook અને PCમાં પણ કામ કરશે. ખાસ વાત એ છે કે આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સને ફોન નંબરની પણ જરૂર નહીં પડે. એલોન મસ્ક દ્વારા X ને અસરકારક વૈશ્વિક એડ્રેસ બુક તરીકે વર્ણવવામાં આવી છે.

ઉપયોગ ક્યારે કરી શકશો?

ભલે યુઝર્સ આ શાનદાર ફીચર્સ માટે રાહ જોઈ રહ્યા હોય, પરંતુ શક્ય છે કે તમારે તેનો ઉપયોગ કરવા માટે થોડી રાહ જોવી પડી શકે. એટલે કે આ ફીચર્સ ક્યારે અને કેવી રીતે આવશે તે કહેવું મુશ્કેલ છે. જણાવી દઇએ કે, એલોન મસ્ક દ્વારા આને લગતી તાજેતરની પોસ્ટમાં પણ, સામાન્ય Users X (Twitter) પર આ સુવિધાનો ઉપયોગ ક્યારે કરી શકશે તે વિશે કોઈ માહિતી નથી. તેમણે પોતાની પોસ્ટમાં પણ આ સંબંધિત કોઈ માહિતી શેર કરી નથી. હાલમાં સામાન્ય લોકો તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

X યુઝર્સમાં ઘટાડો

એલોન મસ્ક દ્વારા ટ્વિટરનું નામ બદલીને X કર્યા પછી, તેના સાપ્તાહિક સક્રિય Users માં આગામી થોડા અઠવાડિયામાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો. એપ ઇન્ટેલિજન્સ ફર્મ સેન્સર ટાવરના ડેટા અનુસાર, X એપ આ મહિનાની શરૂઆતમાં એકંદર કેટેગરી રેન્કિંગમાં ચાર સ્થાન નીચે 36માં ક્રમે આવી ગઈ છે. આ તેના ઇન્સ્ટોલેશનમાં આઠ ટકાના ઘટાડાને કારણે થયું છે. iOS અને Android બંનેમાં અનુક્રમે 22 ટકા અને 18 ટકાનો ઘટાડો નોંધાયો હતો. X પર વિતાવેલો સરેરાશ Users સમય અને સત્રમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો – WhatsApp માં આવ્યું આ નવું Update, શું તમે જોયું ?

આ પણ વાંચો – Google એ લોન્ચ કર્યું એક શાનદાર ફીચર્સ, હવે Gmail ની મોબાઈલ એપમાં મળશે આ ખાસ સુવિધા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
By Harsh Bhatt
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
By Hiren Dave
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
By Harsh Bhatt
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
By VIMAL PRAJAPATI
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
By VIMAL PRAJAPATI
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
By Harsh Bhatt
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
By Dhruv Parmar
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે! ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ? શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?